Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓ છે બેરોજગાર, કોઇ વેચે છે શાકભાજી તો કોઇ કરે છે મજૂરી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને આજે બીજા દેશોના ક્રિકેટરોની સરખામણીએ સૌથી વધુ રૂપિયા મળી રહ્યા છે. આપણા દેશના ક્રિકેટરોની વેલ્યુ તેમની લાઇફસ્ટાઇલ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એક તરફ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે કે જેઓ પર ધનવર્ષા થઇ રહી હોય તેવું આપણે જોતા આવ્યા છીએ, તો બીજી તરફ આપણા દેશની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમની હાલત સૌથી ખરાબ છે. નેશનલ ક્રિકેટ ટીમ અને બ્લાઈન્ડ ક્રિકેટ ટીàª
12:01 PM Dec 20, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને આજે બીજા દેશોના ક્રિકેટરોની સરખામણીએ સૌથી વધુ રૂપિયા મળી રહ્યા છે. આપણા દેશના ક્રિકેટરોની વેલ્યુ તેમની લાઇફસ્ટાઇલ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એક તરફ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે કે જેઓ પર ધનવર્ષા થઇ રહી હોય તેવું આપણે જોતા આવ્યા છીએ, તો બીજી તરફ આપણા દેશની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમની હાલત સૌથી ખરાબ છે. નેશનલ ક્રિકેટ ટીમ અને બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓની લાઇફ સ્ટાઇલમાં આકાશ પાતાળ જેટલો તફાવત છે.

બ્લાઈન્ડ ક્રિકેટર્સ માટે પોતાનું પેટ ભરવું પણ મુશ્કેલ
થોડા દિવસો પહેલા નેત્રહીન T20 વર્લ્ડ કપ યોજાયો હતો. ટીમ ઈન્ડિયાએ બાગ્લાદેશને ફાઈનલમાં હરાવીને નેત્રહીન T20 વર્લ્ડ કપ ટ્રોફી પર કબ્જો જમાવી દીધો છે. બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીણ ઈન્ડિયાએ 120 રનથી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. ભારતીય નેત્રહીન ક્રિકેટ ટીમે સતત ત્રીજી વખત 'T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ' જીતીને ઈતિહાસ રચ્યો હતો. દેશના વડાપ્રધાનથી લઈને મોટા નેતાઓ અને ક્રિકેટરોએ પણ આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમની જીત પર સમગ્ર દેશને ગર્વ છે. આ સાથે તેમનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં આ ખેલાડીઓ સંપૂર્ણપણે ખુશ નથી. તેમણે આજે પણ કેવી પરિસ્થિતિમાં જીવવું પડે છે તે જાણીને કોઇ પણ ચોંકી જશે. બહુ ઓછા લોકો જાણે છે કે આ ટીમના ખેલાડીઓને પોતાનું પેટ ભરવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.
BCCIને મદદ કરવા કરી વિનંતી
તમે સાંભળ્યું હશે કે "ચાર દિન કી ચાંદની ફિર કાલી રાત હૈ." કઇંક આવું જ તેમની સાથે થઇ રહ્યું છે. આ ખેલાડીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમની પાસે કોઇ રોજગાર નથી. આપને જણાવી દઇએ કે, આ અંગે કોઇ બીજાએ નહીં પણ ખુદ વિજેતા ટીમના કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ કહી હતી. આજે સોમવારે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ ભારતીય ક્રિકેટ બોર્ડને અંધ ક્રિકેટને સમર્થન આપવા વિનંતી કરી હતી. તેણે કહ્યું કે, આનાથી ખેલાડીઓને આર્થિક પ્રોત્સાહન મળશે. તેણે એમ પણ કહ્યું કે, વર્લ્ડ કપ જીત્યા બાદ પણ 17 સભ્યોની ટીમના 10 ખેલાડીઓ બેરોજગાર છે. આમાંના ઘણા ખેલાડીઓ માટે, નાણાકીય સહાયનો અભાવ 'રમતને અનુસરવામાં મુશ્કેલી' નું કારણ બને છે. ઘણા ખેલાડીઓ આજીવિકા માટે અન્ય કોઈ કામમાં વ્યસ્ત છે.

ભારતીય નેત્રહીન ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓનું જીવન અંધકારમાં છે. તેઓ જાણે છે કે 'T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ' જીતવાની ઉજવણી ચાર દિવસની ચાંદની અને પછી કાળી રાત જેવી છે. તેઓ જાણે છે કે ત્રણ વખત 'T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ' જીત્યા પછી પણ તેમને થોડા પૈસા માટે આખો દિવસ પરસેવો પાડવો પડે છે. સુજીત ઉપરાંત નરેશ તુમડા ભારતીય અંધ ક્રિકેટ ટીમની દુર્દશાનું ઉદાહરણ છે. 

નરેશ તુમડા 2018 માં વન-ડે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. આ સાથે તેણે દેશને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં, ગુજરાતના નવસારીના રહેવાસી તુમડાને શાકભાજી વેચીને અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવું પડતું હતું. 

નરેશ તુમડાએ પોતાની આવી પરિસ્થિતિ પર કહ્યું હતું કે તેને મજૂરી કરીને રોજના 250 રૂપિયા મળે છે. તેણે કહ્યું હતું કે, 'તેમણે મુખ્યમંત્રી પાસે 3 વખત નોકરી માંગી છે પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. તેમણે સરકારને વિનંતી પણ કરી હતી કે તેને નોકરી આપવામાં આવે જેથી તે તેના પરિવારનું ધ્યાન રાખી શકે.
આ પણ વાંચો - ભારતીય નેત્રહીન ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશને હરાવીને રચ્યો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
10PlayersBlindCricketTeamCricketGujaratFirstlabourSportsT20WorldCupfortheBlindUnemployedVegetables
Next Article