Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના નવા 03 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ

ગુજરાતમાં (Gujarat)કોરોનાના(Corona)નવા કેસો એકંદરે સ્થિર રહી છે. જેમા 27 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 03 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 03 કેસમાં ગાંધીનગરમાં 01, સુરતમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી ચાર દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાà
03:35 PM Dec 27, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં (Gujarat)કોરોનાના(Corona)નવા કેસો એકંદરે સ્થિર રહી છે. જેમા 27 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 03 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 03 કેસમાં ગાંધીનગરમાં 01, સુરતમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી ચાર દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને સાવચેતી રાખવા માટે તમામ સત્તામંડળોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ એએમસીએ કોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ આરંભી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કર્યો છે.
અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલ
કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી. જો કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ તંત્ર કેટલું સજ્જ છે તેની સમીક્ષા કરવામાં આવી છે.
આપણ  વાંચો- ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રી,કોર્પોરેશનમાં 3 કર્મચારી કોરોના પોઝિટીવ, ચેતજો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActivecaseCoronaGandhinagarGujaratGujaratFirstNewcases
Next Article