Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૂર્યમંદિરના પ્રાંગણમાં શિલ્પ સ્થાપત્ય-સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાયો

ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૩ સમાપનકલા-સંસ્કૃતિને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધસૂર્યમંદિરના પ્રાંગણમાં શિલ્પ સ્થાપત્ય-સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાયો મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન યોજાયુંમહેસાણા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિકન ધરોહરમાં નામાંકન પામેલા મોઢેરા (Modhera) સૂર્યમંદિર  (Sun Temple)ખાતે ઉ
02:21 AM Jan 23, 2023 IST | Vipul Pandya
  • ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૩ સમાપન
  • કલા-સંસ્કૃતિને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ
  • સૂર્યમંદિરના પ્રાંગણમાં શિલ્પ સ્થાપત્ય-સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાયો 
  • મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન યોજાયું
મહેસાણા જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા વૈશ્વિકન ધરોહરમાં નામાંકન પામેલા મોઢેરા (Modhera) સૂર્યમંદિર  (Sun Temple)ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનુ આજ રોજ સમાપન થયુ હતું .
મોઢેરાનુ સૂર્ય મંદિર  સુર્યની પુજા સાથે સંકળાયેલ છે
આ પ્રસંગે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોઢેરાનુ સૂર્ય મંદિર  સુર્યની પુજા સાથે સંકળાયેલ છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સૌ પ્રથમ સૂર્યગ્રામ જાહેર કરી મોઢેરા અને રાજ્યને ગૌરવ આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાને નવો વેગ મળ્યો છે તેમ જણાવી પ્રાચીન સમયમાં ઊર્જાનું મહત્વ શું હતુ તેની સમજ સૂર્યમંદિર આપે છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે  મોઢેરાના સૂર્ય મંદીર ના શિલ્પોમા એક જીવંતતા જોવા મળે છે અને તે પ્રાચીન સંસ્કૃતિની આગવી ઓળખ આપે છે. ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે મંત્રીશ્રી સહિત મહાનુભાવો તેમજ કલાકારોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
ઉત્તરાર્ધ મહોત્સવ એ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે. દેશમાં કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે.રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે કલાકારોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું
મોઢેરા સૂર્યમંદિર ખાતે સમાપન મહોત્સવના  દિવસે આંધપ્રદેશના ડો કે શ્રીવલ્લી દ્વારા કથ્થકલી,અમદાવાદના રાધિકા મારફતીયા દ્વારા કથ્થક,આંધપ્રદેશના ડો જીપદમજી રેડ્ડી દ્વારા કુચિપુડી,દિલ્હીના સુશ્રી જયાપ્રાભામેનન દ્વારા મોહિની અટ્ટમ અને આસામના કુ ડિમ્પી બસૈયા દ્વારા સતરીયા ડાન્સ, અમદાવાદાના ગુરૂશ્રી સ્મિતા શાસ્ત્રી-શિષ્ય પ્રસીતા સુરાના દ્વારા કુચીપુડી તેમજ અમદાવાદના રાજલ બારોટ દ્વારા ગાયન રજૂ કરાયું હતું, ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે કલાકારોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.

અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક
મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે.મોઢેરાના સુર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે કલાકારોએ નૃત્ય રજુ કર્યું હતું.આ મહોત્સવનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટી સાથે પારંપારિક અને સાંસ્કૃતિ મહાત્મય  છે. ઉત્તરાર્ધ મહોત્સવના અંતિમ દિવસે કલારસીકોએ વિવિધ કૃતિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો.
આ પણ વાંચો--દેશભરમાં 500 વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstModheraSunTempleUttarardhMahotsavm
Next Article