Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google Officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી હડકંપ

Google Officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી દોડધામતત્કાળ પોલીસને જાણ કરાઇપોલીસે કોલ કરનારને હૈદરાબાદથી ઝડપી લીધો એનઆઇએ ઓફિસમાં પણ ધમકીભર્યો ઇમેઇલસોમવારે મુંબઈમાં ગૂગલ ઓફિસ (Google Office)માં એક કોલથી હલચલ મચી ગઈ હતી. ઓફિસમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. ગૂગલના અધિકારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મુંબઈ પોલીસે (Mumbai Police) પૂણે પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. ગૂગલ ઓફિસમાં બોમ્બ મુકાà
google officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી હડકંપ
  • Google Officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી દોડધામ
  • તત્કાળ પોલીસને જાણ કરાઇ
  • પોલીસે કોલ કરનારને હૈદરાબાદથી ઝડપી લીધો 
  • એનઆઇએ ઓફિસમાં પણ ધમકીભર્યો ઇમેઇલ
સોમવારે મુંબઈમાં ગૂગલ ઓફિસ (Google Office)માં એક કોલથી હલચલ મચી ગઈ હતી. ઓફિસમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. ગૂગલના અધિકારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મુંબઈ પોલીસે (Mumbai Police) પૂણે પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. 
ગૂગલ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાની ધમકીનો કોલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે મુંબઈમાં ગૂગલ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાની ધમકીનો કોલ આવ્યો હતો જેથી ગૂગલના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.  ધમકી આપનાર ફોન કરનારે પોતાનું નામ પનયમ શિવાનંદ જણાવ્યું છે. તેણે ફોન પર કહ્યું કે તે હૈદરાબાદમાં રહે છે. નોંધપાત્ર વાત એ છે કે ફોન કરનારે લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો હતો. પોલીસે આ કેસ સાથે સંબંધિત તમામ માહિતી એકઠી કરી છે, હવે તે તપાસ કરી રહી છે.
કોલ કરનારની હૈદરાબાદમાં ધરપકડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ઓફિસમાંથી હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. દરમિયાન, કોલ કરનારને હૈદરાબાદમાં ટ્રેસ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટીમ હાલમાં તેલંગાણામાં છે અને કોલ કરનારને મુંબઈ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ફોન કરનારનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ફોન કરનાર સામે IPCની કલમ 505 (1) (b) અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે.

NIA મુંબઈ ઓફિસમાં પણ ધમકીભર્યો ઈમેલ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો NIA મુંબઈ ઓફિસમાં પણ ધમકીભર્યો ઈમેલ પણ મળ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો હતો કે તાલિબાન સાથે સંબંધિત કોઈ વ્યક્તિ મુંબઈમાં હુમલો કરી શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ની સાથે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
પોલીસને કોઈ સુરાગ મળ્યો નથી
NIA દ્વારા મળેલી ધમકીની પોલીસે ઝડપથી તપાસ કરી છે. જેમાં મેલ મોકલનારનું આઈપી (ઈન્ટરનેટ પ્રોટોકોલ) એડ્રેસ પાકિસ્તાનનું જણાવવામાં આવી રહ્યું છે. ગયા મહિને આ પ્રકારનો મેલ મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસને શંકા છે કે કોઈ તોફાની તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.