Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝઘડો, નશો અને ટક્કર...શું થયું હતું એ રાત્રે, જાણો પળેપળની કહાની

ગત 3 જાન્યુઆરીએ દિલ્હી (Delhi)માં સર્જાયેલા ચકચારી કાંઝાવાલા કેસ (Kanjhawala Case)માં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મંગળવારે મૃતક પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ મૃતકની મિત્રએ આ કેસમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ એવા ખુલાસાઓ છે જેણે હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલા તમામ દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. પીડિતા વિશે ચોંકાવનારી વાત કરીઆ એ જ છોકરી છે જે અકસ્માત સમયà«
04:42 AM Jan 04, 2023 IST | Vipul Pandya
ગત 3 જાન્યુઆરીએ દિલ્હી (Delhi)માં સર્જાયેલા ચકચારી કાંઝાવાલા કેસ (Kanjhawala Case)માં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મંગળવારે મૃતક પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ મૃતકની મિત્રએ આ કેસમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ એવા ખુલાસાઓ છે જેણે હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલા તમામ દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. 
પીડિતા વિશે ચોંકાવનારી વાત કરી
આ એ જ છોકરી છે જે અકસ્માત સમયે સ્કૂટી પર પીડિતાની સાથે બેઠી હતી. મંગળવારે દિલ્હી પોલીસે તેની પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું. ત્યાર પછી તેણે મીડિયા સામે જણાવ્યું કે અમે બંને ફરવા નીકળ્યા હતા અને ત્યારે સામેથી કારે અમને ટક્કર મારી. તેની મિત્ર સ્કૂટી ચલાવી રહી હતી. તે નશાની હાલતમાં હતી, તેથી મેં તેને સ્કૂટી ન ચલાવવાનું કહ્યું, પરંતુ તે સંમત ન થઈ.
કાંઝાવાલામાં શું થયું?
તેણે જણાવ્યું કે કાર સાથે ટક્કર બાદ હું એક બાજુ પડી ગઈ અને તેની બહેનપણી કારમાં ફસાઈ ગઈ. તે લોકો તેને ખેંચીને લઈ ગયા. મને ડર હતો કે આ બાબત તેના પર ના આવે તેથી તે ઘેર જતી રહી હતી અને કોઈને કંઈ કહ્યું નહીં. મને બહુ ઈજા નથી થઈ. કારમાં બેઠેલા છોકરાઓ જાણતા હતા કે છોકરી નીચે ફસાઈ ગઈ છે, તે ચીસો પાડી રહી હતી, પણ તેઓએ કાર રોકી નહિ. સવારે મને સમાચારમાં તેના મૃત્યુની ખબર પડી.
માત્ર 10-15 દિવસથી ઓળખતી હતી
મારામારીના સીસીટીવી અંગે તેણે જણાવ્યું કે હું અને તેની મિત્ર હોટલમાં ગયા હતા. રાત્રે પાર્ટી કરીને ત્યાંથી નીકળી ગયા હતા. તેની બહેનપણી સ્કૂટી ચલાવવાની જીદ કરી રહી હતી. જેને લઈને હોટલની બહાર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં તેણે સ્કૂટી ચલાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ ઘરે પહોંચતા પહેલા જ અકસ્માત થયો. અમારી વચ્ચે કોઈ ઝઘડો નહોતો. હું તેને માત્ર એટલું જ કહી રહ્યો હતો કે સ્કૂટી ન ચલાવ. તે પીડિતાને માત્ર 10-15 દિવસથી જ ઓળખતી હતી.
કાર સવારો બધું જ જાણતા હતા.
અત્યાર સુધી પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓ નશામાં હતા. તેઓ દારૂ પી રહ્યા હતા, કારમાં જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું, તેથી જ કારની નીચે આવી ગયેલી છોકરી વિશે તેમને ખબર નહોતી, પરંતુ પીડિતાની બહેનપણીએ  છોકરાઓના આ દાવાઓને ખોટા ગણાવ્યા. તેણે જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે ચારે બાજુ શાંતિ હતી. અકસ્માત દરમિયાન કારમાં કોઈ સંગીત વાગતું ન હતું. આરોપીને ખબર હતી કે તેમની કારની નીચે એક છોકરી ફસાઈ ગઈ છે અને તેણે તેની સંપૂર્ણ અવગણના કરી. તેના કહેવા પ્રમાણે, આ આરોપીઓ સતત કારને આગળ-પાછળ રોકી રહ્યા હતા અને જોરથી બૂમો પાડી રહ્યા હતા. આ પછી બલેનો કારમાં બેઠેલા લોકોએ કાર ચલાવી હતી. તેણે નીચે ઉતરીને એક વાર પણ છોકરીની સંભાળ લીધી નહીં.
યુવતી રડતી હતી
આ કેસમાં પોલીસે પહેલા કહ્યું હતું કે આ અકસ્માતનો મામલો છે. બાદમાં સ્પેશિયલ સીપીએ કહ્યું કે યુવતીને 12 કિમી સુધી ખેંચવામાં આવી હતી. પોલીસ આવી અને નિવેદનો લઇને જતી રહી, પરંતુ 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીની વચ્ચેની રાત્રે કાંઝાવાલામાં જે બન્યું તે અંગે પીડિતાની બહેનપણીનો દરેક ખુલાસો  હચમચાવી નાખે તેવો  છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે જણાવ્યું કે જ્યારે પીડિતા કારની નીચે ફસાઈ ગઈ ત્યારે તે જોર જોરથી રડી રહી હતી, પરંતુ આરોપીઓ પર તેની કોઈ અસર થઈ ન હતી. તે પોતાની મસ્તીમાં હતા અને ફરી ફરીને ગાડી ફેરવતા હતો, ગોળ ગોળ ફરતા હતા.
ચૂપ કેમ રહી
હવે સવાલ એ થાય છે કે મિત્રને અકસ્માત થાય તો તેની સાથેનો મિત્ર શું કરે. તેણે મદદ કેમ ન માંગી?  તેણે પોલીસને કેમ ન બોલાવી?  આસપાસના લોકોને આ અંગે જાણ કેમ ન કરી? તે કહે છે કે અકસ્માતની તસવીરો જોઈને તે ખૂબ જ ડરી ગઈ હતી.  તેને જે રીતે ખેંચવામાં આવી રહી હતી, તે  જોઈને ગભરાઈ ગઈ હતી. આ ડરના કારણે તેણે કોઈની સાથે કોઈ વાત શેર કરી ન હતી.  ઘરે ગયા પછી તેણે તેના પરિવારના સભ્યો સાથે આ ઘટના વિશે વાત કરી હતી. તેણીને ડર પણ હતો કે આ ઘટનાનો દોષ તેના માથે આવી શકે છે, તેથી તેણી પોલીસ પાસે પણ નહોતી ગઈ.
તે બચી શકી હોત
પીડિતાની બહેનપણીએ  કહ્યું કે જો કારમાં બેઠેલા લોકોએ  એકવાર માનવતાની  દ્રષ્ટીએ પણ બહાર જોયું હોત તો  અને ગાડી રોકીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોત તો તેની મિત્ર આજે જીવતી હોત પણ કોઇ પાછું વળીને જોયું પણ ના હોત બહાર જોયો હોત, એક વાર કાર રોકીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોત તો તે આજે જીવતી હોત, પરંતુ કોઈએ પાછું વળીને જોયું પણ નથી.
દુષ્કર્મના પુરાવા નહી
મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ બોર્ડે  પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગળવારે આવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજાના નિશાન નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ ખેંચી જવાને કારણે થયું છે. મૃત્યુનું કારણ ઇજાઓ બાદ આઘાત અને હેમરેજ હોવાનું કહેવાય છે. ખેંચવાને કારણે માથા અને કરોડરજ્જુ પર ઊંડી ઈજાના નિશાન છે. તેવી જ રીતે ડાબા પગનું હાડકું અને બંને ઘૂંટણ તૂટી ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઈજાઓ કાર સાથે અકસ્માતને કારણે થઈ હતી અને ત્યારબાદ તેને ખેંચવામાં આવી હતી.

પીડિતાના અગ્નિસંસ્કાર કરાયા
મંગળવારે  મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો મૃતદેહને તેમના ઘરે લઈ ગયા, ત્યારબાદ તેને સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાળકીના ઘર અને સ્મશાનગૃહની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે  અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન લોકોએ આરોપીઓને ફાંસી આપવાની માંગ પણ કરી હતી.
આ પણ વાંચો--શામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા સાથે આ શું કર્યું?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DelhiDelhiPoliceGujaratFirstKanjhawalaCase
Next Article