Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પક્ષપલટો કરી કોંગ્રેસમાં આવેલા 10 ઉમેદવારો જીત્યા, 4 ઉમેદવારોને કરવો પડ્યો હારનો સામનો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં(Gujarat Assembly Elections) પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા ઉમેદવારો જીતશે કે હારશે તેના પર સૌ કોઇની નજર હતી. હવે પરિણામ સામે આવી ગયા છે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ભાજપમાંથી ચૂંટણી ટિકીટ મેળવીને લડનારા કુલ 14 ઉમેદવારો હતા. જેમાંથી 10 ઉમેદવારો ચૂંટણી જીતી ગયા છે. જ્યારે 4 ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. ચાલો નજર કરીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કયા ઉમેદ
પક્ષપલટો કરી કોંગ્રેસમાં આવેલા 10 ઉમેદવારો જીત્યા  4 ઉમેદવારોને કરવો પડ્યો હારનો સામનો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં(Gujarat Assembly Elections) પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા ઉમેદવારો જીતશે કે હારશે તેના પર સૌ કોઇની નજર હતી. હવે પરિણામ સામે આવી ગયા છે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ભાજપમાંથી ચૂંટણી ટિકીટ મેળવીને લડનારા કુલ 14 ઉમેદવારો હતા. જેમાંથી 10 ઉમેદવારો ચૂંટણી જીતી ગયા છે. જ્યારે 4 ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. ચાલો નજર કરીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કયા ઉમેદવારો જીત્યા અને કોને હારનો સામનો કરવો પડ્યો.
 
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ ઉમેદવારો જીત્યા
પ્રદ્યુમનસિંહ જાડેજા    અબડાસા 
બળવંતસિંહ રાજપૂત   સિદ્ધપુર 
અલ્પેશ ઠાકોર          ગાંધીનગર( દક્ષિણ) 
હાર્દિક પટેલ             વિરમગામ 
કાળુભાઇ ડાભી          ધંધુકા 
કુંવરજી બાવળીયા      જસદણ 
ભગવાનભાઇ બારડ    તલાલા 
જે.વી.કાકડીયા           ધારી 
અક્ષય પટેલ              કરજણ 
જીતુભાઇ ચૌધરી         કપરાડા 
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ ઉમેદવારો હાર્યા 
 જવાહર ચાવડા             માણાવદર 
હર્ષદ રિબડીયા             વિસાવદર 
ઘનશ્યામભાઇ વિરાણી     બોટાદ 
અશ્વિન કોટવાલ            ખેડબ્રહ્મા 
 
સિદ્ધપૂરથી ચૂંટણી જીતનાર બળવંતસિંહ રાજપૂત અગાઉ રાજ્યસભા માટે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને અહેમદ પટેલ સામે માત્ર દોઢ મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભાજપે તેમને સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા અને તેમણે જીત મેળવી છે. તો બીજી તરફ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલની વિરમગામમાં જીત થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.