Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી બદલી ગયા આ નિયમો, આ યોજનાઓમાં પણ થયો ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે?

મે મહિનો પુરો થઇ ગયો અને જૂન મહિનો શરુ થઇ જશે. જૂન મહિનો શરુ થતાની સાથે જ વિવધ સરકારી યોજના અને નિયમોમાં ઘણા ફેરફાર થઇ જશે. આ યોજના અને નિયમો એવા છે કે જેની સીધી અસર તમારા પાકીટ અને ખિસ્સા પર થશે. આવતીકાલ એટલે કે પહેલી જૂનથી સરકારે કરેલા ફેરફારો લાગુ થઇ જશે. તો જાણો કઇ કઇ યોજના અને નિયમમાં આવતીકાલથી ફેરફાર થવા જઇ રહ્યો છે?7 વર્ષ બાદ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJ
આજથી બદલી ગયા આ નિયમો  આ યોજનાઓમાં પણ થયો ફેરફાર  જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે
મે મહિનો પુરો થઇ ગયો અને જૂન મહિનો શરુ થઇ જશે. જૂન મહિનો શરુ થતાની સાથે જ વિવધ સરકારી યોજના અને નિયમોમાં ઘણા ફેરફાર થઇ જશે. આ યોજના અને નિયમો એવા છે કે જેની સીધી અસર તમારા પાકીટ અને ખિસ્સા પર થશે. આવતીકાલ એટલે કે પહેલી જૂનથી સરકારે કરેલા ફેરફારો લાગુ થઇ જશે. તો જાણો કઇ કઇ યોજના અને નિયમમાં આવતીકાલથી ફેરફાર થવા જઇ રહ્યો છે?
7 વર્ષ બાદ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજનાઓમાં સુધારો કર્યો છે. જેથી બંને યોજનાઓનું પ્રીમિયમ વધી ગયું છે. બંને યોજાનના પ્રીમિયમમાં 1.25 રૂપિયા પ્રતિ પ્રીમિયમનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ બંને સ્કીમમાં BS 342નું રોકાણ કરવું પડતું હતું, પરંતુ હવે સરકાર દ્વારા પ્રીમિયમ વધાર્યા બાદ તમારે બંને સ્કીમને જોડીને વર્ષમાં 456 રૂપિયા જમા કરાવવા પડશે.
બીજી યોજનાની વાત કરીએ તો પહેલી જૂનથી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ મફત ઘઉંનો ક્વોટા ઘટાડવામાં આવશે. આ અંતર્ગત 1 જૂનથી યુપી, બિહાર અને કેરળમાં 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખાને બદલે માત્ર 5 કિલો ચોખા મળશે.
1 જૂનથી દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) વધીને 7.05 ટકા થઈ ગયો છે. રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) પણ 0.40 ટકા વધીને 6.65 ટકા થયો છે. આની સીધી અસર ગ્રાહકોની વિવિધ લોનની EMI પર પડશે, એટલે કે તમારી લોન હવે વધુ મોંઘી થશે.
ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો 1 જૂનથી લાગુ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વખતે તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હોલમાર્કિંગ સ્ટાન્ડર્ડ મુજબ 14, 18, 20, 22, 23 અને 24 કેરેટની જ્વેલરી 1 જૂનથી વેચવામાં આવશે. એટલે કે હવે હોલમાર્કિંગ વગર સોનું વેચવું શક્ય નહીં બને. આ વખતે તેમાં 20, 22 અને 24 કેરેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ગ્રાહકોએ હોલમાર્કિંગ ચાર્જ તરીકે દરેક જ્વેલરી પર 35 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
1 જૂનથી કાર અને બાઇકનો વીમો મોંઘો થશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા થર્ડ પાર્ટી મોટર વાહન વીમા માટે પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે કારની એન્જિન ક્ષમતા અનુસાર પ્રીમિયમ ચૂકવવું પડશે.
એક્સિસ બેંક પણ 1 જૂનથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. એક્સિસ બેંકે ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરી છે. આ સાથે ઓટો ડેબિટ સફળ ના થાય તો દંડ પણ વધારી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. ક્યારેક તેમાં વધારો થાય છે તો ક્યારેક તેના ભાવમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં 1 જૂનથી ગેસના ભાવમાં પણ ફેરફાર થવાની સંભાવના છે.
Advertisement
Tags :
Advertisement

.