લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવાની ઉઠી માંગ, 8 રાજ્યોમાં છે કાયદો અમલી
રાજધાની દિલ્હીના ચકચારી શ્રદ્ધા મર્ડર કેસ બાદ લવ જેહાદ વિષય પર ચર્ચા છેડાઈ છે. તે સિવાય લખનૌમાં લગ્નની ના પાડતા એક યુવતીને પ્રિન્સ નામના યુવકે છત પરથી ધક્કો મારી દીધો હતો. એ સિવાય ફરીદાબાદમાં 27 ઓક્ટોબરે બે યુવકો તોસિફ અને રેહાને એક બિન મુસ્લિમ યુવતીનું કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. યુવતી દ્વારા વિરોધ કરતા આરોપી યુવક તૌસીફે તેને ગોળી મારી હત્યા કરી દીધી. જે બાદ લવ જેહાદને લઈન
રાજધાની દિલ્હીના ચકચારી શ્રદ્ધા મર્ડર કેસ બાદ લવ જેહાદ વિષય પર ચર્ચા છેડાઈ છે. તે સિવાય લખનૌમાં લગ્નની ના પાડતા એક યુવતીને પ્રિન્સ નામના યુવકે છત પરથી ધક્કો મારી દીધો હતો. એ સિવાય ફરીદાબાદમાં 27 ઓક્ટોબરે બે યુવકો તોસિફ અને રેહાને એક બિન મુસ્લિમ યુવતીનું કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. યુવતી દ્વારા વિરોધ કરતા આરોપી યુવક તૌસીફે તેને ગોળી મારી હત્યા કરી દીધી. જે બાદ લવ જેહાદને લઈને જુદાં-જુદાં રાજ્યોમાં ચર્ચા છેડાઈ અને વિરોધ પ્રદર્શનો થયા.
શ્રદ્ધા મર્ડર કેસના લીધે લવ જેહાદ હાલના દિવસોમાં ચર્ચામાં છે. કથિત રીતે કેરળ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક હરિયાણા સહિત અનેક રાજ્યોમાં લવજેહાદના કેસો સામે આવતા રહ્યાં છે. જોકે કાયદામાં લવ જેહાદ સાથે સંકળાયેલો કોઈ શબ્દ નથી અને ના તો દેશની કોઈ પણ એજન્સી પાસે આવા કેટલા કેસો છે તેનો ડેટા નથી. સરકારે પોતે સંસદમાં કહ્યું કે, લવ જેહાદ હેઠળ કોઈ કેસ પણ કોઈ પણ એજન્સીએ નોંધ્યો નથી. આવી ઘટનાઓ બાદ ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ભાજપ શાસિત રાજ્યોમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવાને લઈને ચર્ચા શરૂ થઈ. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશે તો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે.
લવ જેહાદ શબ્દ ક્યાંથી આવ્યો?
વર્ષ 2008 પહેલા લવ જેહાદ શબ્દ પણ ક્યારેય સંભળાયો નહોતો. શરૂઆતમાં 'રોમિયો જેહાદ' જેવા શબ્દો પણ સાંભળવા મળતા બાદમાં તે લવ જેહાદ બની ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર-પહેલીવાર આ શબ્દનો ઉપયોગ વર્ષ 2009માં કરવામાં આવ્યો હતો. નિવૃત્ત જસ્ટિસ કેટી શંકરને સ્વીકાર્યું હતું કે કેરળ અને મેંગ્લોરમાં બળજબરીથી ધર્માંતરણના કેટલાક સંકેતો છે ત્યારબાદ તેણે કેરળ સરકારને આવી પ્રવૃત્તિઓ રોકવા માટે કાયદાકીય જોગવાઈઓ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, પ્રેમના નામે કોઈને છેતરીને અથવા તેની મરજી વિના ધર્મ બદલવા માટે દબાણ કરી શકાય નહીં.
લવ જેહાદના આંકડાઓ
ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ફેબ્રુઆરી મહિનામાં સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, હાલ કાયદામાં લવ જેહાદ જેવો કોઈ શબ્દ નથી. ના તો લવ જેહાદનો કોઈ કેસ એજન્સીઓ દ્વારા આજ સુધી નોંધાયો છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે પણ લવ જેહાદ સાથે જોડાયેલા કેસોનો કોઈ રેકોર્ડ નથી તેવું RTI દ્વારા જાણવા મળ્યું છે.
Advertisement
કાયદો કેવી રીતે બનશે?
બંધારણની સાતમી અનુસુચીની એન્ટ્રી પાંચ હેઠળ લગ્ન અને ડિવોર્સના કેસો સમવર્તી યાદીમાં આવે છે. અહીં કેન્દ્રની સાથે રાજ્યને પણ કાયદો બનાવવાનો હક છે. તેથી લવ જેહાદના કેસોમાં રાજ્ય સરકાર અધ્યાદેશ કે પછી વિધાનસભાના માધ્યમથી નવો કાયદો લાવી શકે છે. અધ્યાદેશ જાહેર થયાંના 6 મહિનાની અંદર વિધાનસભા અને બાદમાં રાજ્યપાલની સહમતિથી કાયદો બનાવવો પડશે. જો નવા કાયદામાં કેન્દ્રીય કાયદાનો કોઈ વિરોધાભાસ ઉભો થશે તો પછી બંધારણના અનુચ્છેદ 200 હેઠક નવા કાયદાને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.