Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાનું ભવ્ય રિસેપ્શન, કપલની સુંદર તસવીરો સામે આવી

બોલિવૂડ (Bollywood)અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)  7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ દંપતીએ લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને કિયારા આજે મુંબઈમાં તેમનું બીજું રિસેપ્શન હતું. આ પહેલા તેણે પોતાનું પહેલું રિસેપ્શન દિલ્હીમાં આપ્યું હતું. આજે તેઓ મુંબઈમાં ગ્રેટ ગ્રાન્ડ આપી રહ્યà
મુંબઈમાં સિદ્ધાર્થ કિયારાનું ભવ્ય રિસેપ્શન  કપલની સુંદર તસવીરો સામે આવી
બોલિવૂડ (Bollywood)અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)  7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ દંપતીએ લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને કિયારા આજે મુંબઈમાં તેમનું બીજું રિસેપ્શન હતું. આ પહેલા તેણે પોતાનું પહેલું રિસેપ્શન દિલ્હીમાં આપ્યું હતું. આજે તેઓ મુંબઈમાં ગ્રેટ ગ્રાન્ડ આપી રહ્યા છે, જે ફાઈવ સ્ટાર હોટેલ સેન્ટ રેજીસમાં થઈ રહ્યું છે. આ પાર્ટીમાં ઘણી મોટી હસ્તીઓ આવી છે. હવે નવવિવાહિત કપલની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહ્યા છે.
રવિવારના રોજ રાત્રે કિયારા અને સિદ્ધાર્થનું રિસેપ્શન મુંબઈની સેન્ટ રેજીસ હોટલમાં યોજાયું હતું. આ દરમિયાન રિસેપ્શનમાંથી બંનેની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. રિસેપ્શનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહ્યા છે. બંને બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં ટ્વિનિંગ છે. આ દરમિયાન કિયારા ખૂબ જ હોટ લાગી રહી છે. કિયારાએ ગ્રીન ડાયમંડ નેકલેસ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ સિલ્કનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે અદભૂત દેખાતી હતી. જ્યારે, સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક રંગનો ચમકદાર કોટ પહેરેલો જોવા મળ્યો હતો.
 પાર્ટીમાં કાજોલ અને અજય દેવગન પણ પહોંચ્યા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં કાજોલ અને અજય દેવગન પણ પહોંચ્યા હતા, જેમણે કપલને ગળે લગાવીને લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી. કાજોલે ચમકદાર સિલ્વર કલરની સાડી પહેરી હતી અને અજય દેવગન ગ્રે કલરનો સૂટ પહેરેલો જોવા મળ્યો હતો.

 કિયારાની બહેન ઈશિતા અડવાણી પણ પાર્ટીમાં પહોંચી
રિસેપ્શન પાર્ટીમાં કિયારા અડવાણી સાથે તેની માતા પણ જોવા મળી હતી. કિયારાની માતા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી, પરંતુ તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.આ સાથે જ કિયારાની બહેન ઈશિતા અડવાણી પણ પાર્ટીમાં પહોંચી હતી. ઈશિતા અડવાણી લાલ સાડીમાં સુંદર લાગી રહી હતી.
પાર્ટીમાં અભિષેક બચ્ચન પણ પહોંચ્યા
રિસેપ્શન પાર્ટીમાં અભિષેક બચ્ચન પણ પહોંચ્યા હતા, જે બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા. આ દરમિયાન બધાની નજર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પર ટકેલી હતી. બંનેએ એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપ્યા જેની ઘણી તસવીરો સામે આવી છે. બંને સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.