Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા વર્ષે ભૂકંપનો સિલસિલો, દિલ્હી બાદ બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો

રાજધાની દિલ્હી બાદ હવે બંગાળની ખાડી (Bay of Bengal)માં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. જો કે ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.સવારે 11 આવ્યો ભૂકંપનો આંચકોસવારે લગભગ 11 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે વહેલી સવારે આ બીજો ભૂકંપ છે. આ પહેલા દિલ્હીમાં 3.8àª
નવા વર્ષે ભૂકંપનો સિલસિલો  દિલ્હી બાદ બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો
રાજધાની દિલ્હી બાદ હવે બંગાળની ખાડી (Bay of Bengal)માં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. જો કે ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.
સવારે 11 આવ્યો ભૂકંપનો આંચકો
સવારે લગભગ 11 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે વહેલી સવારે આ બીજો ભૂકંપ છે. આ પહેલા દિલ્હીમાં 3.8ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાત્રે દિલ્હીમાં આવ્યો હતો ભૂકંપ
31 ડિસેમ્બરની રાત્રે લોકો નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતા, ત્યારે દેશની રાજધાની દિલ્હી  અને તેની આસપાસના વિસ્તારો તથા હરિયાણા માં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મધરાતે 1.19 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ ભૂકંપમાં હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.