ઇડર અને વડાલીમાં એક જ રાતમાં ત્રણ ATM મશીનો તોડી લાખ્ખોની ચોરીને અંજામ
સાબરકાંઠા જિલ્લાના ઈડર તેમજ વડાલી તાલુકામા શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે જુદી જુદી બેંકના ત્રણ એ.ટી.એમ મશીનો તોડી લાખોની ચોરીને અંજામ આપી ચોર ટોળકી પ્લાયન થઈ જતાં પોલીસ તંત્રની ઉંઘ હરામ થઈ છે.. ATMને કેમ રામ ભરોસે છોડી દેવાય છે ?એસ.બી.આઈ બેંકનાં એ.ટી.એમ મશીનમાંથી લાખોની ચોરી કરવાના બનાવને લઈ બેંકના સિક્યુરિટી ગાર્ડ ન રાખવાને લઇને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે શું બેન્કો સિક્à
Advertisement
સાબરકાંઠા જિલ્લાના ઈડર તેમજ વડાલી તાલુકામા શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે જુદી જુદી બેંકના ત્રણ એ.ટી.એમ મશીનો તોડી લાખોની ચોરીને અંજામ આપી ચોર ટોળકી પ્લાયન થઈ જતાં પોલીસ તંત્રની ઉંઘ હરામ થઈ છે..
ATMને કેમ રામ ભરોસે છોડી દેવાય છે ?
એસ.બી.આઈ બેંકનાં એ.ટી.એમ મશીનમાંથી લાખોની ચોરી કરવાના બનાવને લઈ બેંકના સિક્યુરિટી ગાર્ડ ન રાખવાને લઇને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે શું બેન્કો સિક્યુરિટી ગાર્ડ વગર એ.ટી.એમ મશીનોને રામ ભરોસે છોડી દે છે એ.ટી.એમ મશીનોમાં રાખેલી લાખોની રકમ શું રામ ભરોસે છે ? બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ કેમ મૂકવામાં આવતા નથી જેવા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે ત્યારે ઈડર શહેરમાંથી પસાર થતો હાઈવે જે દિવસ રાત ધમધમતો હોય છે અને એકજ રાતમાં આ હાઈવે રોડ પર ઈડરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી આઈ.ડી.એફ.સી ફર્સ્ટ નામની બેન્કનું એ.ટી.એમ મશીન તોડીને ચોરોએ ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગેસ કટર વડે કાપ્યા ATM મશીન
વડાલી પોલીસ મથકેથી થોડેક દૂર આવેલ એસ.બી.આઈ બેંકના એ.ટી.એમ સહિત વડાલીના ડોભાડા ચોકડી ખાતેના ખાનગી કંપનીના એ.ટી.એમ ને ગેસ કટર વડે કાપી એકજ રાતમાં ત્રણ એ.ટી.એમ મશીન માંથી લાખોની ચોરી થયાનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે ઈડર તેમજ વડાલી તાલુકાના એ.ટી.એમ મશીનોમાંથી થયેલી ચોરીને લઈ બેંક મેનેજરોએ ઈડર તેમજ વડાલી પોલીસ મથક ખાતે અજાણ્યાં ચોર ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.જેમાં વડાલી એસબીઆઇ બેંકના એટીએમમાંથી 11લાખ થી વધુની ચોરીની વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.જોકે ચોર ઈસમો એ ગેસ કટરથી એટીએમ કાપી ચોરી કરી છે તેમજ સીસીટીવી કેમેરા પર સ્પ્રે જેવો પદાર્થ છાંટી સીસીટી પર ચોરી કરાઈ છે જોકે પોલીસે હાલ માં અન્ય સીસીટીવી ફૂટેજ કબજે લઈ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.