Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાયું

સૌરાષ્ટ્ર (Saurashtra)નું અગ્રીમ સ્થાન ધરાવતા અને ગુજરાતનું નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Market Yard)માં લસણ (Garlic)ની આવક મબલખ નોંધાઈ છે.લસણની આવક અંદાજે 70 હજાર બોરી લસણની ગુણીની આવક નોંધાય છે. જે ગયા વિક કરતા ઓછી નોંધાઈ હતી . ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગોંડલમાં લસણની ઐતિહાસિક 1.50 ગુણી જેવી આવક જોવા મળી હતી ત્યારે આજે ફરી પુષ્કળ આવક નોંધાતા યાર્ડની બહાર બંને બાજુ 2 થી 3 કી.મી. લાંબી અને અંદાજે 1000 થી
09:20 AM Feb 06, 2023 IST | Vipul Pandya
સૌરાષ્ટ્ર (Saurashtra)નું અગ્રીમ સ્થાન ધરાવતા અને ગુજરાતનું નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Market Yard)માં લસણ (Garlic)ની આવક મબલખ નોંધાઈ છે.લસણની આવક અંદાજે 70 હજાર બોરી લસણની ગુણીની આવક નોંધાય છે. જે ગયા વિક કરતા ઓછી નોંધાઈ હતી . ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગોંડલમાં લસણની ઐતિહાસિક 1.50 ગુણી જેવી આવક જોવા મળી હતી ત્યારે આજે ફરી પુષ્કળ આવક નોંધાતા યાર્ડની બહાર બંને બાજુ 2 થી 3 કી.મી. લાંબી અને અંદાજે 1000 થી 1200 વાહનોની લાઈનો લાગી જવા પામી હતી.
 70 હજાર ગુણી લસણની આવક
 લસણની આવકમાં ગત વખતની આવક કરતા આ વખતે આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.ગત વખતે લસણની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઐતિહાસિક આવક થવા પામી હતી. દોઢ લાખ ગુણી લસણની આવક થઈ હતી. જેની સરખામણી આ વખતે 70 હજાર ગુણી લસણની આવક થઈ હતી. આજરોજ હરરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 700 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 10 થી 15 હજાર ગુણીની જાવક થાય છે. રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિતના જીલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.
અન્ય રાજ્યોમાંથી વેપારી જણસી ખરીદી કરવા આવે છે
મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યો માંથી વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે. ખેડૂતોને પોતાના માલનો પુરતો મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની સૌ પ્રથમ પસંદગી કરે છે.

 યાર્ડમાં અન્ય જણસીની પણ વિપુલ પ્રમાણમાં આવક 
ગુજરાતનું અગ્રેસર અને ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એટલે ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ અન્ય જણસીઓની આવક પણ નોંધપાત્ર જોવા મળે છે. ખાસ કરીને સીઝનની આઇટમોમાં આવકની માત્ર વધુ હોય છે અને ખેડૂતોને પૂરતા ભાવ તથા રક્ષણ ને લઇ ગોંડલ યાર્ડ વધુ પસંદ કરે છે મરચું - મગફળી - ડુંગળી - કપાસ - તલ - ધાણા - જીરું - કપાસ - ઘઉં - ચણા સહીત ની વિવિધ ખેત પેદાશો ની આવક હાર હંમેશ ગોંડલ માં વધુ જોવા મળતી હોય છે.
આ પણ વાંચો--NDPSના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપી વલસાડ પોલીસના હાથે ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GarlicGondalGondalMarketYardGujaratFirstSaurashtra
Next Article