Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોના મહામારી વચ્ચે દર 30 કલાકે 1 વ્યક્તિ બન્યા અરબપતિ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 2022ની વાર્ષિક બેઠક માટે દાવોસમાં વિશ્વભરના અમિર અને શક્તિશાળી લોકો ભેગા થઇ રહ્યા છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન દર 30 કલાકે એક નવો અબજોપતિ ઉભરી આવ્યો છે. જ્યારે દર 33 કલાકે લગભગ 10 લાખ લોકો ગરીબી રેખા નીચે જાય છે.દાવોસમાં 'પ્રોફિટિંગ ફ્રોમ પેઈન'નો અહેવાલ બહાર પાડતા વધુમાં કહ્યું કે આવશ્યક ચીજવસ્તુઓની કિંમત પાછલા દાયકા
કોરોના મહામારી વચ્ચે દર 30 કલાકે 1 વ્યક્તિ બન્યા અરબપતિ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 2022ની વાર્ષિક બેઠક માટે દાવોસમાં વિશ્વભરના અમિર અને શક્તિશાળી લોકો ભેગા થઇ રહ્યા છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન દર 30 કલાકે એક નવો અબજોપતિ ઉભરી આવ્યો છે. જ્યારે દર 33 કલાકે લગભગ 10 લાખ લોકો ગરીબી રેખા નીચે જાય છે.

Advertisement

દાવોસમાં 'પ્રોફિટિંગ ફ્રોમ પેઈન'નો અહેવાલ બહાર પાડતા વધુમાં કહ્યું કે આવશ્યક ચીજવસ્તુઓની કિંમત પાછલા દાયકાઓ કરતાં વધુ ઝડપથી વધી છે. ખાદ્ય અને ઉર્જા ક્ષેત્રના અબજોપતિઓ દર બે દિવસે પોતાને એક અબજ યુએસ ડોલર સુધી વધારી રહ્યા છે. WEF (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ)  બે વર્ષ પછી દાવોસમાં તેની વાર્ષિક બેઠકનું આયોજન કરી રહ્યું છે.
ઓક્સફેમ ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગેબ્રિએલા બુચરે કહ્યું કે કોવિડના સમયમાં બિઝનેસમાં અવિશ્વસનીય તેજીની ઉજવણી કરવા માટે અબજોપતિ દાવોસ આવી રહ્યા છે. મહામારીને કારણે ખોરાક અને ઊર્જાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. જે કેટલાક અમીર લોકો માટે વરદાન સાબિત થયો છે. જો કે, કોવિડને કારણે લાખો લોકો ગરીબીનો સામનો કરી રહ્યા છે. એવા લાખો લોકો છે જેઓ આ મોંઘવારીનો સામનો કરીને માત્ર જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અહેવાલ દર્શાવે છે કે કોરોના મહામારી દરમિયાન  573 લોકો નવા અબજોપતિ બન્યા છે. એટલેકે  દર 30 કલાકે એક નવો અબજોપતિ બને છે.  Oxfam ઇન્ટરનેશનલએ જણાવ્યું હતું કે તેઓ દર 33 કલાકે 10 લાખ  લોકોના દરે આ વર્ષે 263 મિલિયન વધુ લોકો ગરીબી રેખા નીચે જવાનો અંદાજો છે. 
કોવિડ-19ના પ્રથમ 24 મહિનામાં અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા 23 વર્ષની સરખામણીએ વધુ વધારો થયો છે. વિશ્વના અબજોપતિઓની કુલ સંપત્તિ હવે વૈશ્વિક જીડીપીના 13.9 ટકા જેટલી છે. વિશ્વમાં કુલ મળીને હવે 2,668 અબજોપતિ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, વિશ્વના દસ સૌથી અમીર માણસો હવે માનવ વસ્તીના નીચેના 40% (3.1 બિલિયન વ્યક્તિઓ) કરતાં વધુ સંપત્તિ ધરાવે છે.
Tags :
Advertisement

.