Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ તો કાયમનું થયું, કોણ કોને આશ્વાસન આપે ?

ભરોસાની સરકારી સિસ્ટમ ?પેપર પછી ફૂટ્યું, પહેલા માણસાઈ ફૂટી ગઈ..2014 થી શરુ થયેલો પેપરલીકનો સીલ સીલો કેમ બંધ નથી થતો?કોણ કોને આશ્વાસન આપે ?ગુજરાતના છેવાડાના ગામડાના ઉમેદવારો જ્યારે પરીક્ષા સેન્ટર પરથી  પરત ફરી રહ્યા હતા ત્યારે એમના ચહેરાપર નિરાશા જોવા મળી.અંદરો અંદર ઉમેદવારો એવી પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે હવે શું ? ' આ તો કાયમનું થયું ' ?ગુજરાતમાં આ ઘટના 13મી વાર બનીપેપર ફૂટ્યું આ શબ
આ તો કાયમનું થયું  કોણ કોને આશ્વાસન આપે
  • ભરોસાની સરકારી સિસ્ટમ ?
  • પેપર પછી ફૂટ્યું, પહેલા માણસાઈ ફૂટી ગઈ..
  • 2014 થી શરુ થયેલો પેપરલીકનો સીલ સીલો કેમ બંધ નથી થતો?

કોણ કોને આશ્વાસન આપે ?
ગુજરાતના છેવાડાના ગામડાના ઉમેદવારો જ્યારે પરીક્ષા સેન્ટર પરથી  પરત ફરી રહ્યા હતા ત્યારે એમના ચહેરા
પર નિરાશા જોવા મળી.અંદરો અંદર ઉમેદવારો એવી પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે હવે શું ? 
" આ તો કાયમનું થયું " ?

ગુજરાતમાં આ ઘટના 13મી વાર બની
પેપર ફૂટ્યું આ શબ્દ હવે ગુજરાતના ઉમેદવારો માટે આ શબ્દ નવો નથી.કારણ કે ગુજરાતમાં આ ઘટના 13મી વાર બની છે.પણ એ નથી સમજાતું કે "પેપરલીક થવાવાળું ગુજરાત "કોણે બનાવ્યું ? 2014 થી લઈ ને 2023 સુધી પેપર ફૂટવાનો સીલ સીલો યથાવત છે.સવાલ એ છે અત્યાર સુધીમાં જે જે પરીક્ષાના પેપર ફૂટ્યા એના અપરાધીઓ શું કરે છે ? હાલ ક્યાં છે કોને કેટલી સજા થઈ ? તપાસ ક્યાં સુધી પહોંચી ? આ સવાલો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો સરકારને પૂછી રહ્યા છે.વહેલી સવારે પરીક્ષાર્થી સેન્ટર પર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પહોંચે અને ત્યાંથીસમાચાર માધ્યમોમાં જાણવા મળે કે તમે જે પરીક્ષા આપવા ગયા છો એનું પેપર લીક થઈ ગયું છે.તો સ્વાભાવિક છે કે ઉમેદવારોમાં રોષ જોવા મળે. ઘટનાના થોડાક કલાકો પછી સરકાર એવી જાહેરાત કરે છે કે પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો સરકારી બસમાં મફતમાં સવારી કરી શકશે.પણ કાયમ માટેનો રસ્તો શું? શું સરકારની આ જાહેરાતથી ઉમેદવારો પોતાની જાતને મનાવી શકશે ? લાખો ઉમેદવારોનો આ પ્રશ્ન સરકાર માટે યક્ષ પ્રશ્ન છે.
"પેપરલીક" પરિવર્તનની જગ્યાએ પુનરાવર્તન કેમ?
પેપરલીક થવાનો સીલસીલો 2014થી યથાવત છે.સરકાર મોટા મોટા વાયદાઓ કરે છે કે ચમરબંધીઓને નહીં છોડવામાં આવે તો પછી અત્યાર સુધી જે ચમરબંધીઓ પકડાયા એમનું સરકારે શું ઉખાડી લીધું ? કેટલા લોકો પકડાયા ? કોને છાવરવાનો પ્રયાસ કરાયો? વારંવાર ક્યાં સુધી પેપરલીકની ઘટનાઓ બનતી રહેશે ? શા માટે ભરોસાની સરકાર કોઈ કડક દાખલો નથી બેસાડતી ?

ઉમેદવારોનો વિશ્વાસ જીતવામાં સરકાર નિષ્ફળ રહી 
શા માટે ઘટનાના મૂળિયા સુધી નથી પહોંચી શકતી સરકાર ? ઉમેદવારોનો વિશ્વાસ જીતવામાં સરકાર નિષ્ફળ રહી છે.
છેલ્લા કેટલાય સમયથી ઉમેદવારો દરેક પરીક્ષાને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને સવાલ પૂછી રહ્યા છે.
ટવીટર જેવા માધ્યમો જાણે ઉમેદાવરો માટે સરકારને સવાલ કરવાના માધ્યમ બની ગયા છે.પરંતુ એક ઉમેદવારની વેદના
એના અંદરના માણસથી વધુ કોણ સમજી શકે?સરકાર ગમે તેટલા દાવા કરે પણ જ્યાં સુધી ઉમેદવારોનો વિશ્વાસ નહીં જીતી શકે ત્યાં સુધી બધા દાવાઓ પોકળ છે.

એવા 10 સવાલો જેના જવાબ ઉમેદવારો માગે છે
1.સરકારના અનેક દાવા છતાં 13મી વાર પેપરલીક કેમ ?
2.પેપરલીક મામલે સરકાર કેમ કોઈ કાયદો નથી લાવતી ?
3.શું ઉચ્ચસ્તરીય બેઠકોથી પેપરલીકનો સીલસીલો બંધ થશે ?
4.પકડાયેલા ચમરબંધીઓ પર કેમ કોઈ ઠોસ કાર્યવાહી નહી ?
5.ચમરબંધીઓની વ્યાખ્યા શું ?
6. પકડાયેલા ચમરબંધીઓ જો ફરીથી પકડાયા તો ભૂતકાળમાં છૂટ્યા કેવી રીતે ?
7.શું ચમરબંધીઓ પર રાજદ્રોહનો ગુનો દાખલ ન કરવો જોઈએ ?
8.શું મોટા સરકારી બાબુઓની છે સંડોવણી ?
9.અત્યાર સુધીના પેપરલીક કાંડના મોટા માફિયાઓ સામે શું કાર્યવાહી થઈ
10.ગુજરાતના આશાસ્પદ યુવાનોને આ છે ભરોસાની " ભેટ" ?


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.