Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા ભારતના વિકાસ માટે તમામ ક્ષેત્રોને વેગ આપવા માટે વિજ્ઞાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે : PM MODI

અમદાવાદના સાયન્સ સિટી ખાતે બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવનો પ્રારંભ થયો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણીએ પણ હાજરી આપી હતી. કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ઉદà
નવા ભારતના વિકાસ માટે તમામ ક્ષેત્રોને વેગ આપવા માટે વિજ્ઞાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે   pm modi
અમદાવાદના સાયન્સ સિટી ખાતે બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવનો પ્રારંભ થયો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણીએ પણ હાજરી આપી હતી. કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્રની શરૂઆત થઇ હતી. 
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાયન્સ સિટીમાં યોજાઈ રહેલું આ મંથન નવી પ્રેરણા આપશે. જ્ઞાન અને વિજ્ઞાનનો સંગમ અનેક સંકટ દૂર કરશે. પહેલા ના જમાનામાં આપણે વૈજ્ઞાનિકોના કામને મહત્વ ના આપ્યું એટલે શોધ મામલે ઉદાસીનતા આવી છે.  નાની મોટી ઉપલબ્ધિને પ્રોત્સાહન નવું જોમ પુરુ પડે છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે  ભારતમાં રેકોર્ડ સંખ્યામાં પેટન્ટ ફાઈલ થાય છે અને  કોંકલેવમાં અનેક સ્ટાર્ટ અપ આવ્યા છે. દેશમાં સ્ટાર્ટ અપની લહેર આવી છે અને યુવાઓના DNAમાં સાયન્સ ક્ષેત્રે લગાવ છે. તેમણે કહ્યું કે સ્પેસ મિશન, સુપર કોમ્પ્યુટિંગ મિશન માં જોરશોરથી કામ થઈ રહ્યું છે. 
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ટેક્નોલોજીને આપણે લોકલ સ્તર સુધી લઈ જવાની છે. જે ટેકનોલજી હિમાલયમાં ઉપયોગી છે તે બીજી જગ્યાએ ઉપયોગી હોય તે જરૂરી નથી. તેમણે સૂચન કર્યું કે ઇનોવેશનને આગળ વધારવા માટે રાજ્ય સરકારે લેબની સંખ્યા વધારવી જોઈએ અને આ માટે રાજ્ય ને મદદ કરવા માટે કેન્દ્ર તત્પર છે. અન્ય રાજ્યોમાં કેવા કાર્યો થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખી ને કરિક્યોલમ બનાવો તેમ પણ તેમણે જણાવ્યું હતું. 
પીએમશ્રીએ કહ્યું કે આજે 21મી સદીના નવા ભારતના વિકાસ માટે તમામ ક્ષેત્રોના વિકાસને વેગ આપવા માટે વિજ્ઞાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રકારની પ્રથમ કોન્ક્લેવ દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર-રાજ્ય સંકલન અને સહકાર મિકેનિઝમને મજબૂત બનાવશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે જ્યારે આપણે જ્ઞાન અને વિજ્ઞાન સાથે મળીએ છીએ, ત્યારે વિશ્વની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન ઉકેલ અને નવીનતાનો આધાર છે. આ પ્રેરણાથી આજનું નવું ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાનના નાદ સાથે આગળ વધી રહ્યું છે.
પીએમશ્રીએ વધુમાં કહ્યું કે પશ્ચિમમાં આઈન્સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોહર, ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો તેમના પ્રયોગોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે જ સમયે, ભારતના સીવી રામન, જગદીશ ચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા, એસ ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે આ કોન્કલેવમાં લીડરશિપ સત્ર અને 9 પ્લેનેરી સત્રો યોજાશે. 11 સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ કોન્ક્લેવની ટેગ લાઇન અનુસંધાન સે સમાધાન  રાખવામાં આવી છે .28 ૨૮ રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીશ્રીઓ કોન્ક્લેવમાં જોડાશે. 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત 250 થી વધુ ડેલીગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાશે
Tags :
Advertisement

.