'જે બીમારી મને થઈ છે, તે મારા દુશ્મનને પણ ન થાય... હું રોજ મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો'
ફેમસ રેપર અને સિંગર હની સિંહે (Honey Singh) લાંબા બ્રેક બાદ જોરદાર વાપસી કરી છે. તેનું નવું આલ્બમ હની 3.0 રિલીઝ થયું છે. જણાવી દઈએ કે વર્ષ 2016માં હની સિંહે (Honey Singh) અચાનક બ્રેક લઈને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. અભિનેતાએ સ્વાસ્થ્યના કારણોસર બ્રેક લીધો હતો. હાલમાં જ તેણે પોતાની બીમારીઓ વિશે ખુલીને વાત કરી છે. આ દરમિયાન તેણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ હતી કે તે દરરોજ તેના મૃત્યુ માટે પ્રાર્થના ક
ફેમસ રેપર અને સિંગર હની સિંહે (Honey Singh) લાંબા બ્રેક બાદ જોરદાર વાપસી કરી છે. તેનું નવું આલ્બમ હની 3.0 રિલીઝ થયું છે. જણાવી દઈએ કે વર્ષ 2016માં હની સિંહે (Honey Singh) અચાનક બ્રેક લઈને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. અભિનેતાએ સ્વાસ્થ્યના કારણોસર બ્રેક લીધો હતો. હાલમાં જ તેણે પોતાની બીમારીઓ વિશે ખુલીને વાત કરી છે. આ દરમિયાન તેણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ હતી કે તે દરરોજ તેના મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો.
તેની ઊંઘ ઊડી ગઈ અને તે આલ્કોહોલિક બની ગયો
વાતચીત દરમિયાન હની સિંહે જણાવ્યું હતું કે આ બીમારીને કારણે તેની ઊંઘ ઊડી ગઈ અને તે આલ્કોહોલિક બની ગયો હતો. હાલમાં જ એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન હની સિંહે કહ્યું હતું કે તેને ક્યારેય ચિંતા અને ડિપ્રેશન જેવી કોઈ સમસ્યા ન હતી, પણ કયો રોગ છે તે ઓળખવામાં જ બે વર્ષ લાગી ગયા અને પછી સારવાર માટે યોગ્ય ડૉક્ટર શોધવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. હની સિંહે એમ પણ કહ્યું કે સંગીતમાંથી આટલો લાંબો બ્રેક લેવાનું કારણ તેની બીમારી જ હતી.
બાયપોલર ડિસઓર્ડરનું સાયકોટિક સિમ્પટમ
માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા હની સિંહે કહ્યું કે, 'માનસિક સ્વાસ્થ્ય એક એવો રોગ છે, જેમાં ઘણી વિવિધતા હોય છે. તેના અનેક રંગો છે, ચિંતા અને હતાશા કંઈ નથી. તે સામાન્ય શરદી છે. મને માનસિક સ્વાસ્થ્યનો કોવિડ 19 થયો હતો. આને બાયપોલર ડિસઓર્ડરનું સાયકોટિક સિમ્પટમ કહેવામાં આવે છે. બહુ ખતરનાક છે આ રોગ. તે કોઈને પણ ન થાય, મારા દુશ્મનને પણ નહીં. હું દિવસ-રાત મૃત્યુની પ્રાર્થના કરતો હતો.
અભિનેત્રી ટીના થડાનીને તેની ગર્લફ્રેન્ડ તરીકે રજૂ કરી
અંગત જીવનની વાત કરીએ તો, હની સિંહે ગયા વર્ષે દિલ્હીમાં એક ઇવેન્ટમાં મોડલ અને અભિનેત્રી ટીના થડાનીને તેની ગર્લફ્રેન્ડ તરીકે રજૂ કરી હતી. જ્યારે 2022માં ટીનાએ હની સિંહ ના પેરિસ ટ્રિપ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન હની સિંહે જણાવ્યું કે તે ટીનાને માર્ચમાં મળ્યો હતો. હની સિંહે એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે ટીનાને તેના જીવનમાં લાવવા માટે મહિનાઓ સુધી પીછો કરવો પડ્યો હતો. ટીનાને જોઈને તેને લાગ્યું કે ટીના તેના માટે જ બની છે. જણાવી દઈએ કે હની સિંહ ના પહેલા લગ્ન 2011માં શાલિની તલવાર સાથે થયા હતા. પરંતુ 2021માં બંનેના છૂટાછેડા થઈ ગયા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement