Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્કારમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની એન્ટ્રી

2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓસ્કર 2023 (Oscar 2023) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે.કાશ્મીર ફાઈલ્સ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટવિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ à
ઓસ્કારમાં  ધ કાશ્મીર ફાઇલ્સ ની એન્ટ્રી
2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓસ્કર 2023 (Oscar 2023) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે.

કાશ્મીર ફાઈલ્સ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો છે. આટલું જ નહીં, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર, જેઓ ધ કશ્મીર ફાઇલ્સના કલાકારો છે, બધાને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. દિગ્દર્શકના મતે, આ માત્ર શરૂઆત છે. હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.
Advertisement


કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. તે એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી. જેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી મહત્વના રોલમાં હતા. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. રાજકારણીઓએ પણ કાશ્મીર ફાઇલ ફિલ્મને નિશાન બનાવી હતી. તેને પ્રોપેગન્ડા ફિલ્મનું ટેગ મળ્યું. કાશ્મીર ફાઇલ્સ 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા દર્શાવે છે.

ભારતમાં 252 કરોડની કમાણી
જોકે આ ફિલ્મે ઘણો વિવાદ ઉભો કર્યો હતો, પરંતુ તેણે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો. ઓછા બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેણે ભારતમાં 252 કરોડ અને વિશ્વભરના બજારમાં 341 કરોડનું કલેક્શન કર્યું. કાશ્મીર ફાઇલ્સ 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.
કંતારા પણ ઓસ્કારમાં
કાશ્મીર ફાઇલ્સ ઉપરાંત કંતારા પણ ઓસ્કારમાં પહોંચી છે. રિષભ શેટ્ટીની ફિલ્મ કંતારાએ ઓસ્કારમાં બેસ્ટ પિક્ચર અને બેસ્ટ એક્ટર કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. કંતારાએ આ બે કેટેગરીમાં એકેડેમી એવોર્ડ્સની કન્ટેસ્ટન્ટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.  કાન્તારાની ઓસ્કારમાં મોડી એન્ટ્રી થઈ છે. ફિલ્મના અભિનેતા રિષભ શેટ્ટીએ ઓસ્કાર માટે બે કેટેગરીમાં ક્વોલિફાય થવા પર ખુશી વ્યક્ત કરી છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.