Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલમાં 10 કરોડની માટીનું કૌભાંડ, જાણો શું છે મામલો

પંચમહાલના ગોધરામાં 10 કરોડની માટીની ચોરીનું કૌંભાડ ઝડપી લેવાયું છે. હાઇવેનું નિર્માણ કરતી કંપનીએ મંજુરી કરતાં વધુ માટીનું ખોદકામ કરીને માટી ચોરી કરી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે. ગોધરા કલેકટર કચેરી અને ખાણ ખનીજ વિભાગની સંડોવણીને લઈને જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા દિલ્હી મુંબઈ ગ્રીન કોàª
પંચમહાલમાં 10 કરોડની માટીનું કૌભાંડ  જાણો શું છે મામલો
પંચમહાલના ગોધરામાં 10 કરોડની માટીની ચોરીનું કૌંભાડ ઝડપી લેવાયું છે. હાઇવેનું નિર્માણ કરતી કંપનીએ મંજુરી કરતાં વધુ માટીનું ખોદકામ કરીને માટી ચોરી કરી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે. ગોધરા કલેકટર કચેરી અને ખાણ ખનીજ વિભાગની સંડોવણીને લઈને જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. 
ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા દિલ્હી મુંબઈ ગ્રીન કોરિડોર હાઇવેનું નિર્માણ કરતી MCC કંપની દ્વારા કરોડોની માટી ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. MCC નામની ખાનગી કંપની દ્વારા ગોધરા તાલુકાના વિવિધ ગામોની ગૌચરની જમીનો ખોદી કરોડો રૂપિયાની માટી ચોરી પ્રતિબંધિત ગૌચર જમીનોનું એટલું ખોદકામ કરી નાખ્યું કે ગૌચરની જમીન તળાવમાં ફેરવાઈ ગઈ છે.
ખોદકામ એટલું ઉંડું કરવામાં આવ્યું છે કે હાલમાં આ ગૌચરની જમીનમાંથી પાણી આવી જતા તળાવમાં ફેરવાઈ ગઈ છે. ત્યારે કંપની સંચાલકો દ્વારા જિલ્લા કલેકટર એ મંજૂરી આપવામાં આવી છે  તેમ જણાવી ગોધરા તાલુકાના ભલાણીયા, નાની કાંટડી,વીંઝોલ ગામની 10 હેકટર કરતા વધુ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરી નાખી  છે. ગોધરા કલેકટર કચેરી અને ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને કંપનીને દરેક પ્રકારની છૂટ આપવામાં આવતી હોવાના આક્ષેપ આસપાસના લોકો સહિત પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કરી રહ્યા છે. 
સ્થાનિક લોકો તેમજ હોદ્દેદારો દ્વારા સ્થાનિક તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાંપણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સીએમ ડેસ્ક સુધી રજુઆત કરવામાં આવતા સફાળા જાગેલા તંત્રએ સમગ્ર મામલાની તપાસ ગોધરા તાલુકા વિકાસ અધિકારીને સોંપી હતી. આ મામલે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કંપની દ્વારા 10 કરોડ ઉપરાંતની માટી ગૌચર જમીનોને ખોદીને ચોરી કરી હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. ત્યારે સરકારના સૌથી મોટો દિલ્હી મુંબઈ કોરીડોર રોડ બનાવવા ની ઉતાવળ માં દરેક જિલ્લા નું વહીવટી  તંત્ર ગેરકાયદેસર માટી ખનન ને રોકવા લાચાર બની ગયેલ છે ત્યારે વાડ જ ચીભડાં ગળે એવો ઘાટ  થવા  પામ્યો છે. 
સમગ્ર મામલે પ્રશ્નો એ થાય છે કે આ કંપનીના સંચાલકો દ્વારા કલેકટર દ્વારા પરમિશન આપવામાં આવી છે તેમ જણાવે છે તે બાબતની રજુઆત બાદ પણ જિલ્લા કલેકટર આખી બાબતથી કેવી રીતે અજાણ રહ્યા ? હાઇવે પરથી ખનિજનું વહન કરતા વાહનનોને ઝડપી પાડવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આટલી મોટી માત્રામાં માટીનું ખોદકામ અને વહન કરવામાં આવ્યું ત્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગ કેવી રીતે અજાણ રહ્યું ? જે પ્રકારે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે મુજબ જો ખરેખર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તો તેમાં સંડોવાયેલ અધિકારી કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે કે કેમ?હવે જયારે આ ખાનગી કમ્પની દ્વારા ગ્રામ્યવિસ્તારની ગૌચર જમીનને નેસ્ત નાબૂદ કરવામાં આવી છે ત્યારે આ કંપની સામે કોઈ કાર્યવાહી થશે ખરી? ગ્રામ્ય વિસ્તારમાં ગૌચરની જમીન ખોદી નાખવામાં આવી છે તે જમીનને ફરીથી ગૌચરણ માટે ઉપયોગી બને તેવી બનાવવામાં આવશે ખરી કે હવે આ જમીન બંજર બની જશે ? 
Advertisement
Tags :
Advertisement

.