Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીકૃષ્ણ જન્મભૂમિ - ઇદગાહ વિવાદ વચ્ચે એક વ્યક્તિએ પોતે ભગવાન કૃષ્ણના વંશજ હોવાનો દાવો કર્યો

શ્રીકૃષ્ણ જન્મભૂમિ - ઇદગાહ વિવાદમાં હવે એક નવા પ્રકારનો ફણગો ફૂટ્યો છે. આ કેસ અત્યારે કોર્ટમાં છે અને તેના પર આગળની સુનવણી પહેલી જુલાઇના રોજ થલવાની છે. તેવામં એક વ્યક્તિએ પોતે ભગવાન કૃષ્ણના વંશજ હોવાનો દાવો કર્યો છે. માત્ર દાવો કર્યો છે એટલું જ નહીં પરંતુ કોર્ટમાં પણ પહોંચ્યો છે. કોર્ટમાં તેણે શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થળ પર યથાસ્થિતિ માટે અરજી પણ કરી છે. આ પ્રકારના દાવાના કારણે આ કેસ
શ્રીકૃષ્ણ જન્મભૂમિ   ઇદગાહ વિવાદ વચ્ચે એક વ્યક્તિએ પોતે ભગવાન કૃષ્ણના વંશજ હોવાનો દાવો કર્યો
શ્રીકૃષ્ણ જન્મભૂમિ - ઇદગાહ વિવાદમાં હવે એક નવા પ્રકારનો ફણગો ફૂટ્યો છે. આ કેસ અત્યારે કોર્ટમાં છે અને તેના પર આગળની સુનવણી પહેલી જુલાઇના રોજ થલવાની છે. તેવામં એક વ્યક્તિએ પોતે ભગવાન કૃષ્ણના વંશજ હોવાનો દાવો કર્યો છે. માત્ર દાવો કર્યો છે એટલું જ નહીં પરંતુ કોર્ટમાં પણ પહોંચ્યો છે. કોર્ટમાં તેણે શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થળ પર યથાસ્થિતિ માટે અરજી પણ કરી છે. આ પ્રકારના દાવાના કારણે આ કેસ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અરજીમાં શું માગણી કરાઇ છે?
પોતે ભગવાન કૃષ્ણનો ‘પ્રત્યક્ષ વંશજ’ હોવાનો દાવો કરનારા આ વ્યક્તિનું નામ મનીષ યાદવ છે. મનીષ યાદવે માંગ કરી છે કે ઇદગાહના સર્વે માટે ત્રણ સભ્યોની કોર્ટ કમિશનરની પેનલની નિમણૂક કરવામાં આવે. કોર્ટમાં તેણે જે અરજી આપી છે તેમાં ઇદગાહમાં બંધ રૂમો ખોલવા, વિસ્તારની સફાઇ અને સર્વે દરમિયાન પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરવા પણ માંગ કરવામાં આવી છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ - ઇદગાહ કેસ શું છે?
ઉલ્લેખનીય છે કે ગુરુવારે થયેલી સુનાવણીમાં હિંદુ પક્ષે 13.37 એકર જમીન સંબંધિત કાગળો કોર્ટમાં રજૂ કર્યા હતા અને આ કેસની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી હતી. બીજી તરફ મુસ્લિમ પક્ષે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોની નકલ માંગી હતી. કોર્ટે હિંદુ પક્ષને નકલ આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં 1968ના કરારને પડકારવામાં આવ્યો છે, જે અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મભૂમિની જમીન કથિત રીતે ઈદગાહને આપવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વાટાઘાટો કરનાર ટ્રસ્ટને સમાધાન કરવાનો અધિકાર નથી. તેથી કરારને ગેરકાયદે ગણાવીને ઇદગાહ ખાલી કરવાની માંગ કરવામાં આવી છે. તો સામે પક્ષે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અરજી બહારના લોકોએ દાખલ કરી છે.
જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સમીક્ષા અરજી
સિવિલ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં થઇ રહેલા વિલંબ સામે ગુરુવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સમીક્ષા અરજી પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ વિશેની અનેક અરજીઓ પર સુનાવણી માટે 1 જુલાઈની તારીખ આપી છે. તે પહેલા આ નવી અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ માટે હાલ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. 
Advertisement
Tags :
Advertisement

.