Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના બપોરના ૩ વાગ્યા સુધી બંધ

G20 પ્રતિનિધિઓની મુલાકાતના પગલે સ્મૃતિવન મેમોરિયલ (Smritivan Memorial) અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના ૩ વાગ્યા સુધી બંધ રહેશે. સ્મૃતિવન શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના રોજ જ્યારે G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપના વિદેશથી આવેલા મહેમાનોની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા માટે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે. મà
સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના  બપોરના ૩ વાગ્યા સુધી બંધ
G20 પ્રતિનિધિઓની મુલાકાતના પગલે સ્મૃતિવન મેમોરિયલ (Smritivan Memorial) અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના ૩ વાગ્યા સુધી બંધ રહેશે. સ્મૃતિવન શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના રોજ જ્યારે G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપના વિદેશથી આવેલા મહેમાનોની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા માટે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ ટિકિટ બારી બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગ
કચ્છના ધોરડો ખાતે તા ૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન G20 પ્રેસિડેનસીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગ યોજાઈ રહી છે જેનું સમાપન આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાતથી થશે. માનનીય વડાપ્રધાનના દૂરદ્રષ્ટિ સમા સ્મૃતિવને ઉદ્ઘાટન સમયથી જ લોકો અને પ્રવાસીઓની ખૂબ જ પ્રશંસા મેળવેલ છે તેથી જ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યૂઝિયમ મુલાકાતીઓની સંખ્યામાં ભારતના ઘણા જાહેર સ્થળોમાં અગ્રતા સ્થાને છે.
સમયમાં ફેરફાર
સ્મૃતિવન સામાન્ય રીતે જાહેર જનતા માટે સોમવાર સિવાય સવારે ૫ થી રાત્રે ૧૧ સુધી અને મ્યૂઝિયમ સવારે ૧૧ થી સાંજે ૭ સુધી ખુલ્લું રહે છે.  પરંતુ G20 કાર્યક્રમને ધ્યાનમાં રાખી ફક્ત આ શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના ઉપર મુજબ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10 ફ્રેબ્રુઆરિના વિદેશી ડેલીગેટ્સ આવવાના છે ત્યારે બપોર સુધી બંધ રહેશે, ત્યારબાદ પ્રવાસીઓ આવી શકશે.2001 માં આવેલ વિનાશક ભૂકંપ અંગેની સ્મૃતિઓ અહીંના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે જે અદભુત છે. વિદેશી ડેલીગેટ્સનું અહીં સ્વાગત કરવામાં આવશે,ત્યારબાદ ખાસ ટિમ દ્વારા માહિતી આપવામાં આવશે. જે વિભાગો આવેલા છે તેની માહિતી આપવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.