Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ધ કન્ફેશન': નાના પાટેકર #MeToo આરોપો પછી ફરી બોલિવુડમાં પુનરાગમન કરશે

અભિનેતા નાના પાટેકર આગામી ફિલ્મ 'ધ કન્ફેશન'માં જોવા મળશે. 2018માં અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા તેમની વિરુદ્ધ #MeToo હેઠળ આરોપો કરવામાં આવ્યા પછી આ તેમની પ્રથમ ફિલ્મ હશે. બોલિવુડ અભિનેતા નાના પાટેકર આગામી ફિલ્મ 'ધ કન્ફેશન'માં જોવા મળશે. 2018માં #MeToo સ્કેન્ડલ પછી આ તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ હશે. તાજેતરમાં ટીમે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું અને તેમાં પાટેકરને કોર્ટરૂમમાં દર્શાવવામાં આવ્યા છે.
 ધ કન્ફેશન   નાના પાટેકર  metoo આરોપો પછી ફરી બોલિવુડમાં પુનરાગમન કરશે
અભિનેતા નાના પાટેકર આગામી ફિલ્મ 'ધ કન્ફેશન'માં જોવા મળશે. 2018માં અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા તેમની વિરુદ્ધ #MeToo હેઠળ આરોપો કરવામાં આવ્યા પછી આ તેમની પ્રથમ ફિલ્મ હશે. બોલિવુડ અભિનેતા નાના પાટેકર આગામી ફિલ્મ 'ધ કન્ફેશન'માં જોવા મળશે. 2018માં #MeToo સ્કેન્ડલ પછી આ તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ હશે. તાજેતરમાં ટીમે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું અને તેમાં પાટેકરને કોર્ટરૂમમાં દર્શાવવામાં આવ્યા છે.
Advertisement

ટીઝરમાંની શરુઆત વૉઇસઓવરથી થાય છે. આ ટીઝરમાં કબૂલાત પછી કોર્ટરૂમના કમ્પ્યુટર-જનરેટેડ વિઝ્યુઅલ્સ બતાવે છે. પાટેકર હિન્દીમાં જે બોલે છે તે કંઇક આવું છે, “મેં સત્યનો ચહેરો જોયો છે, તેનો અવાજ પણ સાંભળ્યો છે. હું સત્ય જાણું છું પણ સ્વીકારીશ નહીં. તેના માટે હું મારો જીવ આપવા તૈયાર છું.” અભિનેત્રી તનુશ્રી દત્તાએ 2018માં પાટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેણે 26 માર્ચ, 2008ના રોજ 'હોર્ન ઓકે પ્લીઝ' ફિલ્મના સેટ પર એક ગીતનું શૂટિંગ કરતી વખતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
દત્તાની ફરિયાદ ભારતની #MeToo ચળવળ તરીકે ઓળખાતી એક તોફાન લાવી હતી. આ ફરિયાદ બાદ સોશિયલ મીડિયામાં #MeToo મુવમેન્ટ ચાલુ થઇ હતી. જેમાં લાઇમ લાઇટના વિવિધ ઉદ્યોગ જગતમાંથી ઘણા પત્રકારો, અભિનેત્રીઓ અને વિવિધ સામાજીક ક્ષેત્રે કાર્યરત મહિલાઓ સોશિયલ મિડિયામાં આગળ આવી હતી. જેમણે શક્તિશાળી હોદ્દા પર બિરાજમાન પુરુષો દ્વારા તેમની સતામણી અને છેડતી વિશે ખુલીને આપવીતી કહી હતી. ખાસ કરીને  #MeToo મુવમેન્ટના આરોપીઓમાં સાજીદ ખાન, વિકાસ બહલ, સંગીતકાર અનુ મલિક અને ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ જેવા મોટા ગજાના દિગ્દર્શકોના નામ પણ સામે આવ્યા હતા.
પાટેકરના કેસમાં, મુંબઈ પોલીસે કેસ બંધ કરવા માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, અંધેરીમાં બી-સમરી રિપોર્ટ દાખલ કર્યો હતો. તેઓએ કહ્યું કે કેસ ચાલુ રાખવા માટે કોઈ પુરાવા નથી. પોલીસે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે દત્તાના આરોપો ખોટા અને બદલો લેવાના આશયથી લગાવાયા હતા.
બોલિવુડના જાણીતા અભિનેતા નાના પાટેકર તેમના ખાસ અભિનય માટે ‘ખામોશી’, ‘અબ લો છપ્પન’, ‘વેલકમ’ અને અન્ય ઘણી ફિલ્મો માટે જાણીતા છે.
Advertisement
Tags :
Advertisement

.