હળવદમાં કેમ થયું ફાયરિંગ ? જાણો સમગ્ર ઘટના
હળવદ (Halwad)ની સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ ફાયરિંગ(Firing) થતાં સોપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ફટાકડાના સ્ટોલ બાબતે માથાકૂટબનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દિવાળીની સીઝનમાં સરા ચોકડી નજીક ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે ચાલતી માથાકૂટમાં લગભગ સાડા નવથી પોણા દસેક વાગ્યાના અરસામાં બોલાચાલી થઇ હતી અને એક જૂથે જà
Advertisement
હળવદ (Halwad)ની સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ ફાયરિંગ(Firing) થતાં સોપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફટાકડાના સ્ટોલ બાબતે માથાકૂટ
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દિવાળીની સીઝનમાં સરા ચોકડી નજીક ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે ચાલતી માથાકૂટમાં લગભગ સાડા નવથી પોણા દસેક વાગ્યાના અરસામાં બોલાચાલી થઇ હતી અને એક જૂથે જાહેરમાં ફાયરિંગ કરતા સરા ચોકડીએ સોપો પડી ગયો હતો.
પોલીસ સ્થળ પર પહોંચી
દરમિયાન, ફાયરિંગની ઘટનાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો સરા ચોકડી ખાતે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાઓ થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા સરા ચોકડી વિસ્તારમાં જાહેરમાં મારામારી અને ત્યાર બાદ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની જાણ પોલીસને થતા હળવદ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે જાતે ફરિયાદ નોંધી
દરમિયાન આ મામલે ખુદ પોલીસ ફરિયાદી બની છે અને ફાયરિંગ કરનાર પંકજ ગોઠી સહિતના સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે રવિવારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફટાકડા સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જેમાં પંકજ ગોઠી અને તેની ટોળકી અને સામે પક્ષે દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલાના જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી.
પોલીસે કોની સામે ગુનો નોંધ્યો
પોલીસે આ મામલે પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમન ગોઠી, મેહુલ રમણિક ગોઠી, મેરો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉર્ફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાન આ પ્રકરણમાં હળવદના પંકજ ગોઠી નામના શખ્સે એસયુવી કારમાં આવી દેશી બનાવટના હથિયારથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાંથી એક ફાયરિંગ બાદ કારતુસનું ખાલી ખોખું અને એક મિસ ફાયર થયેલ કારતુસ ઘટના સ્થળેથી મળી આવ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયુ છે.