Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શશી થરુર કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા

કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના નેતા અને તિરુવનંતપુરના સાંસદ શશી થરૂર (Shashi Tharoor)  કોંગ્રેસ અધ્યક્ષ (Congress President)  પદ માટે ચૂંટણી લડવાની શક્યતા છે. જો કે તેમણે હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી.  સુત્રોના જણાવ્યા અનુસાર, શશી થરૂરે હજુ સુધી પોતાનું મન બનાવ્યું નથી પરંતુ તેઓ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.જો કે થરૂરે ચૂંટણીમાં ભાગ લેશે કે કેમ તે અંગે ટિ
શશી થરુર કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના નેતા અને તિરુવનંતપુરના સાંસદ શશી થરૂર (Shashi Tharoor)  કોંગ્રેસ અધ્યક્ષ (Congress President)  પદ માટે ચૂંટણી લડવાની શક્યતા છે. જો કે તેમણે હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી.  સુત્રોના જણાવ્યા અનુસાર, શશી થરૂરે હજુ સુધી પોતાનું મન બનાવ્યું નથી પરંતુ તેઓ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.
જો કે થરૂરે ચૂંટણીમાં ભાગ લેશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે મલયાલમ દૈનિકમાં એક લેખ લખ્યો છે, જેમાં તેમણે "મુક્ત અને ન્યાયી" ચૂંટણીઓનું આહ્વાન કર્યું છે. આ લેખમાં તેમણે કહ્યું કે પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક ડઝન સીટો માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.
થરૂરે લેખમાં લખ્યું કે પાર્ટીએ CWC સભ્ય પદ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવી જોઈતી હતી. AICC અને PCC સભ્યોને તે પસંદ કરવાની છૂટ હોવી જોઈએ કે કોણ પાર્ટીના આ મુખ્ય પદો પર નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે શશી થરૂર પણ કોંગ્રેસના G-23 નેતાઓમાં સામેલ હતા જે પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા છે.
તિરુવનંતપુરમના સાંસદે લખ્યું કે નવા પ્રમુખની ચૂંટણી એ કોંગ્રેસને ફરીથી ઉત્સાહિત કરવાની માત્ર એક શરૂઆત છે. તાજેતરના નેતૃત્વની રેસમાં બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીમાં વૈશ્વિક રસ જોવા મળ્યો છે, આપણે 2019 માં પહેલેથી જ જોયું છે, જ્યારે એક ડઝન ઉમેદવારોએ થેરેસા મે ને બદલવા માટે ચૂંટણી લડી હતી અને બોરિસ જોન્સન ટોચના નેતા તરીકે ઉભરી આવ્યા હતા
થરૂરે લખ્યું કે આ કારણથી, હું અપેક્ષા રાખું છું કે ઘણા ઉમેદવારો પોતાને રજૂ કરવા માટે આગળ આવશે. પક્ષ અને રાષ્ટ્ર માટે તેમના વિઝનને રજૂ કરવાથી ચોક્કસપણે જનહિતને જગાડશે. આખા પક્ષને જ્યાં નવીનીકરણની જરુર છે. પક્ષની વર્તમાન સ્થિતિ, સંકટની ધારણા અને રાષ્ટ્રીય તસવીરને જોતાં જે પણ અધ્યક્ષ પદ ગ્રહણ કરશે તેને નિસંદેહ કોંગ્રસના કાર્યકરોને સક્રિય કરવા અને મતદાતાઓને પ્રોત્સાહિત કરવા બેવડા લક્ષ્યની પ્રાપ્તી કરવાની આવશ્યક્તા રહેશે. તેમની પાસે પક્ષની સમસ્યાઓને ઠીક કરવાની યોજના હોવી જરુરી છે. સાથે સાથે ભારત માટે વિઝન પણ હોવુ જોઇએ. આખરે, એક રાજનૈતિક પક્ષ દેશની સેવા કરવાનું એક માધ્યમ છે. કોઇ પણ રીતે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી આ મુદ્દાનો ઉકેલ છે. 
ઉલ્લેખનીય છે કે આંતરિક ખેંચતાણનો સામનો કરી રહેલી કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી હતી કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે થશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દેશની આ એકમાત્ર પાર્ટી છે જે આવી લોકશાહી પ્રથાનું પાલન કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી માટેનું જાહેરનામું 22 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
Advertisement
Tags :
Advertisement

.