Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીમાં આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભઆજથી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે પરિક્રમા મહોત્સવ 51 શક્તિપીઠની મૂર્તિઓની પ્રક્ષાલન-વિધિ થશે પ્રક્ષાલન વિધિ બાદ શોભાયાત્રા, ચામર યાત્રા યોજાશે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા મહોત્સવમાં રહેશે હાજર51 શક્તિપીઠમાં પહેલું સ્થાન ધરાવતા પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji)માં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા શરુ થશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12 ફે
અંબાજીમાં આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
  • આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
  • આજથી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે પરિક્રમા મહોત્સવ 
  • 51 શક્તિપીઠની મૂર્તિઓની પ્રક્ષાલન-વિધિ થશે 
  • પ્રક્ષાલન વિધિ બાદ શોભાયાત્રા, ચામર યાત્રા યોજાશે 
  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા મહોત્સવમાં રહેશે હાજર
51 શક્તિપીઠમાં પહેલું સ્થાન ધરાવતા પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji)માં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા શરુ થશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ઉજવાશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા મહોત્સવમાં શોભાયાત્રા, જ્યોત યાત્રા, મહાશક્તિ યાગ, ચામર યાત્રા, પાદુકા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, આનંદ ગરબા, ભજન સંત્સંગ સહિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

ગબ્બર ખાતે આજે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
અંબાજી ગબ્બર ખાતે આજે 12 ફેબ્રુઆરી રવિવારે સવારે 9 વાગે ઉદ્યોગ  મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે.
શ્રધ્ધાળુઓ 2.5 કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રધ્ધાળુઓ 2.5 કિ.મી. લાંબા પરિક્રમા માર્ગ પર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો તથા પંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદ ગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે.
પર્વતની ચારેબાજુ 51શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજી ધામ અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલું છે.અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલ છે જ્યાં પર્વત ચારેબાજુ 51શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે.એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આગામી દિવસોમાં યોજાવા જઈ રહ્યો છે.રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી-2023 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શક્તિ રથ દ્વારા માઇ ભક્તોને તેડુ પાઠવાયું
પરિક્રમા મહોત્સવમાં "શક્તિરથ"નું મા અંબાના જયઘોષ સાથે  પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શક્તિ રથોનું ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં  ગામમાં સામૈયું કરી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથોના માધ્યમથી ગામે ગામ મા અંબા નું તેડુ માઈભક્તોને સુધી પહોંચ્યું છે. જેના લીધે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પરિક્રમા માટે આવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ગામે ગામ ફરીને મા અંબા ના ધામમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન
૧૨ ફેબ્રુઆરી થી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટરશ્રી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે- ૭.૩૦ કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા. ૧૨ મી ફેબ્રુઆરીએ કલાકાશ્રી સાંત્વની ત્રિવેદી અને તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકારશ્રી કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. ૧૪ ના રોજ પાર્થિવ ગોહિલ, તા.૧૫ ના રોજ સાંઇરામ દવે અને તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.     
          
ભક્તોને પધારવા આમંત્રણ 
રાજ્ય સરકાર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.