Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સગીર ભાણેજ સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં કૌટુંબિક મામાને 10 વર્ષની સખત કેદ

ગીરગઢડાના અંબાડાના અને હાલ વેલેન્જા સુરત ખાતે રહેતા શખ્સે કૌટુંબિક  ભાણેજ સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં  આરોપીએ લગ્નની લાલચ આપી ભાણેજને ભગાડી લઇ જઇ અવાર નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ યુવતીની માતાએ નોંધાવી હતી૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦ હજારનો દંડ ગીરગઢડાના અંબાડાના અને હાલ વેલેન્જા સુરત ખાતે રહેતા શખ્સે કૌટુંબિક  ભાણેજ સાથે દુષ્કર્મ આચરવાની ફર
01:18 PM Feb 01, 2023 IST | Vipul Pandya
ગીરગઢડાના અંબાડાના અને હાલ વેલેન્જા સુરત ખાતે રહેતા શખ્સે કૌટુંબિક  ભાણેજ સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં  આરોપીએ લગ્નની લાલચ આપી ભાણેજને ભગાડી લઇ જઇ અવાર નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ યુવતીની માતાએ નોંધાવી હતી

૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦ હજારનો દંડ 
ગીરગઢડાના અંબાડાના અને હાલ વેલેન્જા સુરત ખાતે રહેતા શખ્સે કૌટુંબિક  ભાણેજ સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં  આરોપીએ લગ્નની લાલચ આપી ભાણેજને ભગાડી લઇ જઇ અવાર નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ યુવતીની માતાએ નોંધાવી હતી. જે અંગેનો કેસ સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી જતાં આ શખ્સને ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ભોગ બનનારને રૂ.૧ લાખનું વળતર ચુંકવવા ભલામણ 
સગીર વયની કન્યાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં ઉના સ્પેશ્યલ પોસ્કો કોર્ટના જજ રેખાબેન આસોડીયાની કોર્ટે મુકેશ ઉર્ફે પેસન હમીર સોલંકીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ દરમ્યાન ફરીયાદ પક્ષે વકીલ સતીષભાઇ મોરી રોકાયેલા હતા. ભોગબનનારને રૂ.૧ લાખનું વળતર ચુંકવવા ડ્રીસ્ટ્રીક લીગલ ઓથોરીટીને ભલામણ કરી છે. 

આરોપીએ કર્યો હતો પેરોલનો ભંગ 
આરોપી મુકેશ ઉર્ફે પેસન હમીર સોલંકી ટ્રાયલ ચાલતા દરમ્યાન જેલમાં રહેલો હોય ત્યાર બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા પેરોલ પર છોડવામાં આવ્યો હતો, જે પેરોલનો ભંગ કરીને મુકેશ જેલ ઓથોરીટી સમક્ષ હાજર થયો ન હતો..અને બે-અઢી વર્ષ સુધી ભાગતો ફરતો હતો. પોલીસે વોરંટ કાઢી નરાધમને પકડી પાડી ફરી જેલ હવાલે કર્યો છે. 
આ પણ વાંચોઃ  અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી સાથે છેતરપીંડી , 30 લાખનું સોનું ખરીદ્યુ, 29 લાખની નકલી નોટો આપી
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstimprisonmentmaternaluncleminorcousinpocsocourtRaperigorous
Next Article