ISROનો ડરામણો અહેવાલ, અમદાવાદ સહિત ગુજરાતના વિસ્તારો પણ ધસી રહ્યા છે
ISROનો ડરામણો અહેવાલગુજરાતમાં પણ અમદાવાદ સહિત ઘણા વિસ્તારો દર વર્ષે ધસી રહ્યા છેસ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિકોએ સંશોધન પેપર બહાર પાડ્યું હાલ સમગ્ર દેશમાં ઉત્તરાખંડના જોશીમઠની ચર્ચા થઇ રહી છે જ્યાં મકાનો અને રસ્તા પર તિરાડો પડી રહી છે. જો કે જોશીમઠ સહિત ઉત્તરાખંડના વિસ્તારોમાં મકાનો ધસી પડવાના સંકટ વચ્ચે ISROનો ડરામણો અહેવાલ બહાર આવ્યો છે જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં પણ
02:06 AM Jan 15, 2023 IST
|
Vipul Pandya

- ISROનો ડરામણો અહેવાલ
- ગુજરાતમાં પણ અમદાવાદ સહિત ઘણા વિસ્તારો દર વર્ષે ધસી રહ્યા છે
- સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિકોએ સંશોધન પેપર બહાર પાડ્યું
હાલ સમગ્ર દેશમાં ઉત્તરાખંડના જોશીમઠની ચર્ચા થઇ રહી છે જ્યાં મકાનો અને રસ્તા પર તિરાડો પડી રહી છે. જો કે જોશીમઠ સહિત ઉત્તરાખંડના વિસ્તારોમાં મકાનો ધસી પડવાના સંકટ વચ્ચે ISROનો ડરામણો અહેવાલ બહાર આવ્યો છે જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં પણ અમદાવાદ સહિત એવા ઘણા વિસ્તારો છે જે દર વર્ષે ઘણા સેન્ટીમીટર ધસી રહ્યા છે. ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંશોધન અભ્યાસ (Research Studies)માં આ વાત સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાત (Gujarat )ના ઘણા વિસ્તારો દર વર્ષે કેટલાય સેન્ટીમીટર ડૂબી રહ્યા છે.
સ્પેસ એપ્લીકેશન સેન્ટરે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો
જ્યારે પણ માણસ પ્રકૃતિના કામમાં અવરોધ ઊભો કરશે ત્યારો પર્યાવરણ ખરાબ થશે. પહાડો પર સ્થિત જોશીમઠ, નૈનીતાલ, શિમલા, ચંપાવત કે ઉત્તરકાશી જ નહીં, પણ દરિયા કિનારે વસેલા શહેરો પણ ડૂબી જવાના જોખમમાં છે. ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો, જે હવે સામે આવ્યો છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો દરિયાઈ ધોવાણને કારણે ડૂબી જશે અથવા ધસી જશે તેવું જણાવવામાં આવ્યું છે.
સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિકોએ સંશોધન પેપર બહાર પાડ્યું
ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિકોએ આ સંશોધન પેપર બહાર પાડ્યું હતું. જેનું નામ છે- 'Shoreline Change Atlas of the Indian Coast- Gujarat- Diu & Daman'. ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. 110 કિલોમીટરનો દરિયાકિનારો કપાઇ રહ્યો છે 49 કિમીના દરિયાકાંઠે આ પ્રક્રિયા વધુ ઝડપથી થઈ રહી છે.
સમુદ્રનું વધતું સ્તર અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેની પાછળ સમુદ્રનું વધતું સ્તર અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો છે. કાંપના કારણે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે તેની 313 હેક્ટર જમીન ગુમાવી છે.
ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કરાયુ
વધુ એક અભ્યાસ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના 42 વર્ષના ભૌગોલીક ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે. સૌથી વધુ એટલે કે 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કરાયુ છે. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જોખમની શ્રેણીમાં છે. આ વિસ્તારો જોખમના ક્ષેત્રમાં છે કારણ કે અહીં દરિયાનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.
16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લામાં ધોવાણ
સંશોધન મુજબ ગુજરાતના 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે. મોટાભાગે કચ્છમાં અને ત્યાર પછી જામનગર, ભરૂચ અને વલસાડમાં. તેનું કારણ એ છે કે ખંભાતના અખાતની દરિયાઈ સપાટીના તાપમાનમાં 1.50 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 ડિગ્રી અને કચ્છના અખાતમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો વધ્યો છે. તાપમાનમાં આટલો વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે.
દરિયાની સપાટી વધવાને કારણે આ તમામ ગામો ડૂબી જવાના જોખમમાં
દરિયાની સપાટી વધવાને કારણે આ તમામ ગામો ડૂબી જવાના જોખમમાં છે. જ્યારે અમદાવાદમાં ધસી પડવાનો ખતરો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિકના અભ્યાસ મુજબ અમદાવાદ દર વર્ષે 12 થી 25 મીમી એટલે કે 1.25 થી 2.5 સેમી જેટલું ધસી રહ્યું છે. કારણ કે ભૂગર્ભ જળ ઝડપથી નિકળી રહ્યું છે. ભૂગર્ભજળને બહાર કાઢવા પર પ્રતિબંધ મુકાવો જોઇએ. લોકો માટે પીવાના પાણીની અલગ વ્યવસ્થા કરવી જોઈએ.
આ પણ વાંચો--હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ઠંડીમાં ઘરોમાંથી બહાર આવવા મજબૂર બન્યા લોકો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ