વડાપ્રધાને કહ્યું, આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ
પાવાગઢ મહાકાલી મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના આજવા રોડ પર આવેલા લેપ્રસી મેદાનમાં યોજાયેલા મહિલા સંમેલનમાં તેઓ પહોંચ્યા છે. વડાપ્રધાને સ્ટેજ પરથી 21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ યોજના અને ઉર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મૂહૂર્ત ક
પાવાગઢ મહાકાલી મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના આજવા રોડ પર આવેલા લેપ્રસી મેદાનમાં યોજાયેલા મહિલા સંમેલનમાં તેઓ પહોંચ્યા છે. વડાપ્રધાને સ્ટેજ પરથી 21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ યોજના અને ઉર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મૂહૂર્ત કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનની સાથે રહ્યા હતા.
વડાપ્રધાને સભા સ્થળ ખાતે દોઢ કિમી લાંબો રોડ શો યોજ્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સભા સ્થળે વડાપ્રધાનને સાંભળવા લાખો લોકો પહોંચ્યા છે.
વડાપ્રધાને આ પ્રસંગે સંબોધન કરતાં કહ્યું કે આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે. આજે મે મારા જન્નામદાત્રીના આશીર્વાદ અને ત્યારબાદ જગત જનનીના આશીર્વાદ લીધા હતા. અત્યારે વિરાટ માતૃશક્તિના દર્શન કરી આશીર્વાદ લીધા. માતા કાલીના ભક્તો માટે અનેક અધુનિક સુવિધા અર્પણ કરવાનો અવસર લીધો. મે માતા પાસે દેશવાસીઓની સુખ શાંતિ સમૃદ્ધીની કામના કરી. આઝાદીના અમતવર્ષના સ્વર્ણિમ કાળ માટે આશીર્વાદ લીધા.
તેમણે કહ્યું કે મને ખુશી છે કે સંસ્કારી નગરી વડોદરામાં આજે 21 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું અને શિલાન્યાસ થયું.ગુજરાતના વિકાસથી ભારતનો વિકાસની પ્રતિબદ્ધતા વધી છે.ગુજરાતના ઔધ્યોગીક વિકાસનો વિસ્તાર થશે. બહેન પુત્રીએઓના સ્વાસ્થ્ય પોષણ અને સશક્તીકરણના પ્રોજેકટ છે.
વડાપ્રધાને કહ્યું કે ગુજરાતની માતા દીકરીઓ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ દિવસ છે. સ્વસ્થ્ય માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે ગુજરાત સરકારે બે મોટી યોજના શરુ કરી છે. સરકારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરુ કરી છે. હું મુખ્યમંત્રીને આ અંગે અભિનંદન આપું છું. આ યોજનાથી માતૃત્વ સુખ પ્રાપ્ત કરનારી બહેનોને વિશેષ લાભ મળશે. તેમણે કહ્યું કે સવા કરોડ બહેનોને 118 કરોડના લાભ મળ્યા છે. ઉત્તમ પોષણ માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે.
તેમણે કહ્યું કે દેશની મુદ્રા યોજનામાં લાભ લેનારામાં દેશની 70 ટકા મહિલાઓ છે. ડબલ એન્જીનની સરકારનો આ લાભ છે કે ચારે તરફ તેજ ગતીથી વિકાસ થઇ રહ્યો છે. અનેક કાર્યો શરુ કર્યા છે તેના સાર્થક પરિણામ મળી રહ્યા છે. રેલ કનેક્ટિવીટી માટે 16 હજાર કરોડનો લાભ ગુજરાતને મળ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે વડોદરામાં આધુનિક બસ સ્ટેશન બનાવ્યું હતું. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવ્યો અને મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે બની રહ્યો છે. હાઇ સ્પીડ રેલવે અને વડોદરાથી મુંબઇ બુલેટ ટ્રેન પણ હવે શરુ થશે. બે નવા ગ્રીન એરપોર્ટની તૈયારી થઇ રહી છે. વડોદરાને સ્માર્ટ બનવા માટે 1 હજાર કરોડના 25 પ્રોજેક્ટ મંજુર થયા છે તેમાંથી 16 પૂરા થવામાં છે. તેમણે આ તબક્કે વડોદરા મહાનગરપાલીકાને અભિનંદન પણ આપ્યા હતા.
તેમણે કહ્યું કે વડોદરા સર્વિસ સેક્ટરનું હબ બન્યું છે. વડોદરા શિક્ષણમાં આગળ છે. ડબલ એન્જીનના સરકારના પ્રયાસ અને જનભાગીદારીથી વિકાસની નવી યોજનાઓ ગુજરાતને સશક્ત કરે છે. ગુજરાત વિકાસની નવી ઉંચાઇ પર જઇ રહ્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં વિવિધ યોજનાના ફાયદા સમજાવ્યા હતા.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં વડોદરાએ મને બાળકની જેમ સાચવ્યો છે તેમ જણાવી વડોદરાના સંસ્મરણોને વાગોળ્યાં હતા.
Advertisement