Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્વીનના નિધન પર ભારતમાં આજે 1 દિવસનો રાજકીય શોક

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) ના નિધન પર આજે ભારતમાં એક દિવસના રાજકિય શોકની જાહેરાત કરવામાં આવી છે. એલિઝાબેથ દ્વિતીયની સ્મૃતિમાં અને તેમના સન્માનમાં દેશભરમાં એક દિવસનો રાજકિય શોકનો દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  8 સપ્ટેમ્બરના રોજ રાણીનું અવસાન થયું હતું. એલિઝાબેથના સન્માનમાં આજે ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવાશે.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં àª
ક્વીનના નિધન પર ભારતમાં આજે 1 દિવસનો રાજકીય શોક
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) ના નિધન પર આજે ભારતમાં એક દિવસના રાજકિય શોકની જાહેરાત કરવામાં આવી છે. એલિઝાબેથ દ્વિતીયની સ્મૃતિમાં અને તેમના સન્માનમાં દેશભરમાં એક દિવસનો રાજકિય શોકનો દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  8 સપ્ટેમ્બરના રોજ રાણીનું અવસાન થયું હતું. એલિઝાબેથના સન્માનમાં આજે ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવાશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લેન્ડની રાણી એલિઝાબેથ II નું 8 સપ્ટેમ્બર 2022 ના રોજ અવસાન થયું હતું.
બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ના સન્માનમાં PM મોદીની સરકારે 11 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાજકિય શોકનો દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે. રાજકિય શોકના દિવસે દેશભરમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન પ્રવૃત્તિઓ યોજવામાં આવશે નહીં તેમ નિવેદનમાં જણાવાયું છે.
દેશના રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તે આપણા સમયની દિગ્ગજ હતા. તે એક દયાળુ વ્યક્તિત્વ હતું જેણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું હતું. અહીં બ્રિટિશ હાઈ કમિશને હાઈ કમિશનર નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છતા લોકો માટે એક શોક પુસ્તક રાખવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.