Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-ચીન સીમા નજીક 1 મજૂરનું મોત, અન્ય 18 ગુમ થયા

અરુણાચલ પ્રદેશમાં, ભારત અને ચીનની સરહદ નજીક એક મજૂરનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. વળી 18 અન્ય મજૂરો ગુમ હોવાનું પણ કહેવાય છે. આ તમામ મજૂરો ચીન બોર્ડર પાસે રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા. ઈદ નિમિત્તે સવારી ઉપલબ્ધ ન હોવાથી મોટી સંખ્યામાં મજૂરો પગપાળા ઘરે જવા રવાના થયા હતા. મળી રહેલી માહિતી મુજબ, આ અકસ્માત રસ્તામાં થયો હતો. મૂળ આસામના આ મજૂરો બકરીઈદની રજા મનાવવા પગપાળા à
ભારત ચીન સીમા નજીક 1 મજૂરનું મોત  અન્ય 18 ગુમ થયા
અરુણાચલ પ્રદેશમાં, ભારત અને ચીનની સરહદ નજીક એક મજૂરનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. વળી 18 અન્ય મજૂરો ગુમ હોવાનું પણ કહેવાય છે. આ તમામ મજૂરો ચીન બોર્ડર પાસે રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા. ઈદ નિમિત્તે સવારી ઉપલબ્ધ ન હોવાથી મોટી સંખ્યામાં મજૂરો પગપાળા ઘરે જવા રવાના થયા હતા. 
મળી રહેલી માહિતી મુજબ, આ અકસ્માત રસ્તામાં થયો હતો. મૂળ આસામના આ મજૂરો બકરીઈદની રજા મનાવવા પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા. એવી આશંકા છે કે આ દરમિયાન તેઓ અરુણાચલની કુમી નદીમાં આવેલા પૂર દરમિયાન તણાઇ ગયા બાદ ડૂબી ગયા હતા. આ ઘટના કુરુંગ કુમે જિલ્લાની જણાવવામાં આવી રહી છે. ગુમ થતા પહેલા આ તમામ મજૂરો દામીનમાં રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) પૂર્વોત્તર રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વિશાળ નેટવર્ક બનાવી રહ્યું છે. આ મજૂરોને ભારત-ચીન બોર્ડર પાસેના અંતરિયાળ વિસ્તાર દામીન સર્કલમાં રોડનું કામ પૂરું કરવા માટે લાવવામાં આવ્યા હતા.
પ્રોજેક્ટ સાઈટ ભારત-ચીન બોર્ડર પાસે દામીન હેઠળ આવે છે. ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘીને ટાંકીને કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, એક મૃતદેહ મળી આવ્યો છે. જોકે, સ્થાનિક અહેવાલો અનુસાર, એવી ચર્ચા છે કે દામીનના તમામ મજૂરો કુમી નદીમાં ડૂબી ગયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મજૂરોએ કથિત રીતે કોન્ટ્રાક્ટર બેંગિયા બડોને ઈદના તહેવારની ઉજવણી માટે રજા આપવા વિનંતી કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. આવી સ્થિતિમાં, તેઓ ત્યાંથી પગપાળા ભાગી ગયા, પરંતુ કુરુંગ કુમી જિલ્લાના ગાઢ જંગલોમાં ગાયબ થઈ ગયા હતા. 
મહત્વનું છે કે, અરુણાચલનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે. આ દિવસોમાં વરસાદની મોસમ ચાલી રહી છે, આવી સ્થિતિમાં નદીઓ તોફાની બની રહી છે. આ કારણથી મજૂરો ઝડપથી તણાઇ ગયા હોવાની પણ પૂરી રીતે સંભાવના છે. વળી, મજૂરો એક અઠવાડિયાથી ગાયબ હતા, પરંતુ કોન્ટ્રાક્ટર કે વહીવટીતંત્રે કોઈને કોઈ જ માહિતી આપી ન હતી.
Advertisement
Tags :
Advertisement

.