Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

થ્રી ઇડિયટ્સ..નો રેગિંગ વાળો સીન મારો જ દુ:ખદ અનુભવ : ફરહાન પેટ્ટીવાલા

કોર્પોરેટર લીડર ફરહાન પેટ્ટીવાલા સાથે રસપ્રદ વાતચીતથ્રી ઇડિયટ્સ ફિલ્મમાં તેમના જ અનુભવોઆજની એજ્યુકેટેડ પેઢીને ભણી ગણીને ભારતમાં રહેવું નથી-ફરહાન પેટ્ટીવાલાઆપણે દેશમાં નવી તકો ઉભી કરવી પડશે અને આંત્રપ્રેન્યોર બનાવવા માટે પ્રોત્સાહન આપવું પડશેશોર્ટ કટ નહીં ચાલે, યુવા પેઢીએ મેન્ટાલીટી ચેન્જ કરવી પડશે. આમિર ખાન, શર્મન જોશી, આર.માધવન, કરિના કપૂર અને બોમન ઇરાનીનું સુપરહિટ મૂવી
થ્રી ઇડિયટ્સ  નો રેગિંગ વાળો સીન મારો જ દુ ખદ અનુભવ   ફરહાન પેટ્ટીવાલા
Advertisement
  • કોર્પોરેટર લીડર ફરહાન પેટ્ટીવાલા સાથે રસપ્રદ વાતચીત
  • થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં તેમના જ અનુભવો
  • આજની એજ્યુકેટેડ પેઢીને ભણી ગણીને ભારતમાં રહેવું નથી-ફરહાન પેટ્ટીવાલા
  • આપણે દેશમાં નવી તકો ઉભી કરવી પડશે અને આંત્રપ્રેન્યોર બનાવવા માટે પ્રોત્સાહન આપવું પડશે
  • શોર્ટ કટ નહીં ચાલે, યુવા પેઢીએ મેન્ટાલીટી ચેન્જ કરવી પડશે. 
આમિર ખાન, શર્મન જોશી, આર.માધવન, કરિના કપૂર અને બોમન ઇરાનીનું સુપરહિટ મૂવી..થ્રી ઇડિયટસ (Three Idiots)...કોલેજના દિવસો...અને સિનીયર્સ દ્વારા થતું રેગિંગ...ફરહાન નામના એક યુવકનું તેના સિનીયર રેગિંગ કરે છે તે સીન બધાને યાદ હશે...તે સીન કોર્પોરેટર લીડર અને હાલના વડાપ્રધાન કાર્યાલયના સલાહકાર ફરહાન પેટ્ટીવાલા (Farhan Pettiwala)ના જીવનનો છે.....
ફરહાન પેટ્ટીવાલા  યુપીએસસીમાં ટોપ રેન્કર 
હાલ  હિકલ લિમિટેડમાં કૉર્પોરેટ અફેયર્સના ગૃપ હેડ ફરહાન પેટ્ટીવાલા  યુપીએસસીમાં ટોપ રેન્કર હતા અને આમ છતાં તેઓ કોર્પોરેટ વર્લ્ડ સાથે જોડાયા. તેમણે પોતાની કંપની પણ સ્થાપી અને અલગ અલગ અગ્રણી કંપનીઓ સાથે પણ જોડાયેલા રહ્યા. તેમણે દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા સાથે પણ વર્ષો સુધી જોડાઇને કામ કર્યું હતું.
મને પરિવાર તરફથી ડોક્ટર બનવા કહેવાયું
જો કે ફરહાન પેટ્ટીવાલાના પરિવારમાં બધા વકીલ હતા. તેઓ કહે છે કે અમારા પારસીઓમાં બધા મોટા ભાગે વકીલ જ બને છે. મારો પરિવાર રુઢીવાદી હતો. મને પરિવાર તરફથી ડોક્ટર બનવા કહેવાયું હતું. મને મુંબઇની જે.જે. મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું. હું 18 વર્ષનો હતોઅને એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 
મારા સિનીયર આવ્યા મને મને કહ્યું કે તું કઇ રીતે ડોક્ટર બનીશ
ફરહાન પેટ્ટીવાલા પોતાના જીવનના એ પ્રસંગને વાગોળતા કહે છે કે મેડિકલના વિદ્યાર્થી તરીકે મારે એનોટોમીની લેબમાં જવાનું હતું પણ ત્યાં ડેડબોડીને કટ કરવાની હતી. હું ત્યાનું વાતાવરણ સહન ના કરી શક્યો અને મને ઉલટી થઇ. મારાથી ડેડ બોડીમાં કટ પણ ના થઇ શક્યો અને ત્યારે મારા સિનીયર આવ્યા મને મને કહ્યું કે તું કઇ રીતે ડોક્ટર બનીશ.
મને આખી રાત મડદાઘરમાં પુરી દેવાયો, મારા કપડાં પણ કાઢી લેવાયા
સિનીયરે મારી ઉપર રેગિંગ કર્યું..મને આખી રાત મડદાઘરમાં પુરી દેવાયો હતો. મારા કપડાં પણ કાઢી લેવાયા હતા. આખી રાત મારી આસપાસ માત્ર લાશ જ લાશ હતી. બસ ત્યારે જ મને લાગ્યું કે હું ડોક્ટર બની શકીશ નહીં અને હું બીજા દિવસે સવારે હું ઘેર જતો રહ્યો. વર્ષો પછી મે મારા જીવનનો આ પ્રસંગ અભિનેતા આર.માધવનને કહ્યો અને તે પ્રસંગને થ્રી ઇડિટ્સ ફિલ્મમાં પણ લેવામાં આવ્યો છે.

ફરહાન પેટ્ટીવાલાના જીવનનો બીજો પ્રસંગ પણ થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં લેવાયો
ફરહાન પેટ્ટીવાલાના જીવનનો બીજો પ્રસંગ પણ થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં લેવાયો છે. ફરહાન પેટ્ટીવાલા કહે છે કે હું એન્જિનીયરીંગ કોલેજ કરવા પૂના ગયો હતો. હું પ્રાઇવેટ કોલેજમાં હતો છતાં લેક્ચર પાસે આવેલી સરકારી કોલેજમાં ભરવા જતો હતો. હું એન્જિનીયરીગમાં યુનિવર્સીટીમાં ફર્સ્ટ આવ્યો હતો અને મારા પ્રિન્સિપાલ પણ આ વાત સાચી માની શક્યા ન હતા. તેઓ કહે છે કે મે જ મારા પ્રિન્સીપાલને કહ્યું હતું કે હું બાજુની સરકારી કોલેજમાં લેકચર ભરવા જતો હતો. આ આખી ઘટના વિશે મે અભિનેતા આમિર ખાનને વાત કરી હતી. અને આ પ્રસંગ પણ થ્રી ઇડિયટ્સમાં લેવામાં આવ્યો છે.

 દેશની નવી પેઢીના ભવિષ્ય વિશે થોડી ચિંતા
ફરહાન પેટ્ટીવાલા ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં દેશની નવી પેઢીના ભવિષ્ય વિશે થોડી ચિંતામાં છે. તેઓ કહે છે કે આપણો દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે પણ મને થોડી ચિંતા એ છે કે આજની એજ્યુકેટેડ પેઢીને ભણી ગણીને ભારતમાં રહેવું નથી. તેમનો ગોલ વિદેશ છે અને પરિવારને લઇને ત્યાં જ સ્થાયી થવા માગે છે. 12માં ધોરણ પછી યુવા પેઢી વિદેશ જાય તેવો ટ્રેન્ડ શરુ થયો છે. 
આપણે દેશમાં નવી તકો ઉભી કરવી પડશે
તેઓ કહે છે કે આપણે દેશમાં નવી તકો ઉભી કરવી પડશે અને આંત્રપ્રેન્યોર બનાવવા માટે પ્રોત્સાહન આપવું પડશે. સરકાર આ અંગે પ્રયાસ કરી રહી છે અને હજું વધુ સારા પ્રયાસ કરવા પડશે. યુવાનોને રોલ મોડલ આપવા પડશે.
મેન્ટાલીટી ચેન્જ કરવી પડશે.
તેઓ કહે છે કે માઇન્ડ સેટ બદલવું પડશે અને યોગ્ય મેન્ટોરની જરુર છે. રતન ટાટા, ગોદરેજ સહિત અનેક ઉદ્યોગપતિઓ અને સફળ આંત્રપ્રેન્યોર આ માટે ઉદાહરણો છે. ઇન્ટીગ્રીટીની જરુર છે અને શોર્ટ કટ નહીં ચાલે. યુવા પેઢીએ મેન્ટાલીટી ચેન્જ કરવી પડશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×