ગુનેગારોની હવે ખેર નથી.. રક્ષા શક્તિ યુનિવર્સીટીમાં આવી અનોખી ટેકનોલોજી
ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનીવર્સીટી (Raksha Shakti University) ખાતે સુરક્ષાના ક્ષેત્રમાં એક વધારો થયેલો જોવા મળ્યો છે. યુનીવર્સીટીમાં આવેલા ક્રિમીનોલોજી વિભાગમાં દેશની સૌ પ્રથમ એક વિશેષ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જેનાથી કોઈપણ ગુનેગારના મગજમાં શું ચાલી રહ્યું છે તે ગણતરીના કલાકોમાં જાણી શકાય તે પ્રકારની ટેકનોલોજી હવે આવી ગઈ છે અને આ ટેકનોલોજીને બ્રેઈન ફિંગર પ્રિન્ટ (Brain
04:33 AM Feb 12, 2023 IST
|
Vipul Pandya
ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનીવર્સીટી (Raksha Shakti University) ખાતે સુરક્ષાના ક્ષેત્રમાં એક વધારો થયેલો જોવા મળ્યો છે. યુનીવર્સીટીમાં આવેલા ક્રિમીનોલોજી વિભાગમાં દેશની સૌ પ્રથમ એક વિશેષ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જેનાથી કોઈપણ ગુનેગારના મગજમાં શું ચાલી રહ્યું છે તે ગણતરીના કલાકોમાં જાણી શકાય તે પ્રકારની ટેકનોલોજી હવે આવી ગઈ છે અને આ ટેકનોલોજીને બ્રેઈન ફિંગર પ્રિન્ટ (Brain Fingerprint Technology) નામથી ઓળખવામાં આવે છે તો આવો જોઈએ આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે શું વિશેષતા છે આ ટેકનોલોજીની
બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેકનોલોજી
- ભારતમાં સૌ પ્રથમ આ ટેકનોલોજી રાષ્ટ્રીય રક્ષા યુનીવર્સીટીમાં
- આઈ કોગનેટીવ ટેકનોલોજી સાથે કાર્યરત હોય છે...
- ન્યુરો સાયન્સ ટેકનોલોજી ઉપર આધારિત હોય છે...
- સસ્પેકટેડ વ્યક્તિના માથાના ભાગે મશીન લગાડવાનું છે...
- ૧૬ થી ૧૮ કિલોની આખી કીટ હોય છે...
- P-૩૦૦ પીક મિલી સેકેન્ડ ઉપર આ સીસ્ટમ કામ કરતી હોય છે...
- વ્યક્તિના મગજમાં જે માહિતી છે તે કેટલી પ્રમાણિત છે...
- કોઈ વ્યક્તિ કહે છે કે પ્રાઈમ સસ્પેક્ટ છે મર્ડરનો અને બીજો સાક્ષી છે
- સેન્ટ્રલ એજન્સી પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે...
- આરોપી અથવા તો સાક્ષીનો બધો જ ડેટા પહેલા આપવાનો રહેતો હોય છે...
- એકાદ કલાક જેટલો સમય લાગે છે આ ટેસ્ટ કરવા માટે...
- એક્ચ્યુલ ટેસ્ટ પહેલા એક ડમી ટેસ્ટ કરવામાં આવે છે...
- આતંકીઓ અને નક્સલીઓની ધરપકડ વખતે
દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે
બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટીંગ કીટની વિશેષતાઓથી કોઈપણ આરોપી કે કોઈપણ એવો સાક્ષી પોલીસ અથવા તો સુરક્ષા એજન્સીઓ જોડે હવે ખોટું નહી બોલી શકે કારણકે ન્યુરો સાયન્સ ટેકનોલોજી. આ ખાસ પ્રકારની ટેકનોલોજી રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના ક્રિમીનોલોજી ડીપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ છે જેના વડે હવે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જવા માટે એક થી દોઢ કલાકનો સમય લાગશે. કારણકે એવા ઘણાં કેસ હોય છે જેમાં આરોપી એટલા ચપળ હોય છે કે પોલીસને પણ ગોથે ચઢાવી દેતા હોય છે તેવા કિસ્સાઓમાં પુરાવાઓના અભાવે ગુનેગારો છુટી જતા હોય છે અને નિર્દોષ વ્યક્તિને સજા થઇ જતી હોય છે ત્યારે હવે આવું બને નહી તે હેતુસર આ બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટીગ ટેકનોલોજી ડેવલોપ કરવામાં આવી છે. અને એમ પણ આપણા કાયદામાં કહેવામાં આવ્યું છે કે 10 ગુનેગાર ભલે કાયદાની છટક બારીનો લાભ લઈને છૂટી જાય પરંતુ 1 નિર્દોષને ક્યારેય સજા થાય નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. મહત્વનું છે કે આ ટેકનોલોજીના માધ્યમથી હવે કોઈપણ રીઢો ગુનેગાર ગમે તેટલું ખોટું બોલતો હશે પરંતુ આ બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેકનોલોજી થકી ગુનેગારને સજા થઈને જ રહેશે.
બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટથી સાચી હકીકત સામે આવી જશે
ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે કે કોઈ સ્થળ પર હત્યા થાય અને ત્યારબાદ પોલીસ કેસ થાય અને તપાસ શરુ થાય તેવા સમયે સાક્ષીઓના નિવેદન પોલીસ માટે ખૂબ જ મહત્વના રહેતા હોય છે અને આવા સમયે જો કોઈ સાક્ષી ખોટું બોલતો હોય અને કોઈપણ ખરાબ ઈરાદોથી કોઈ નિર્દોષ વ્યક્તિને સંડોવવા માંગતો હોય તેવા સમયે જો તે સાક્ષીનો બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવી જતી હોય છે કારણકે આ ટેસ્ટ દ્વારા એ સાબિત થઇ જાય છે કે વ્યક્તિ જેણે પોલીસ સમક્ષ જુબાની આપી છે તેની જુબાનીમાં કેટલા પ્રમાણમાં વાસ્તવિકતા છે.ન્યુરો સાયન્સ સુત્ર છે કે તમારું મગજ P-૩૦૦ મિલી સેકન્ડમાં પીક હાઈ થઇ જાય અને રિસ્પોન્ડ બતાવે તેનો અર્થ એ થાય છે કે વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કારણકે કોઈપણ વ્યક્તિ શાબ્દિક રીતે જુઠુ કે ખોટું બોલી શકે છે પરંતુ વ્યક્તિનું મગજ ક્યારેક ખોટું બોલતું નથી એટલે કે કોઈપણ વ્યક્તિના મગજમાં ચાલતા વિચારોને સહેલાઈથી આ મશીન વડે જાણી શકાય છે અને ચાલી રહેલા વિચારો સાચા છે કે ખોટા તેનો પણ નિર્ણય પણ ટેસ્ટ દ્વારા કરી શકાય છે.
ક્રીમોનોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી
હાલના ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા અને જે તે સમયે રાષ્ટ્રીય રક્ષા યુનીવર્સીટીના DIG તીરકે ફરજ નિભાવનારા વિકાસ સહાય દ્વારા આ ટેકનોલોજી ગુજરાતમાં લાવવામાં આવી હતી. દેશીની સૌ પ્રથમ આ ટેકનોલોજી રાષ્ટ્રીય રક્ષા યુનીવર્સીટીમાં છે અને ખાસ પ્રકારની ન્યુરો સાયન્સ ટેકનોલોજી આ યુનીવર્સીટીના ક્રીમોનોલોજીના ડીપાર્ટમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ARMY,CBI, NIA જેવી દેશની ટોચની સેન્ટ્રલ એજન્સીઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચુકી છે અને સૌથી અગત્યની અને મહત્વનું બાબત એ છે કે બ્રેઈન ફિંગર પ્રિન્ટ ટેસ્ટીગ કીટનું પરિણામ 98% નિષ્પક્ષ રહેતું હોય છે,કારણકે આ આખીય પ્રક્રિયામાં જે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવે છે તે વ્યક્તિને કોપણ પ્રકારનું કેમિકલ આપવામાં નથી આવતું કે પછી કોઈપણ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં નથી આવતું એટલે સાદી અને સરળ ભાષામાં વાત કરીએ તો જે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવે છે તે વ્યક્તિ સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય ત્યારે જ આ ટેસ્ટ કરવામાં આવતો હોય છે.જેથી કરીને આ કીટ દ્વારા કરવામાં આવેલા ટેસ્ટના અંતે મળેલા પરિણામને ભારત દેશની તમામ આદલતોએ પણ માન્ય રાખતી હોય છે.
આ પણ વાંચો--ભારતના બાળકો નેપાળમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article