Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રહ્યા એ કારણો, જેનાથી 7મી વખત PM MODIએ ભાજપને અપાવી જીત

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)માં સતત સાતમી વખત જીત નોંધાવીને અને પ્રચંડ બહુમત મેળવીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક નવો ઇતિહાસ રચી દીધો છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછીથી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની((BJP) આ અત્યારસુધીની સૌથી મોટી જીત છે. ભાજપ માટે આ જીત ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થનારા પરંપરાગત મુકાબલાને બદલે આ વખતે આમ આદમà«
12:48 PM Dec 08, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)માં સતત સાતમી વખત જીત નોંધાવીને અને પ્રચંડ બહુમત મેળવીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક નવો ઇતિહાસ રચી દીધો છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછીથી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની((BJP) આ અત્યારસુધીની સૌથી મોટી જીત છે. ભાજપ માટે આ જીત ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થનારા પરંપરાગત મુકાબલાને બદલે આ વખતે આમ આદમી પાર્ટીની દમદાર ટક્કરે આ ચૂંટણીને વધુ રોમાંચક બનાવી દીધી હતી. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે મફત વીજળી અને મફત પાણી, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા તેમજ ખેડૂતોના દેવાની માફી જેવી રેવડીઓ દ્વારા ગુજરાતની જનતાને લલચાવવાની ભરપૂર કોશિશો  કરી. બીજી બાજુ, કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ પ્રકારના આકર્ષક વાયદાઓ અને વચનોથી મતદાતાઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ, ગુજરાતની જનતાએ એકવાર ફરી ભાજપાને વિજયી બનાવીને ભગવા પાર્ટી પરની પોતાની આસ્થાને જાળવી રાખી છે. 
આ રહ્યા કારણો
હવે સવાલ એ છે કે એવા કયા કારણો છે, જેના લીધે સત્તાની દ્રષ્ટિ એ છેલ્લા 27 વર્ષોથી ગુજરાતમાં રાજ કરી રહેલા ભાજપ પર  ગુજરાતીઓએ ફરી એક વાર ભરોસો મુક્યો છે.  
જનનાયક મોદી
2001માં કેશુભાઈ પટેલના સ્થાન પર મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નરેન્દ્ર મોદી વિશે ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ વ્યક્તિત્વ ભવિષ્યમાં એક ચમત્કારિક વ્યક્તિત્વ તરીકે લોકોના હૃદયમાં પોતાની એક આગવી જગ્યા બનાવી લેશે. ભૂકંપની ભયંકરતાથી બેહાલ બનેલા ગુજરાતને ફરીથી બેઠું કરવાના મહત્વપૂર્ણ કાર્યને સફળતાપૂર્વક અંજામ આપીને મોદીએ લોકોના દિલોમાં એક આશાનું કિરણ પ્રગટાવ્યું. સુસ્ત વહીવટીતંત્રને તંદુરસ્ત અને સંવેદનશીલ બનાવીને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સુશાસનનો પાયો નાખ્યો. નરેન્દ્ર મોદીએ શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો-રોકાણો તેમજ કાયદો-વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા સામાન્ય જનતાના મન-મગજ પર પોતાની ઊંડી છાપ છોડી.
પાણી
એક સમય હતો જ્યારે ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ભારે અછત હતી. એક તો શુષ્ક રાજ્ય અને ઘણીવાર દુષ્કાળનો માર પડવાને કારણે ગુજરાતના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગુજરાતમાં નહેરોનું એક વ્યાપક નેટવર્ક તૈયાર કરવાથી માંડીને સુજલામ-સુફલામ યોજના અને સૌની યોજનાને સાકાર સ્વરૂપ આપીને મોદીએ ખેડૂતોની એક બહુ મોટી સમસ્યાનું સમાધાન લાવવાની દિશામાં મજબૂત પગલાંઓ ભર્યા. મોદીએ દાયકાઓથી અટકેલી સરદાર સરોવર નર્મદા યોજનાને પૂર્ણ કરવા માટે તત્કાલીન કેન્દ્ર સરકાર અને યોજનાના વિરોધીઓની સામે ઝીંક ઝીલી, તેમને મ્હાત કર્યા અને નર્મદાના નીર ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી. આ રીતે, ગુજરાત માટે પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરીને મોદીએ રાજ્યની એક મોટી સમસ્યાનું મહદ્અંશે સમાધાન લાવી દીધું. ક્યારેક પાણીની અછતવાળા રાજ્યથી લઇને હવે પર્યાપ્ત પાણીની ઉપલબ્ધતાવાળા રાજ્ય સુધીની ગુજરાતની સફરનું નેતૃત્વ કરનારા મોદીને જનતા આ કારણે પણ ચૂંટણીમાં વિજયની ભેટ આપે છે. નીતિ આયોગના જળ વ્યવસ્થાપન સૂચકાંકમાં ગુજરાત સતત 3 વર્ષોથી સર્વશ્રેષ્ઠ રાજ્ય રહ્યું છે. આ જ રીતે 2019માં પણ ગુજરાતને સમગ્ર દેશમાં જળ વ્યવસ્થાપનમાં બેસ્ટ સ્ટેટની કેટેગરીમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાત દેશના એ સિલેક્ટેડ રાજ્યોની શ્રેણીમાં આવી ગયું છે જે 100 ટકા નલથી જલ જાહેર થઈ ચૂક્યા છે.
શાંત અને સુરક્ષિત ગુજરાત  
ગુજરાતીઓએ એ સમય પણ જોયો છે જ્યારે રાજ્યમાં ગુંડાઓ અને માફિયાઓનો જબરદસ્ત દબદબો હતો. કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિએ નાગરિકોના મનમાં ભય પેદા કરી દીધો હતો. મોદીએ રાજ્યમાં સત્તાની કમાન સંભાળી તે પછીથી ગુંડાઓ અને માફિયાઓ સાથે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પરિણામ એ આવ્યું કે, અસામાજિક તત્વોની કમર ભાંગી નાખવામાં આવી અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ. આ રીતે ગુજરાતની છબિ એક શાંત અને સુરક્ષિત રાજ્ય તરીકે સ્થાપિત થઇ. એટલું જ નહીં, મોદીનું નામ જ શાંતિનો પર્યાય બની ગયું અને એટલે જ જનતા તેમના કેન્દ્ર સરકારમાં ગયા પછી પણ તેમના નામ પર ભાજપાને વોટ આપે છે.
કૃષિ
કૃષિ ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં કૃષિ ક્ષેત્રની આવક રૂ.9000 કરોડથી વધીને રૂ.2,05,000 કરોડ થઈ ગઈ છે. નહેરોના વિશાળ નેટવર્કનું નિર્માણ કરીને ગુજરાતે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરી દીધી છે. છેલ્લા બે દાયકાઓ દરમિયાન ગુજરાતનો કૃષિ વિકાસનો દર ડબલ ડિજિટની આસપાસ રહ્યો છે. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષોમાં 12 હપ્તાઓ દ્વારા ગુજરાતના 57 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં રૂ.12,565 કરોડ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 
વીજળી
મોદીના મુખ્યમંત્રી બનતા પહેલા ગુજરાતમાં વીજળી ક્ષેત્રની હાલત કંઇ બહુ સારી નહોતી. વીજળીની કપાતથી પરેશાન સામાન્ય નાગરિકો અને ખેડૂતોની સ્થિતિને બદલવા માટે મોદીએ જ્યોતિગ્રામ યોજના લાગુ કરી. ભારતમાં આ પ્રકારની આવી પ્રથમ યોજનાએ રાજ્યના મોટા શહેરો સહિત 18,000 ગામડાઓમાં 24 કલાક નિરંતર વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, ખેડૂતો અને વેપારીઓ તમામને આ યોજનાથી ફાયદો થયો છે. છેલ્લા 20 વર્ષોથી ગુજરાત સતત એક પાવર સરપ્લસ સ્ટેટ બન્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે દેશમાં પહેલીવાર 2009માં સૌર ઊર્જા નીતિની જાહેરાત કરી હતી. 
ગરીબો-વંચિતોનું સશક્તિકરણ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષોમાં 71 લાખ પરિવારોના 3.47 કરોડ લોકોને નિઃશુલ્ક રાશન આપવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષોમાં આપવામાં આવેલા નિઃશુલ્ક ઘઉં-ચોખાની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું અનાજ ગરીબોને મફતમાં ઉપલબ્ધ કરાવ્યું છે. આ જ રીતે, ગરીબ કલ્યાણ મેળાઓના 13 તબક્કાઓમાં 1.70 કરોડ ગરીબો અને જરૂરિયાતમંદોને રૂ.35,000 કરોડથી વધુની સહાયતા આપવામાં આવી છે.
શિક્ષણ
ગુજરાતમાં બાળકો માટે સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 5268 સ્માર્ટ શાળાઓ કાર્યરત છે. આ 5268 સ્માર્ટ સ્કૂલોમાં 15,173 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. ગુણોત્સવ, પ્રવેશોત્સવ અને રાજ્ય સરકારની અન્ય પ્રોત્સાહક યોજનાઓ અને પહેલોથી પ્રાથમિક શિક્ષણમાં ઘણા સકારાત્મક ફેરફારો થયા છે. ગુજરાતમાં શાળા છોડવાનો દર 2002માં લગભગ 37 ટકા હતો, જે આજે ઘટીને માત્ર 3 ટકા રહ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્યની 54,273 સરકારી અને ખાનગી શાળાઓમાં દરરોજ 11.4 મિલિયન વિદ્યાર્થીઓ અને 3.92 લાખ શિક્ષકોની ઓનલાઈન હાજરીનો રેકોર્ડ રાખે છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો ગુજરાતમાં ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, આગામી 5 વર્ષમાં રાજ્યની 20,000 શાળાઓમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે લગભગ 10,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

મહિલા સશક્તિકરણ
ગુજરાતની મહિલાઓ કાયદો અને વ્યવસ્થાથી ઘણી ખુશ છે. મહિલા સુરક્ષા માટે રાજ્યમાં એક સમર્પિત ટીમ "SHE ટીમ" તૈનાત કરવામાં આવી છે. આ નિર્ણયે મહિલાઓ વિરુદ્ધ અપરાધના દરને ઘટાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ડાયલ નંબર 100 અને 181 અભયમ પર, મહિલાઓ અને બાળકો સંબંધિત ફરિયાદો પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે છે. એપ્રિલ-2015થી 181 અભયમ હેલ્પલાઇન કાર્યરત છે, જેમાં 54.25 લાખથી વધુ મહિલાઓને કટોકટીના સમયમાં મદદ કરવામાં આવી છે. જૂલાઈ 2017થી, ગુજરાતના 33 જિલ્લાઓમાં કુલ 335 'વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટર' કાર્યરત છે. વર્ષ 2022માં 18,193 મહિલાઓએ આ સેન્ટરોની મદદ લીધી છે. સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓને સમાન પ્રતિનિધિત્વ મળ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 50 ટકા અને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત છે.
આદિવાસીઓનું સશક્તિકરણ
છેલ્લા 20 વર્ષમાં આદિવાસી કલ્યાણ માટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. બજેટમાં 26 ગણો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2002-03ના રૂ.100.80 કરોડના બજેટની સામે, વર્ષ 2021-22માં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂ.2,656.40 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. વન અધિકાર અધિનિયમના સફળ અમલીકરણ સાથે, રાજ્ય સરકારે 91,884 વ્યક્તિગત દાવાઓને માન્ય ઠેરવીને 60,837 હેક્ટર જંગલ જમીનના અધિકારો આદિવાસી લોકોને આપ્યા છે.
વાઈબ્રન્ટ ગુજરાત
ભારતમાં સૌપ્રથમવાર તત્કાળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ અને વિશ્વના રોકાણકારો માટે એક મોટી કોન્ફરન્સ - વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું. મોદીએ ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના આજના કોન્સેપ્ટ પર ઘણા સમય પહેલા કામ શરૂ કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટની દ્વિવાર્ષિક આવૃત્તિઓની અદ્ભુત સફળતાએ ગુજરાતને દેશમાં એક અગ્રણી રાજ્ય બનાવ્યું છે. મોટા પાયે ઉદ્યોગ અને રોકાણને આકર્ષવાથી ગુજરાતના વિકાસને નવી દિશા મળી છે અને રોજગારીની વિશાળ તકો ઊભી થઈ છે. ગુજરાતને પ્રગતિના પંથે ઝડપી ગતિએ આગળ ધપાવવા માટે નાગરિકો મોદી પર વિશ્વાસ રાખે છે અને ભાજપની સરકાર બનાવે છે.
ડબલ એન્જિન સરકાર
બે સરકારો વચ્ચે સંવાદિતા એ રાજ્યની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. ગુજરાત અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચેના મૈત્રીપૂર્ણ સમન્વયે રાજ્યના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે આ ચૂંટણીઓમાં ડબલ એન્જિન સરકારના નારાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ખરેખર અસરકારક સાબિત થયું છે. લોકો સહમત છે કે યોજનાના અમલીકરણ અને ભંડોળની ફાળવણીથી લઈને મોટા પ્રોજેક્ટ્સની મંજૂરી સુધી, રાજ્યને લાભ પહોંચાડવામાં કેન્દ્ર સરકારની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ગિફ્ટ સિટી, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જેવા અનેક પ્રોજેક્ટ કેન્દ્રના સહકારથી સાકાર થઈ રહ્યા છે.
મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી
મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નિર્ણય લેવાની મક્કમતા ગુજરાતના લોકોને પસંદ આવી. સરળ વ્યક્તિત્વથી સમૃદ્ધ ભૂપેન્દ્ર પટેલે મોદીના વારસાને ખૂબ જ સરળતાથી આગળ ધપાવ્યો. માત્ર વાતો જ કરતા રહેવાથી દૂર રહેતા ભૂપેન્દ્રભાઈએ સામાન્ય માણસના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે વિકાસના અનેક માપદંડોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એમ કહી શકાય કે તેમની સાદગી અને મોદીના દર્શાવેલા માર્ગ પર ચાલવાના તેમના કૌશલ્યએ લોકોને આ ચૂંટણીમાં ભાજપને મત આપવા માટે પ્રેરિત કર્યા.
ગુજરાતી ગૌરવ
ગુજરાતના સાડા છ કરોડ લોકો પોતાને PM નરેન્દ્ર મોદી સાથે જોડે છે. તેમને લાગે છે કે આજે તેમનામાંથી એક ગુજરાતી દેશ અને દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યો છે.PM મોદીના શાસનમાં વિશ્વના મોટા દેશોમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે, જેણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશો સાથેના સંબંધોમાં ઘનિષ્ઠતા હોય કે પછી ચીન સાથે મજબૂતીથી સ્પર્ધા કરવાની હિંમત હોય, આજે દરેક વ્યક્તિ PM મોદીના નેતૃત્વમાં ભારતના વધી રહેલા પ્રભાવ અને વિશ્વસનીયતાને સ્વીકારે છે. આમ, એક ગુજરાતી તરીકે મોદીની શક્તિ અને પ્રભાવ પર ગર્વ અનુભવતો ગુજરાતી પણ આ ચૂંટણીઓમાં તેમની સાથે ઊભો જોવા મળે છે.
આ પણ વાંચો :હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર કોળી સમાજની નારાજગી ભાજપને ન નડી
Tags :
BhupendraPatelGujaratAssemblyElectionResult2022GujaratElectionResults2022NarendraModi
Next Article