વડોદરામાં 'ઉલટા ચોર કોટવાલ કો ડાંટે' જેવો ઘાટ સર્જાયો, જાણો શું બન્યું
કોઇપણ ઘટનામાં પોલીસના પરિવારનો કોઇ વ્યકતી સામેલ હોય તો પોલીસ तुરત જ બચાવની ભુમિકામાં આવી જાય છે. આવા અસંખ્ય બનાવો બનતાં રહે છે. વડોદરામાં પણ કંઇક આવો જ બનાવ બન્યો છે. જેમાં ગોત્રી પોલીસે અકસ્માત સર્જાનાર ડીવાયએસપીના પુત્ર સામે ફરિયાદ નોંધવાના બદલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક સામે ફરિયાદ નોંધતા ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો છે.પોલીસ પુત્રએ અકસ્માત સર્જી દાદાગીરી કà
કોઇપણ ઘટનામાં પોલીસના પરિવારનો કોઇ વ્યકતી સામેલ હોય તો પોલીસ तुરત જ બચાવની ભુમિકામાં આવી જાય છે. આવા અસંખ્ય બનાવો બનતાં રહે છે. વડોદરામાં પણ કંઇક આવો જ બનાવ બન્યો છે. જેમાં ગોત્રી પોલીસે અકસ્માત સર્જાનાર ડીવાયએસપીના પુત્ર સામે ફરિયાદ નોંધવાના બદલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક સામે ફરિયાદ નોંધતા ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો છે.
પોલીસ પુત્રએ અકસ્માત સર્જી દાદાગીરી કરી
બુધવારે વડોદરા શહેરના પ્રિયા સિનેમા નજીક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તેમાં પુરફાટ ઝડપે ધસી આવેલો બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.દરમિયાન પુર ઝડપે બાઇક હંકારનાર યુવકે કાર ચાલક યુવકને મૂઢ માર મારતા મામલો ગરમાયો હતો.અકસ્માત ના સ્થળ પર હાજર ટોળાએ અકસ્માત સર્જનાર બાઇક ચાલકને મારામારી ન કરવા જણાવતા યુવકે પોતે પોલીસ પુત્ર હોવાનો દાવો કર્યો હતો અને ત્યાર બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.ત્યારબાદ પોતાને પોલીસ પુત્ર ગણાવતા અને વડોદરા ગ્રામ્ય DYSPના પુત્ર યશરાજ સિંહ સુદર્શન સિંહ વાળાએ ગોત્રી પોલીસે ફરિયાદ નોંધાવતા ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો હતો.
ઇજાગ્રસ્ત યુવકની ફરીયાદ લેવાનો ગોત્રી પોલીસનો ઇન્કાર
મહત્વનું છે કે વડોદરા ગ્રામ્ય DYSP વાળા ના સુપુત્ર પોતે પોલીસ પુત્ર હોવાનો રોફ ઝાડતા ઇજાગ્રસ્ત યુવક સહિત ટોળાએ મામલો થાળે પાડ્યો હતો પરંતુ પોતે અકસ્માત સર્જી ઉલટાનું ઇજાગ્રસ્ત યુવક વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવતા લોકો પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકે હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા ગોત્રી પોલીસે ઇજાગ્રસ્ત યુવક ની ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. યુવક સહિત તેના પરિવારે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ વિભાગ,વડોદરા શહેર પોલીસ કમિશનર સામે મદદ માટે હાથ લંબાવ્યા છે . સમગ્ર મામલે ગોત્રી પોલીસ અકસ્માત માં ઇજાગ્રસ્ત યુવક ની ફરિયાદ લેશે કે કેમ તે વિશે સવાલ ઉભા થયા છે.
Advertisement