Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાસિક પાસે જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, બચાવ-રાહત કાર્ય શરુ

મહારાષ્ટ્રમાં નાસિક નજીક રવિવારે બપોરે લોકમાન્ય તિલક ટર્મિનલ-જયનગર એક્સપ્રેસ (એલટીટી-જયનગર એક્સપ્રેસ)ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના નાસિક રોડ રેલવે સ્ટેશનથી આગળ લહવિત અને દેવલાલી નજીક બની હતી. જેની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનાના કારણે ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કેટલીક ડાયવર્ટ કરવામાં આવી છે.સેન્ટ્રલ રેલ્વેએ ટ્વિટ કરીને આ અà
નાસિક પાસે જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા  બચાવ રાહત કાર્ય શરુ
મહારાષ્ટ્રમાં નાસિક નજીક રવિવારે બપોરે લોકમાન્ય તિલક ટર્મિનલ-જયનગર એક્સપ્રેસ (એલટીટી-જયનગર એક્સપ્રેસ)ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના નાસિક રોડ રેલવે સ્ટેશનથી આગળ લહવિત અને દેવલાલી નજીક બની હતી. જેની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનાના કારણે ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કેટલીક ડાયવર્ટ કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલ્વેએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. રેલ્વેના જણાવ્યા અનુસાર 11061 એલટીટી-જયનગર એક્સપ્રેસના કેટલાક ડબ્બા લગભગ 3.15 વાગ્યે લહવીત અને દેવલાલી (નાસિક નજીક) વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાન અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. જો કે મેડિકલ ટીમ અને સંબંધિત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 
Advertisement

જયનગર એક્સપ્રેસ સવારે 11.30 વાગ્યે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી નાસિક જવા રવાના થઈ હતી. જ્યારે તે બપોરે 3 વાગ્યે દેવલાલી (નાસિક નજીક) પહોંચી ત્યારે ડાઉન લાઇન ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે દ્વારા કહેવામાં આવ્યું થે કે આ વિશે માહિતિ મંગવાઇ છે. સાથે જ આ ઘટના અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ઔરંગાબાદમાં માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા 
આ પહેલા શનિવારે સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના દૌલતાબાદ યાર્ડમાં માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આ રૂટ પર લગભગ ચાર કલાક સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 8 વાગ્યે બની હતી અને ચાર કલાક પછી જ ટ્રેક પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.