Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી સરકારમાં થઇ શકે છે ફેરબદલ, જાણો ક્યા મંત્રી પડતાં મુકાશે

આ મહિને કેન્દ્રીય કેબિનેટ (Cabinet)માં ફેરફારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે. જેને આ વર્ષે વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સાથે એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે કેબિનેટમાંથી મુક્ત કરાયેલા મંત્રીઓ સંગઠનના કામમાં લાગી જશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુàª
મોદી સરકારમાં થઇ શકે છે ફેરબદલ  જાણો ક્યા મંત્રી પડતાં મુકાશે
આ મહિને કેન્દ્રીય કેબિનેટ (Cabinet)માં ફેરફારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે. જેને આ વર્ષે વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સાથે એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે કેબિનેટમાંથી મુક્ત કરાયેલા મંત્રીઓ સંગઠનના કામમાં લાગી જશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય 14 જાન્યુઆરી પછી લેવામાં આવશે અને તેના માટે નવા મંત્રીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. 

કેબિનેટમાં ફેરબદલની ચર્ચા
કેન્દ્રની મોદી સરકારના કેબિનેટમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થઈ શકે છે. મોદી મંત્રી પરિષદમાં વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે 14 જાન્યુઆરી (કમૂરતા સમાપ્ત થાય પછી ) પછી કેબિનેટમાં વિસ્તરણ અને ફેરબદલ થઈ શકે છે. બજેટ સત્ર પહેલા પણ વિસ્તરણ અને ફેરફારની શક્યતા છે.
પાર્ટી સંગઠનમાં પણ ફેરબદલ
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી સંગઠનમાં પણ મોટા ફેરફારોની શક્યતા છે. વર્તમાન પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ સાથે જ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ જાન્યુઆરીમાં યોજાવાની છે. આ સાથે જ આવતા વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 2024માં લોકસભાની ચૂંટણી છે.
આ રાજ્યોના સાંસદોને મળશે તક
આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર અને સંગઠનમાં ફેરફારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને સરકારમાં વિસ્તરણ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક નવા સાંસદોને કેબિનેટમાં તક મળી શકે છે.
કેટલાક મંત્રીઓને પણ હટાવાશે
આ સાથે કામગીરીના આધારે કેટલાક મંત્રીઓને હટાવવાની પણ ચર્ચા છે. જણાવી દઈએ કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગયા વર્ષે 7 જુલાઈના રોજ કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેબિનેટમાંથી 12 મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. હવે આગામી લોકસભાની ચૂંટણીને હજુ 15 મહિના બાકી છે, પરંતુ સંગઠન અને સરકારે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.

પાર્ટી સંગઠનમાં બદલાવ
આ વર્ષે ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં બહુમતી મેળવીને સરકાર બનાવી છે. આ ચાર રાજ્યોમાં સરકારનું પુનરાવર્તન થયું છે. તાજેતરમાં ગુજરાતમાં પણ જંગી બહુમતી સાથે સરકાર પરત આવી છે. જો કે હિમાચલ પ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પાર્ટીનો પરાજય થયો હતો. પાર્ટી હવે નવા સંગઠન અને સરકારમાં ફેરફારની શક્યતા જોઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.