Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PFI પર કેમ પ્રતિબંધ મુકાયો? કાળા કારનામાની લાંબી યાદી

કેન્દ્ર સરકારે આખરે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. આ સાથે ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) આ સંગઠન (Organization)ના લોહિયાળ ખેલ અને કાળા કારનામાની લાંબી યાદી પણ બહાર પાડી છે,જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ઘાતકી હત્યાઓમાં સામેલ છે.દેશમાં ભય ફેલાવાનો ઇરાદોકેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશભરમાં
pfi પર કેમ પ્રતિબંધ મુકાયો  કાળા કારનામાની લાંબી યાદી
કેન્દ્ર સરકારે આખરે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. આ સાથે ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) આ સંગઠન (Organization)ના લોહિયાળ ખેલ અને કાળા કારનામાની લાંબી યાદી પણ બહાર પાડી છે,જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ઘાતકી હત્યાઓમાં સામેલ છે.

દેશમાં ભય ફેલાવાનો ઇરાદો
કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશભરમાં બે વખત દરોડા પાડીને આ સંગઠનના 300થી વધુ કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી છે. PFIના તાર પણ ખતરનાક આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા છે. તેનો ઈરાદો દેશના લોકોમાં ભય પેદા કરવાનો હતો.

વિવિધ રાજ્યોમાં થયેલી હત્યાઓમાં હાથ
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના વિવિધ રાજ્યોમાં થયેલી હત્યાઓમાં PFI સામેલ છે. જેમાં 2018માં કેરળમાં અભિમન્યુ, નવેમ્બર 2021માં સંજીથ અને 2021માં નંદુ, 2019માં તમિલનાડુમાં રામાલિંગમ, 2016માં શશિ કુમાર, 2017માં કર્ણાટકમાં શરથ,  2016માં આર. રૂદ્રેશ, પ્રવીણ પૂજારી અને 2022માં પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યામાં સામેલ છે. આ હત્યાઓનો એકમાત્ર હેતુ દેશમાં શાંતિ ડહોળવાનો અને લોકોના મનમાં ભય પેદા કરવાનો હતો.

પીએફઆઈના સભ્યો ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાન ગયા હતા
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સંગઠનની ગતિવિધિઓના ઘણા પુરાવા મળ્યા છે, જે દેશમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની પુષ્ટિ કરે છે. સંગઠનના સભ્યો સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનમાં આઈએસ આતંકવાદી જૂથોમાં જોડાવા ગયા અને ત્યાં ઘણા માર્યા પણ ગયા. કેટલાકની વિવિધ રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે સંબંધ છે. આ સંગઠન હવાલા અને દાન દ્વારા પૈસા એકઠા કરીને દેશમાં કટ્ટરવાદ ફેલાવી રહ્યું છે. યુવાનોને ફસાવીને તેઓને આતંકવાદ તરફ ધકેલી રહ્યા છે.
PFI ના આ સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ
ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે PFI એ સમાજના વિવિધ વર્ગો, યુવાનો, વિદ્યાર્થીઓ અને નબળા વર્ગોને ટાર્ગેટ કરવા માટે તેની કેટલીક આનુષંગિક સંસ્થાઓની સ્થાપના કરી છે. તેનો હેતુ તેનો પ્રભાવ વધારવા અને ભંડોળ એકત્ર કરવાનો હતો. જે સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.

સંગઠનોની અલગ અલગ ભૂમિકા
સરકારનું કહેવું છે કે રિહેબ ઈન્ડિયા PFI ના સભ્યો દ્વારા ભંડોળ એકત્ર કરે છે અને કેમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા, એમ્પાર ઈન્ડિયા ફાઉન્ડેશન, રિહેબ ફાઉન્ડેશન અને કેરળના કેટલાક સભ્યો પણ PFIના સભ્યો છે અને PFIના નેતાઓ જુનિયર ફ્રન્ટ, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ , નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન અને રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને સંકલન કરે છે.

સિમીમાં પણ સામેલ 
PFI એ યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ઇમામ, વકીલો અથવા સમાજના નબળા વર્ગો જેવા સમાજના વિવિધ વર્ગો વચ્ચે તેની પહોંચને વિસ્તારવાના હેતુથી આ સહયોગી સંગઠનોની સ્થાપના કરી છે. PFI અગાઉના સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) નો સભ્ય પણ હતું. સિમી પર અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અઠવાડિયામાં બે વખત દરોડા, 300થી વધુની ધરપકડ
 NIA, ED અને અલગ-અલગ રાજ્યોની પોલીસે PFI વિરુદ્ધ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડીને છેલ્લા એક સપ્તાહમાં 300 થી વધુ લોકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી 22 અને 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરે, દરોડામાં 106 PFI કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 27 સપ્ટેમ્બરે, 247ની ધરપકડ કરવામાં આવી હતી અથવા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.