Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'કંઈક તો શરમ કરો', અક્ષયે એવું શું કર્યું કે લોકો ગુસ્સે થયા ? જાણો શું છે સમગ્ર મામલો

બોલિવૂડ (Bollywood) એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)ને પણ અનેક પ્રસંગોએ સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર આવું જ કંઈક થયું, જેના કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગયા.  અક્ષયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના પ્રવાસનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા જોવા મળી હતી. વીડિયોમાં તમામ સ્ટાર્સ ગ્લોબ પર ચાલતા જોવા મà
07:04 AM Feb 07, 2023 IST | Vipul Pandya
બોલિવૂડ (Bollywood) એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)ને પણ અનેક પ્રસંગોએ સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર આવું જ કંઈક થયું, જેના કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગયા.  અક્ષયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના પ્રવાસનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા જોવા મળી હતી. વીડિયોમાં તમામ સ્ટાર્સ ગ્લોબ પર ચાલતા જોવા મળ્યા હતા. હવે આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ જમાવી લીધો છે. આ કારણે અભિનેતાને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો
આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, 'ધ એન્ટરટેઈનર્સ ઉત્તર અમેરિકામાં 100 ટકા શુદ્ધ દેશી મનોરંજન લાવવા માટે તૈયાર છે. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, એન્ટરટેઈનર્સ અક્ષય કુમારના ઈન્ટરનેશનલ ટૂરનું નામ છે.


લોકો અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે
આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું, 'કેનેડિયન એક્ટર ભારતના નકશા પર ચાલી રહ્યો છે. આ ભારતીયોનું અપમાન છે. તમારે આ શરમજનક કૃત્ય માટે 150 કરોડ ભારતીયોની માફી માંગવી જોઈએ. કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, 'ભાઈ, અમારા ભારતના લોકોનું થોડું સન્માન કરો.' લોકો ટ્વિટર પર અક્ષયને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે અક્ષય કુમારને કેનેડિયન કુમાર પણ કહ્યા છે. જણાવી દઈએ કે અક્ષયને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. અભિનેતાએ ઘણી વખત કહ્યું છે કે તે હૃદયથી ભારતીય છે.
આ પણ વાંચો--'મમ્મીને પૂછવું પડશે', જાસ્મીને લગ્નના પ્રસ્તાવ પર એવો જવાબ આપ્યો કે ટોની કક્કર જોતો જ રહી ગયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
akshaykumarBollywoodentertainmentGujaratFirst
Next Article