અમેરિકાની સેનાએ ISISના આતંકી બિલાલને લાદેન સ્ટાઇલથી ઠાર કર્યો
અમેરિકી સેના (US Army)એ ઉત્તરી સોમાલિયા (Somalia)માં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદી (Terrorist) બિલાલ અલ-સુદાનીને તેના લગભગ 10 સાથીઓ સાથે મારી નાખ્યો છે. રોયટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં જે રીતે અમેરિકી સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને માર્યો હતો તેવી જ રીતે અમેરિકન સેનાએ બિલાલ અલ-સુદાનીને મારી નાખ્યો હતો.ISISનો નાણાકિય સુત્રધાર હતોઅમ
02:06 AM Jan 27, 2023 IST
|
Vipul Pandya
અમેરિકી સેના (US Army)એ ઉત્તરી સોમાલિયા (Somalia)માં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદી (Terrorist) બિલાલ અલ-સુદાનીને તેના લગભગ 10 સાથીઓ સાથે મારી નાખ્યો છે. રોયટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં જે રીતે અમેરિકી સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને માર્યો હતો તેવી જ રીતે અમેરિકન સેનાએ બિલાલ અલ-સુદાનીને મારી નાખ્યો હતો.
ISISનો નાણાકિય સુત્રધાર હતો
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલાલ અલ-સુદાની સમગ્ર આફ્રિકામાં ISISને વિસ્તારવા અને અન્ય ગતિવિધિઓને અંજામ આપવા માટે એક મોટી યોજના બનાવી રહ્યો હતો. બુધવારે અમેરિકી સૈન્ય ઓપરેશને પર્વતીય ગુફા સંકુલની અંદર બિલાલ અલ-સુદાનીને નિશાન બનાવ્યો હતો. બિલાલ ગ્લોબલ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન (આઈએસઆઈએસ) માટે મોટો નાણાકીય સહાયક હતો.
મહિનાઓના આયોજન બાદ મિશન તૈયાર
એક નિવેદનમાં, યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને જણાવ્યું હતું કે, "આ ઓપરેશન યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશોને વધુ સુરક્ષિત બનાવે છે, અને તે અમેરિકનોને દેશ અને વિદેશમાં આતંકવાદના ખતરાથી બચાવવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે." લોયડે જણાવ્યું કે આ મિશન મહિનાઓના આયોજન બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેનને ગયા અઠવાડિયે જ આ મિશન વિશે જાણ કરવામાં આવી હતી. ઑસ્ટિન અને જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફના અધ્યક્ષ આર્મી જનરલની ભલામણને પગલે બિડેને આ અઠવાડિયે ઓપરેશન માટે અંતિમ મંજૂરી આપી હતી.
વર્ષોથી અમેરિકન ગુપ્તચર અધિકારીઓના રડાર પર હતો
ઓસ્ટીને જણાવ્યું હતું કે અલ-સુદાની વર્ષોથી અમેરિકી ગુપ્તચર અધિકારીઓના રડાર પર છે. તેણે આફ્રિકામાં ISISની કામગીરી તેમજ અફઘાનિસ્તાનમાં કાર્યરત ISIS-K આતંકવાદી શાખાને ભંડોળ પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગયા વર્ષે આરોપ મૂક્યો હતો કે અલ-સુદાનીએ અન્ય IS ઓપરેટિવ, અબ્દલ્લાહ હુસૈન અબાદિગા સાથે નજીકથી કામ કર્યું હતું, જેણે દક્ષિણ આફ્રિકામાં યુવાનોની ભરતી કરી હતી અને તેમને હથિયાર તાલીમ શિબિરોમાં મોકલ્યા હતા.
આ પણ વાંચો---સમલૈંગિકતા ગુનો નથી, પોપ ફ્રાન્સિસે કહ્યું - તેને ગુનો જાહેર કરતા કાયદાની નિંદા કરૂં છું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article