Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NDPSના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપી વલસાડ પોલીસના હાથે ઝડપાયો

કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ... આ કહેવત રાજ્યના છેવાડે આવેલા વલસાડ (Valsad) જીલ્લાના વાપીમાં સાચી ઠરી છે. વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી અંતે વલસાડ એસ.ઓ.જી પોલીસના હાથે હરિયાણાથી ઝડપાયો છે. એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી દયાનંદ મેવાલાલ દુબે વર્ષ 1992 થી એન.ડી.પી.એસ.એકટ ના ગુનામાં ફરાર હતો. જોકે આખરે આ આરોપીને ઝડપી લેવામાં એસ.ઓ.જી પોલીસને સફળતા મળી છે.1992માં પોલીસે à
09:03 AM Feb 06, 2023 IST | Vipul Pandya
કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ... આ કહેવત રાજ્યના છેવાડે આવેલા વલસાડ (Valsad) જીલ્લાના વાપીમાં સાચી ઠરી છે. વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી અંતે વલસાડ એસ.ઓ.જી પોલીસના હાથે હરિયાણાથી ઝડપાયો છે. એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી દયાનંદ મેવાલાલ દુબે વર્ષ 1992 થી એન.ડી.પી.એસ.એકટ ના ગુનામાં ફરાર હતો. જોકે આખરે આ આરોપીને ઝડપી લેવામાં એસ.ઓ.જી પોલીસને સફળતા મળી છે.
1992માં પોલીસે અફિણ ઝડપી લીધુ 
વાત છે વર્ષ 1992 ના જૂન મહિનાની 30 તારીખની જ્યારે જી.આઇ.ડી.સી પોલીસ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતી આ દરમિયાન પોલીસે વાપીના ઔધોગિક વિસ્તારમાં આવેલા સેકેન્ડ ફેસ વિસ્તારમાં છાપો માર્યો હતો. જી.આઇ.ડી.સી પોલીસે મારેલા આ છાપામાં સેકેન્ડ ફેસ વિસ્તારમાં તે સમયે આઈ.સી.ટો કેમિકલ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા રૂમમાં આરોપી દયાનંદ મેવાલાલ દુબેનો ભાઈ છોટેલાલ પ્રધ્યુંમન દુબે એક તોલા જેટલા અફીણ રાખી ઝડપાયો હતો. અને પોલીસે તેના વિરૂધ્ધ એન.ડી.પી.એસ કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી પૂછપરછ હાથ ધરી હતી. 

આરોપી પોલીસથી બચવા ફરાર
પકડાયેલ આરોપી છોટેલાલ પ્રધ્યુંમન દુબેની પોલીસે પૂછપરછ હાથ ધરતા તેણે પોતાના કાકાનો દીકરો દયાનંદ મેવાલાલ દુબે આ અફીણ લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે દયાનંદ મેવાલાલ દુબેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને ઝડપવા પોલીસે તેના વતન મધ્યપ્રદેશમાં અવાર નવાર તપાસ કરી હતી. જોકે તપાસ દરમિયાન આરોપી મળી આવતો ન હતો અને પોલીસ ખાલી હાથ પાછી ફરતી હતી. અને આમ આરોપી લાંબા સમય સુધી પોલીસને ચકમો આપી ફરાર રહ્યો હતો. 
હરિયાણાથી પોલીસે આરોપીને ઝડપી લીધો
જોકે આખરે આરોપી દયાનંદ મેવાલાલ દુબેને ઝડપવામાં વલસાડ જીલ્લા એસ.ઓ.જી પોલીસને સફળતા મળી છે. વલસાડ જીલ્લા એસ.ઓ.જી પોલીસ ને દયાનંદ મેવાલાલ દુબે ની માહિતી મળતાજ પોલીસે તેને હરિયાણા થી ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે જી.આઇ.ડી.સી પોલીસને સોંપતા જી.આઇ.ડી.સી પોલીસે તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
અલગ અલગ રાજ્યોમાં રહેતો હતો
પોલીસથી બચવા આરોપી દયાનંદ મેવાલાલ દુબે પોતાના પરીવારથી અલગ થઇ મહારાષ્ટ્રના મુંબઇ, અને મધ્યપ્રદેશના અન્ય જીલ્લામાં રહેતો હતો અને છેલ્લા બાર વર્ષથી હરિયાણાના કરનાલ જીલ્લામા સ્થાયી થઇ એક કંપનીમાં દેખરેખ રાખવાની નોકરી કરતો હતો.

28 વર્ષે ફરાર થયો હતો અને 58 વર્ષે પકડાયો
વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1992માં જ્યારે આરોપી દયાનંદ મેવાલાલ દુબે વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટનો ગુન્હો નોંધાયો હતો ત્યારે તેની ઉમર 28 વર્ષની હતી અને ત્યારથી આ ગુન્હામાં પોલીસ પકડથી બચવા ફરાર થઇ અલગ-અલગ રાજ્યમાં પરીવારથી દુર રહેતો હતો. જોકે 31 વર્ષ બાદ 58 વર્ષની ઉંમરે આરોપી આરોપી દયાનંદ મેવાલાલ દુબે હરિયાણા થી એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.
31 વર્ષે પકડાયો
આમ આરોપી દયાનંદ મેવાલાલ દુબે લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ રહ્યો હતો અને એક કંપનીમાં ઈજ્જતની નોકરી કરતો હતો. પરંતુ ભૂતકાળમાં આચરેલ એક ગુન્હાએ તેનો પિછો ન છોડ્યો અને જવાનીમાં કરેલ એક ગુનામાં અંતે તે 31 વર્ષે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
આ પણ વાંચો--અમદાવાદમાં 19 લાખ રુપિયાનું એમડી ડ્રગ્સ પકડાયુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstNDPSNDPSCrimeValsadvalsadpolice
Next Article