Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોળા દિવસે 15 મિનીટમાં આખુ ઘર સફાચટ કરનારી ટોળકી વલસાડમાં ઝડપાઇ

રાજ્યના છેવાડે આવેલ વલસાડ (Valsad) જિલ્લામાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરતી એક ગેંગનો ઘણા સમયથી આતંક હતો. વલસાડ પોલીસ (Police) માટે માથાનો દુખાવો બની ગયેલી આ ગેંગ અંતે પોલીસ પાંજરે પુરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસના હાથે પકડાયેલ આ ચોર ગેંગના સાગરીતો એક જ પરિવારના સભ્યો છે. હાલ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપતા આ પરિવારના ચાર સભ્યોની સાથે ચોરીનો માલ ખરીદનાર રીસીવર સહિત પà
09:11 AM Jan 16, 2023 IST | Vipul Pandya
રાજ્યના છેવાડે આવેલ વલસાડ (Valsad) જિલ્લામાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરતી એક ગેંગનો ઘણા સમયથી આતંક હતો. વલસાડ પોલીસ (Police) માટે માથાનો દુખાવો બની ગયેલી આ ગેંગ અંતે પોલીસ પાંજરે પુરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસના હાથે પકડાયેલ આ ચોર ગેંગના સાગરીતો એક જ પરિવારના સભ્યો છે. હાલ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપતા આ પરિવારના ચાર સભ્યોની સાથે ચોરીનો માલ ખરીદનાર રીસીવર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. 
પોલીસે ટોળકીને ઝડપી
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે થતી ચોરીની ઘટનાઓમાં વધારો થયો હતો જેના કારણે વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જો કે હવે વલસાડ એલસીબી એ આ મામલે એક ગેંગની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસે ચોરીનો માલ ખરીદનાર એક રીસીવરની પણ ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો તેમજ વાહનો પણ કબ્જે કર્યા છે. 

ધોળા દિવસે ચોરી કરતા
જોકે ચોંકાવનારી વાત એ છે કે વલસાડ જિલ્લામાં ધોળે દિવસે ચોરીને અંજામ આપતા ચાર આરોપી શીવા ઉર્ફે રાજુ ચીન્નપા તીરમલીયા ધોત્રે, શ્યામ ચીન્નાપા તીરમલીયા ધોત્રે, મહેશ હનુમંત્તા ચીન્નાપા તીરમલીયા ધોત્રે અને રાહુલ શીલ્વરાજ મુપનાર એક જ પરિવારના સભ્યો છે. અને ચારેય રીઢા ગુનાગાર છે. 
મહારાષ્ટ્રમાં પણ અનેક ગુના
ઝડપાયેલ આ આરોપીઓએ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓને અંજામ આપ્યા હતા. તેમના કારનામા પોલીસ ચોપડે પણ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્ર પોલીસની ભીસ વધતા હવે તેઓ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સ્થાયી થયા હતા. અને વલસાડ જિલ્લામાં આતંક મચાવતા હતા જોકે આખરે હવે આ આરોપીઓ વલસાડ જિલ્લા એલસીબીના હાથે ઝડપાઇ ગયા છે. અને વલસાડ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલ 11 ઘર ફોડ ચોરીના ભેદ પણ ઉકેલાયા છે.
15 મિનીટમાં ઘર સફાચટ કરતી
ઝડપાયેલ ગેંગની મોડસ ઓપરેન્ડી ઉપર એક નજર કરીએ તો ચાર ચોરની આ ગેંગ બે બાઈક પર સવાર થઈ જતી હતી અને આ ચોર ગેંગ હાઇવે પરના સોસાયટી અને મકાનોને નિશાન બનાવતી હતી. અને જે મકાનોના તાળા બન્ધ જોવા મળે અને તક મળે એટલે માત્ર 15 મિનિટમાં જ આ ગેંગ ચોરીને અંજામ આપીને રફુચક્કર થઈ જતી હતી. 
તમામનો ગુનાહિત ઇતિહાસ
ઘર ફોડ ચોરીને અંજામ આપતા એક જ પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ આરોપી તો એવા પણ છે જેમનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. આ ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો આરોપી શીવા ઉર્ફે રાજુ ચીન્નપા તીરમલિયા ધોત્રે સામે મહારાષ્ટ્રના દહીસરમાં ચોરીના 2, બદલાપુરમાં 1, તલેગાંવમાં 6 અને  ડીસીબી સીઆઇડીમાં આર્મ્સ એક્ટનો પણ 1 ગુનો નોંધાયો છે. જ્યારે  શ્યામ ચીન્નાપા સામે વિરાર, માણીકપુર, તલેગાંવ, કોલશેવાડી અને દહીસરમાં કુલ 10 ગુના નોંધાયા છે. અને રાહુલ શીલ્વરાજ મુપનાર સામે મહારાષ્ટ્રના અરનાલા, વિરાર, બાઝારરોડ, દહીસરમાં કુલ 19 ગુના નોંધાઇ ચૂક્યા છે. 
ઉમરગામમાં રુમ ભાડે રાખી રહેતા
ઝડપાયેલા આ તમામ ચોર મૂળ કર્ણાટકના છે પરંતુ લાંબા સમયથી મહારાષ્ટ્રમાં રહેતા હતા અને હવે વલસાડના ઉમરગામમાં રૂમમાં ભાડે રહીને વલસાડ જિલ્લામાં ચોરીને અંજામ આપતા હતા. અને ચોરીનો મુદ્દામાલ પણ વેચી નાખતા હતા ત્યારે પારડી પોલીસે તપાસ દરમિયાન આ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર આરોપી જસી મુદન રબી ઉલ હસેન સૈખ ની પણ ધરપકડ કરી છે અને ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
ચારેય કાકા ભત્રીજા અને જમાઇ 
પોલીસના હાથે ચોરીના ગુન્હામાં ઝડપાયેલા આ ચાર ચોર એકજ પરિવારના છે. ત્રણ આરોપી કાકા અને ભત્રીજા છે જ્યારે ચોથો આરોપી પરિવારનો જમાઈ હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપી રીઢા ચોર છે અને જેલ માંથી છૂટયા બાદ ફરીથી ચોરીના રવાડે ચઢી જતા હતા.

માલ ખરીદનાર પણ પકડાયો 
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અનેક ગુનાહોને અંજામ આપ્યા બાદ વલસાડ જિલ્લામાં પણ તરખાટ મચાવનાર આ ચોર ગેંગ આખરે વલસાડ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. અનેક ઘર ફોડ ચોરીને અંજામ આપનાર એક જ પરિવારના ચાર સભ્યો ની સાથે ચોરીનો માલ ખરીદનાર એક આરોપીને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ ની ધરપકડ કરી છે અને હાલ આરોપીઓ પોલીસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ અનેક ગુનાહિત ઇતિહાસ સામે આવવાની શક્યતાઓ જોવાય રહી છે.
આ પણ વાંચો--વંથલીના બંધડા ગામે મંદિરમાં ત્રાટકયા તરસ્કરો, 3 લાખની કિંમતના નાગદેવતાના ચાંદીનાં થાલાની ચોરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstpoliceStealingGangValsad
Next Article