Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાગઢમાં ટોરેન્ટ ગેસની પાઇપલાઇનના કામ માટે નદીના પાણીનો ઉપયોગ, કિસાન કોંગ્રેસે વ્યક્ત કર્યો વિરોધ

જૂનાગઢમાં ટોરેન્ટ ગેસની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે, જૂનાગઢ બાયપાસ રોડ પર સરગવાડા ગામ નજીક સાઈટ પર તેની કામગીરી ચાલી રહી છે, આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા લોલ નદીમાંથી પાણી લેવાતું હોવાથી કિશાન કોંગ્રેસના મનીષ નંદાણીયાએ વિરોધ વ્યક્ત કર્યો છે અને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.કિશાન કોંગ્રેસના મનીષ નંદાણીયાના જણાવ્યા અનુસાર ટોરેન્ટ ગેસની પાઈપલાઈન માટà«
10:33 AM Jan 16, 2023 IST | Vipul Pandya
જૂનાગઢમાં ટોરેન્ટ ગેસની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે, જૂનાગઢ બાયપાસ રોડ પર સરગવાડા ગામ નજીક સાઈટ પર તેની કામગીરી ચાલી રહી છે, આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા લોલ નદીમાંથી પાણી લેવાતું હોવાથી કિશાન કોંગ્રેસના મનીષ નંદાણીયાએ વિરોધ વ્યક્ત કર્યો છે અને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.
કિશાન કોંગ્રેસના મનીષ નંદાણીયાના જણાવ્યા અનુસાર ટોરેન્ટ ગેસની પાઈપલાઈન માટેની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા લોલ નદીમાંથી દરરોજ સો થી દોઢસો ટેન્કર પાણીના લેવાય છે, જ્યારે લોલ નદીનું પાણી ખેડૂતો તેમજ આસપાસના રહેવાસીઓના પાણીના બોર કુવાઓ રીચાર્જ કરવા તથા સિંચાઈના હેતુ માટે ઉપયોગમાં લેવાય છે, એટલું જ નહીં પણ કોન્ટ્રાક્ટર પાણીનો ઉપયોગ કર્યા બાદ દૂષિત પાણી ફરી નદીમાં જ ઠાલતાં હોવાનો મનીષ નંદાણીયાએ આક્ષેપ કર્યો છે, કંપની પાસે નદીમાંથી પાણી લેવાની કોઈ મંજૂરી નથી, તેમણે પોતાના કામ માટે જોઈતા પાણીની વ્યવસ્થા અલગથી કરવાની હોવા છતાં નદીમાંથી પાણી લેતાં હતા વળી ડ્રીલીંગમાં વપરાયેલા પાણીનો નિકાલ પણ ફરી નદીમાં થાય છે. જે બાબતે કિસાન કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ ઘટનાને ગંભીર ગણીને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી  માંગ કરી છે.
આ પણ વાંચોઃ  વંથલીના બંધડા ગામે મંદિરમાં ત્રાટકયા તરસ્કરો, 3 લાખની કિંમતના નાગદેવતાના ચાંદીનાં થાલાની ચોરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GaspipelineGujaratFirstJunagadhKisanCongressprotestedrivertorrentgas.pipelineworkwater
Next Article