Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક એવો ક્રિકેટર, જે ભારતની ટીમમાં હવે રમશે પણ તેના નામનું છે મોટુ સ્ટેડિયમ, જાણો રોચક માહિતી

મંગળવારે દહેરાદૂનના 'અભિમન્યુ ક્રિકેટ એકેડેમી સ્ટેડિયમ' (Abhimanyu Cricket Academy Stadium)માં જ્યારે બંગાળની રણજી ટીમ  ઉત્તરાખંડ સામે રમશે ત્યારે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે દસ્તક આપી રહેલો ઓપનર અભિમન્યુ ઇશ્વરન (Abhimanyu Iswaran) પોતાના નામવાળા સ્ટેડિયમમાં રમતો જોવા મળશે. અભિમન્યુના પિતા રંગનાથન પરમેશ્વરન ઇશ્વરના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાનું પરિણામઆ અભિમન્યુના પિતા રંગનાથન પરમેશ્વરન ઇશ્વરના àª
04:17 AM Jan 03, 2023 IST | Vipul Pandya
મંગળવારે દહેરાદૂનના 'અભિમન્યુ ક્રિકેટ એકેડેમી સ્ટેડિયમ' (Abhimanyu Cricket Academy Stadium)માં જ્યારે બંગાળની રણજી ટીમ  ઉત્તરાખંડ સામે રમશે ત્યારે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે દસ્તક આપી રહેલો ઓપનર અભિમન્યુ ઇશ્વરન (Abhimanyu Iswaran) પોતાના નામવાળા સ્ટેડિયમમાં રમતો જોવા મળશે. 
અભિમન્યુના પિતા રંગનાથન પરમેશ્વરન ઇશ્વરના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાનું પરિણામ
આ અભિમન્યુના પિતા રંગનાથન પરમેશ્વરન ઇશ્વરના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાનું પરિણામ છે, જેમણે 2005માં દેહરાદૂનમાં જમીનનો એક વિશાળ ટુકડો ખરીદ્યો હતો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ (અભિમન્યુ ક્રિકેટ સ્ટેડિયમ) બનાવવા માટે પોતાના ખિસ્સામાંથી મોટી રકમ ખર્ચી હતી.
મારા માટે ગર્વની ક્ષણ છે
બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમનો હિસ્સો રહેલા ઇશ્વરને મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે, “એવા મેદાન પર રણજી મેચ રમવી એ મારા માટે ગર્વની ક્ષણ છે જ્યાં મેં એક યુવા ખેલાડી તરીકે ક્રિકેટનો કક્કો શિખ્યો હતો. " આ સ્ટેડિયમ તેના (પિતા)ના જુસ્સા અને મહેનતનું પરિણામ છે. ઘરે આવવું હંમેશા સારી અનુભૂતિ હોય છે પરંતુ એકવાર તમે મેદાન પર  હોવ તો ધ્યાન  બંગાળ માટે મેચ જીતવા પર હોય છે. 
નિવૃત્તિ પછી દિગ્ગજ ક્રિકેટરોના નામ પર સ્ટેડિયમનું નામકરણ
નિવૃત્તિ પછી દિગ્ગજ ક્રિકેટરોના નામ પર સ્ટેડિયમનું નામકરણ કરવું એ નવી વાત નથી, પરંતુ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ ન કર્યા પછી પણ સક્રિય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટરોના નામ પર ક્રિકેટ સ્ટેડિયમના નામ રાખવામાં આવ્યા હોવાના ઉદાહરણોનથી.

આ રહ્યા ઉદાહરણો
એન્ટિગુઆમાં વિવ રિચર્ડ્સ ગ્રાઉન્ડ, તારોબા (ત્રિનિદાદ અને ટોબેગો)માં બ્રાયન લારા સ્ટેડિયમ અથવા બ્રિસ્બેનમાં એલન બોર્ડર ગ્રાઉન્ડનું નામ મહાન લોકોના નામ પર તેમની શાનદાર કારકિર્દીના અંતે રાખવામાં આવ્યું છે. આ કિસ્સામાં, અભિમન્યુ 'અભિમન્યુ સ્ટેડિયમ'માં રમવું ખરેખર પિતા અને પુત્ર બંને માટે ખાસ પ્રસંગ છે.
સ્ટેડિયમના માલિકે પોતે ફર્સ્ટ-ક્લાસ મેચ રમી નથી
આ મેદાનમાં ફ્લડલાઇટ્સ પણ છે. BCCI છેલ્લા કેટલાક વર્ષોથી આ મેદાનમાં પોતાની મેચોનું આયોજન કરે છે. તે સંખ્યાબંધ ડોમેસ્ટિક મેચો (સિનિયર, જુનિયર, મહિલા અને વય-જૂથો)નું આયોજન કરે છે, પરંતુ સ્ટેડિયમના માલિકે પોતે ફર્સ્ટ-ક્લાસ મેચ રમી નથી.
મારા માટે તે કોઈ સિદ્ધિ નથી
આર.પી ઇશ્વરને કહ્યું,  મને નથી લાગતું કે આવા ઘણા ઉદાહરણો છે, પરંતુ મારા માટે તે કોઈ સિદ્ધિ નથી.  તે સારું લાગે છે પરંતુ વાસ્તવિક સિદ્ધિ ત્યારે થશે જ્યારે મારો પુત્ર ભારત માટે 100 ટેસ્ટ રમી શકશે. મેં આ સ્ટેડિયમ ફક્ત મારા પુત્ર માટે નહીં પરંતુ રમત પ્રત્યેના મારા જુસ્સા માટે બનાવ્યું છે.
1988માં 'અભિમન્યુ ક્રિકેટ એકેડમી' શરૂ કરી
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આરપી ઇશ્વરને 1988માં 'અભિમન્યુ ક્રિકેટ એકેડમી' શરૂ કરી હતી જ્યારે તેમના પુત્રનો જન્મ 1995માં થયો હતો. તેણે કહ્યું, “મેં 2006 માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું અને હું તેને સતત અપગ્રેડ કરવા માટે મારા ખિસ્સામાંથી ખર્ચ કરી રહ્યો છું. આનાથી મને કોઈ આર્થિક ફાયદો નથી થતો પરંતુ તે મારા રમત પ્રત્યેના જુસ્સા માટે છે.

 એક અદ્ભુત મેદાન
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 19 સદી ફટકારનાર અભિમન્યુની ટીમના મુખ્ય કોચ લક્ષ્મી રતન શુક્લાને જ્યારે આ સ્ટેડિયમ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, આ એક અદ્ભુત મેદાન છે, પીચ સારી દેખાઈ રહી છે અને આઉટફિલ્ડ અદ્ભુત છે. પણ હું અભિને ઓળખું છું તે એક વ્યવહારુ વ્યક્તિ છે અને અમારે રણજી મેચ રમવાની છે અને તેનું ધ્યાન તેના પર છે. 
આ પણ વાંચો--અરે બાપરે! આવો કેચ ક્યારેય નથી જોયો, ફિલ્ડરની ચાલાકી જોઈને મગજ ચકરાઈ જશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AbhimanyuCricketAcademyStadiumAbhimanyuIswaranCricketGujaratFirstRanjiTrophy
Next Article