Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'શું મારે ટ્વિટરનું CEO પદ છોડવું જોઈએ ?' મસ્કે માગી માફી

ટ્વિટર (Twitter)ના સીઈઓ એલોન મસ્ક (Elon Musk)એ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક POLL શરૂ કર્યો છે. આમાં તેમણે આ માઈક્રો-બ્લોગિંગ સાઈટના લાખો યુઝર્સને પૂછ્યું છે કે, 'શું મારે ટ્વિટરના વડા પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ?'. મસ્કે ટ્વીટ કર્યું કે તેઓ POLLના નિર્ણયનું પાલન કરશે. CEO પદ છોડવાની ઓફરઅન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, 'હવેથી Twitter નીતિમાં મોટા ફેરફારો પહેલા POLL કરશે, હું માફી માંગુ છું, આવું ફરી નહà
 શું મારે ટ્વિટરનું ceo પદ છોડવું જોઈએ    મસ્કે માગી માફી
ટ્વિટર (Twitter)ના સીઈઓ એલોન મસ્ક (Elon Musk)એ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક POLL શરૂ કર્યો છે. આમાં તેમણે આ માઈક્રો-બ્લોગિંગ સાઈટના લાખો યુઝર્સને પૂછ્યું છે કે, 'શું મારે ટ્વિટરના વડા પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ?'. મસ્કે ટ્વીટ કર્યું કે તેઓ POLLના નિર્ણયનું પાલન કરશે. 
CEO પદ છોડવાની ઓફર
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "હવેથી Twitter નીતિમાં મોટા ફેરફારો પહેલા POLL કરશે, હું માફી માંગુ છું, આવું ફરી નહીં થાય." એલોન મસ્ક આ પહેલા પણ ઘણી વખત આવા POLL કરી ચુક્યા છે. આ POLL દરેક  POLL કરતાં અલગ છે કારણ કે તેમાં તેમણે પોતે જ પોતાની કંપનીના CEO પદ છોડવાની ઓફર કરી છે. હવે જોવાનું રહેશે કે યુઝર્સ આ અંગે શું અભિપ્રાય આપે છે અને મસ્ક તેને સ્વીકારે છે કે નહીં.
અન્ય પ્લેટફોર્મનું ફ્રી પ્રમોશન બંધ થઈ જશે
 એલોન મસ્કના આ નવાં POLL અંગે ટ્વિટરે રવિવારે જાહેરાત કરી હતી કે ટ્વિટર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને માસ્ટોડોન સહિતના વિશિષ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રમોટ કરતા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકશે. મસ્કે કહ્યું કે અમારા ઘણા યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક્ટિવ છે. પરંતુ હવે અમે Twitter પર અન્ય પ્લેટફોર્મના મફત પ્રમોશનને મંજૂરી આપીશું નહીં. ટ્વિટરે કહ્યું છે કે તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કન્ટેન્ટને પ્રમોટ કરવાના હેતુથી બનાવેલા ટ્વિટર એકાઉન્ટને બંધ કરશે. Facebook, Instagram, Mastodon, Truth Social, Tribal, Nostra અને પોસ્ટનો પ્રચાર કરતા એકાઉન્ટ અને તેની સંબંધિત લિંક્સ બંધ કરવામાં આવશે. ટ્વિટરના નિયમોમાં ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે મસ્કને પ્લેટફોર્મ પર મોટા નીતિગત ફેરફારો માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
પત્રકારોના ખાતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય બદલવો પડ્યો
શુક્રવારે, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ટ્વિટર પરથી કેટલાક પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવા બદલ મસ્કની ટીકા કરી હતી. તેમણે આને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દૃષ્ટિકોણથી એક ઉદાહરણ ગણાવ્યું હતું. જો કે, આકરી ટીકાના કલાકોમાં જ મસ્કે નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને પત્રકારોના ખાતા પુનઃસ્થાપિત કર્યા હતા. મસ્કે થોડા મહિના પહેલા જ ટ્વિટર હસ્તગત કર્યું છે. ત્યારથી તે અને ટ્વિટર બંન્ને ટાઈમલાઈનમાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.