Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘઉંના લોટના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ગત વર્ષની સરખામણીએ હાલ 40 ટકા ભાવ વધું

પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના ભાવમાં બે વખત વધારો થયો છે.સરકારી આંકડા અનુસાર,લોટ છુટકમાં રૂ.38 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે પેકમાં તેની કિંમત રૂ.45-55 પ્રતિ કિલો છે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં 40% સુધીનો વધારો થયો છે. જાન્યુઆરી 2022માં છૂટક લોટની કિંમત 25-27 રૂપિયા પ્રતિ કàª
ઘઉંના લોટના ભાવ આસમાનને આંબી રહ્યા છે  ગત વર્ષની સરખામણીએ હાલ 40 ટકા ભાવ વધું
પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના ભાવમાં બે વખત વધારો થયો છે.સરકારી આંકડા અનુસાર,લોટ છુટકમાં રૂ.38 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે પેકમાં તેની કિંમત રૂ.45-55 પ્રતિ કિલો છે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં 40% સુધીનો વધારો થયો છે. જાન્યુઆરી 2022માં છૂટક લોટની કિંમત 25-27 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે પેકમાં બ્રાન્ડેડ લોટ 35 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો હતો. 
નિકાસ પર પ્રતિબંધ છતા ચિંતાની સ્થિતિ 
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં જે રીતે લોટના ભાવ વધી રહ્યા છે તેણે ચિંતાની સ્થિતિ ઉભી કરી છે.  પ્રધાનમંત્રી કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવતા મફત રાશનમાં પહેલા ઘઉં અને ચોખા સમાન માત્રામાં આપવામાં આવતા હતા, પરંતુ ઘઉંના ભાવમાં વધારો થયા બાદ ઘણા રાજ્યોમાં ઘઉં આપવામાં આવતા નથી અથવા ઓછા આપવામાં આવી રહ્યા છે.

ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે  
ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે  છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહાર ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે 2021-22માં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. માર્ચ 2022નો મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ 2022માં દેશનું સરેરાશ મહત્તમ તાપમાન 33.10 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 20.24 ડિગ્રી હતું. તેના કારણે ઘઉંનું ઉત્પાદન 129 મિલિયન ટનને બદલે ઘટીને 106 મિલિયન ટન થયું છે.
ટેકાના ભાવ કરતા માર્કેટમાં સારા ભાવ મળે છે 
લોટના ભાવ વધવાનું બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે સરકારના ટેકાના ભાવ કરતા માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે ઘઉં આપવા કરતા માર્કેટમાં વેચવાનું વધારે પસંદ કરે છે. ભારત સરકારે ઘઉંના ટેકાના ભાવ રૂ. 23 રાખ્યા હતા, પરંતુ વેપારીઓએ રૂ. 25-26 આપીને લોકો પાસેથી ઘઉં ખરીદ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.