Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં પેપર ફૂટવાની ઘટનામાં રાત્રે શું થયું? જાણો ચોંકાવનારી માહિતી

પેપરલિક કાંડના મુખ્ય સૂત્રધાર જ્યાં રોકાયો હતો ત્યાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ પ્રદીપ નાયક અને નરેશ મોહંતી જ્યાં રોકાયા હતા તે હોટેલના દ્રશ્યો ગૂજરાત ફર્સ્ટ પરબંને ગઈકાલે રાત્રે આવ્યા હતા હોટલેATS એ રાત્રે 1.30 વાગ્યા પછી બંનેની અટકાયત કરીસયાજીગંજમાં આવેલ હોટેલ અપ્સરામાં રોકાયા હતા બંને આરોપીઓ હોટલના રૂમ નંબર 4 માં રોકાયાં હતા આરોપી નરેશ મોહંતી સુરતના હજીરાનો વતની અને પ્રદીપ નàª
વડોદરામાં પેપર ફૂટવાની ઘટનામાં રાત્રે શું થયું   જાણો ચોંકાવનારી માહિતી
  • પેપરલિક કાંડના મુખ્ય સૂત્રધાર જ્યાં રોકાયો હતો ત્યાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ 
  • પ્રદીપ નાયક અને નરેશ મોહંતી જ્યાં રોકાયા હતા તે હોટેલના દ્રશ્યો ગૂજરાત ફર્સ્ટ પર
  • બંને ગઈકાલે રાત્રે આવ્યા હતા હોટલે
  • ATS એ રાત્રે 1.30 વાગ્યા પછી બંનેની અટકાયત કરી
  • સયાજીગંજમાં આવેલ હોટેલ અપ્સરામાં રોકાયા હતા બંને આરોપીઓ 
  • હોટલના રૂમ નંબર 4 માં રોકાયાં હતા આરોપી 
  • નરેશ મોહંતી સુરતના હજીરાનો વતની અને પ્રદીપ નાયક ઓરિસ્સાનો વતની હતો
  • પોલીસે હોટલનું DVR અને રજીસ્ટર જપ્ત કર્યું 
  • રાત્રે 9 વાગે બંને આરોપી હોટેલમાં રોકાવા આવ્યા હતા
રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. વડોદરાના કોચીંગ ક્લાસના સંચાલક સહિતના શખ્સોની આ કાંડમાં સંડોવણી જણાઇ છે. ગુજરાત એટીએસની ટીમ શનિવારે રાત્રે પેપરલિક કાંડના એપી સેન્ટર વડોદરા પહોંચી હતી અને ત્યાં આખી રાત શું થયું તેની પળે પળની માહિતી ગુજરાત ફર્સ્ટ પાસે આવી છે. 
એટીએસની ટીમ શનિવારે રાત્રે વડોદરા પહોંચી
સુત્રોએ કહ્યું કે બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ શનિવારે રાત્રે વડોદરા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી કોચીંગ સેન્ટરમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સ પેપર લઇને વડોદરા આવ્યા છે અને વડોદરાની એક હોટલમાં રોકાયા છે. 

 પોલીસે સયાજીગંજ વિસ્તારની હોટલ અપ્સરામાં દરોડો પાડ્યો 
પોલીસ આ બંને શખ્સ જે હોટલમાં રોકાયા હતા તે સ્થળે પહોંચી હતી. રાત્રે દોઢ વાગે પોલીસે સયાજીગંજ વિસ્તારની હોટલ અપ્સરામાં દરોડો પાડ્યો હતો અને હોટલની રુમ નંબર 4માં રોકાયેલા બંને શખ્સોને ઝડપી લીધા હતા. 
 પોલીસે બંનેની અટકાયત કરી
પોલીસે બંનેની તપાસ કરતાં એક શખ્સનું નામ નરેશ મોહંતી હોવાનું અને તે સુરતના હજીરાથી આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. બીજો શખ્સ પ્રદિપ નાયક હોવાનું બહાર આવ્યું હતું. તે મુળ ઓરિસ્સાનો છે. પોલીસે બંનેની અટકાયત કરી હોટલનું સીસી ટીવી ફૂટેજ અને ડીવીઆર તથા રજીસ્ટર કબજે કર્યું હતું. 
શનિવારે રાત્રે 9 વાગે બંને શખ્સ આ હોટલમાં રોકાવા આવ્યા
શનિવારે રાત્રે 9 વાગે બંને શખ્સ આ હોટલમાં રોકાવા આવ્યા હતા. સુત્રોએ કહ્યું હતું કે બંને શખ્સ તેલંગાનાથી પેપર લઇને વડોદરા આવ્યા હતા. મધરાતે તમામ કૌંભાડી ભેગા થવાના હતા અને ત્યાં પેપર લેવા વિદ્યાર્થીઓ પણ આવવાના હતા.  ફૂટેલા પેપરનો ભાવ 12 લાખ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 
પોલીસે રાત્રે 2.21 કલાકે આરોપીઓને ઝડપી લીધા
ત્યારબાદ પોલીસે પુછપરછ શરુ કરી હતી અને એક પછી એક 15 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે રાત્રે 2.21 કલાકે આરોપીઓને ઝડપી લીધા હતા અને તેના સીસી ટીવી પણ બહાર આવ્યા હતા. તમામની પુછપરછ બાદ પેપર ફૂટ્યું હોવાનો પર્દાફાશ થયો હતો અને રવિવારે પરીક્ષા મોકૂફ રહી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.