Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સ્પેસ કિડ્સ ઇન્ડિયા' : SSLV સેટેલાઈટમાં મહેસાણાની લાડોલની તન્વીનો મહત્વનો ફાળો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ રવિવારે સવારે 9.18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી તેનું પ્રથમ નવું રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) D1 લોન્ચ કરાયા હતા. આ રોકેટ સાથે આઝાદીસેટ સેટેલાઇટ મોકલવામાં આવ્યો છે. તેના 75 પેલોડ દેશભરની 75 ગ્રામીણ સરકારી શાળાઓના 750 વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. શ્રીહરિકોટામાં લોન્ચિંગ સમયે ડિઝાઇનિંગ ગર્લ્à
 સ્પેસ કિડ્સ ઇન્ડિયા    sslv સેટેલાઈટમાં મહેસાણાની લાડોલની તન્વીનો મહત્વનો ફાળો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ રવિવારે સવારે 9.18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી તેનું પ્રથમ નવું રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) D1 લોન્ચ કરાયા હતા. આ રોકેટ સાથે આઝાદીસેટ સેટેલાઇટ મોકલવામાં આવ્યો છે. તેના 75 પેલોડ દેશભરની 75 ગ્રામીણ સરકારી શાળાઓના 750 વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. શ્રીહરિકોટામાં લોન્ચિંગ સમયે ડિઝાઇનિંગ ગર્લ્સ પણ હાજર રહી હતી.
Advertisement


પૃથ્વીની ભ્રમણકક્ષામાં 'AzadiSAT'
રવિવારના મિશનમાં SSLV અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS)-02 અને સહ-મુસાફર ઉપગ્રહ 'AzadiSAT' વહન કરવામાં આવ્યો હતો, જેને 'સ્પેસ કિડ્સ ઇન્ડિયા'ની વિદ્યાર્થી ટીમ દ્વારા બનાવવમાં આવ્યો હતો. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય મિશનની સરખામણીમાં કાઉન્ટડાઉન 25 કલાકથી ઘટાડીને પાંચ કલાક કરવામાં આવ્યું હતું અને રવિવારે સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 13 મિનિટની મુસાફરી પછી, SSLV પ્રથમ ઇઓએસ-02ને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂક્યું. આ ઉપગ્રહને ISRO દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.  જોકે આ બંને સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચ્યા, પરંતુ સિગ્નલ બંધ હતાં. 

મહેસાણાની દીકરીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ
ગુજરાતમાંથી મહેસાણાની વિદ્યાર્થીની તન્વી જ એકમાત્ર  પસંદગી થઇ હતી. ગ્રામીણ વિદ્યાર્થીનીઓ દ્વારા આઝાદી સેટ નામના સેટેલાઈટને તૈયાર કરવામાં ગુજરાતના મહેસાણાના લાડોલ ગામની દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તન્વી કે જે લાડોલ ગામની શ્રી બી.એસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. PM મોદીની હાજરીમાં લાડોલની તન્વીને સાથે રાખી MOU કરાયા હતા. મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં આવેલા લાડોલ ગામની વતની તન્વીની સેટેલાઇટ બનાવવા પસંદગી કરવામાં આવી હતી. જેમાં થોડા માસ અગાઉ સ્પેશ કિડ્સ ઇન્ડિયા કંપનીએ આ સેટેલાઇટ બનાવવા સરકાર પાસે MOU કર્યા હતા. ત્યારે અમદાવાદના ઈસરોના વડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લાડોલની તન્વીને સાથે રાખી MOU કરવામાં આવ્યાં હતા. આ સેટેલાઇટમાં કામગીરી કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી માત્ર તન્વીની પસંદગી કરવામાં આવી હતી.
તન્વીએ 5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું
તન્વીને સ્પેશ કિડ્સ ઈન્ડીયા કંપનીએ કીટ આપી હતી. જેમાં તન્વીએ સેટેલાઇટ જ્યારે અવકાશમાં જાય ત્યારે હવાનું પ્રેશર, ટેમ્પરેચર, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ જેવી કુલ 5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું છે. SSLVનું લિફ્ટ-ઓફ માસ 120 ટન વજન છે.  ઈસરોના વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાંક સમયથી આવા નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે મિની લોંચ વ્હીકલ (વાહન) વિકસાવવામાં રોકાયેલા છે, જેનું વજન 500 કિલોગ્રામ સુધી છે અને જે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શકે છે. SSLV 34 મીટર લાંબુ છે, જે PSLV કરતા લગભગ 10 મીટર ઓછું છે અને PSLV ના 2.8 મીટરની સરખામણીમાં તેનો વ્યાસ બે મીટર છે. SSLVનું લિફ્ટ-ઓફ માસ 120 ટન છે. જ્યારે પીએસએલવી પાસે 320 ટન છે, જે 1,800 કિગ્રા સુધીના સાધનો લઈ જઈ શકે છે.
સ્ટુડન્ટ સેટેલાઇટ આઝાદીસેટ પણ મોકલવામાં આવ્યો હતો
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં SpaceKidz ઈન્ડિયાનો સ્ટુડન્ટ સેટેલાઇટ AzadiSat પણ મોકલવામાં આવ્યો છે. સેન્ટ ફ્રાન્સિસ ગર્લ્સ હાઈસ્કૂલ, તેલંગાણાની વિદ્યાર્થીની શ્રેયાએ કહ્યું – અમારી શાળાના ત્રણ જૂથોએ આ SSLV લોન્ચમાં ભાગ લીધો છે. મને ખૂબ જ આનંદ છે કે અમને આ તક મળી છે. અમે ખરેખર આના પર સખત મહેનત કરી છે અને આજે અમે આઝાદીસેટ ઉપગ્રહના પ્રક્ષેપણના સાક્ષી બન્યા છીએ.
 ISRO મિશન કંટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવા માટે સતત પ્રયાસ
રોકેટે બંને સેટેલાઇટને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચાડી દીધા છે. પરંતુ તે પછી સેટેલાઇટના ડેટા મળતા બંધ થઈ ગયા. ISROના વડા એસ. સોમનાથે કહ્યું કે ISRO મિશન કંટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. EOS02 એ પૃથ્વી ઓબ્ઝરવેશન સેટેલાઈટ છે, જે 10 મહિના સુધી અવકાશમાં કાર્યરત રહેશે. તેનું વજન 142 કિલો છે. તેમાં મધ્યમ અને લાંબી વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા લગાવાયેલા છે. તેનું રિઝોલ્યુશન 6 મીટર છે. તે રાત્રે પણ મોનિટર કરી શકે છે.ISROના નવા લોન્ચ વ્હીકલ એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) માટે નવા વિકસિત સોલિડ બૂસ્ટર સ્ટેજ (SS1)નું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ 14 માર્ચ, 2022 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતે 12.05 કલાકે કરવામાં આવ્યું હતું.

PSLV કરતા 10 મીટર નાનો છે SSLV
પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) 44 મીટર લાંબો છે, 2.8 મીટર વ્યાસ છે. SSLVની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. PSLVમાં ચાર સ્ટેજ છે અને. જ્યારે SSLV માત્ર ત્રણ સ્ટેડ હોય છે. બંનેના વજનમાં પણ તફાવત છે. PSLVનું વજન 320 ટન છે, જ્યારે SSLVનું વજન 120 ટન છે. PSLV 1750 કિગ્રા વજનના પેલોડને 600 કિમીના અંતર સુધી લઈ જઈ શકે છે. SSLV 10 થી 500 કિલોગ્રામના પેલોડનું 500 કિમી સુધી પહોંચાડી શકે છે. PSLV 60 દિવસમાં તૈયાર થઈ જશે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર થઈ જાય છે.
 ISRO,  SSLV, PSLV, SpaceKidz ,  AzadiSat , Tanvi, Satellite mission, shri harikota, Satish Dhawan Space Center , SDSC,  Sriharikota, 
Advertisement
Tags :
Advertisement

.