Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંજય રાઉતે બળવાખોરોને આપી ચેતવણી, જો બાળાસાહેબના નામનો ઉપયોગ કર્યો તો...

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં દરેક ક્ષણે નવો વળાંક આવી રહ્યો છે. દરમિયાન પક્ષના નેતા સંજય રાઉતે શિવસેનાની બેઠક બાદ બળવાખોરો વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરીશું. રાઉતે કડક સ્વરમાં કહ્યું કે બળવાખોરોનો હિસાબ લેવામાં આવશે. સાંજ સુધીમાં તેની હાલત લોકોને ખબર પડી જશે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકોએ બાળાસાહેબના નામનો ઉપયà
11:40 AM Jun 25, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં દરેક ક્ષણે નવો વળાંક આવી રહ્યો છે. દરમિયાન પક્ષના નેતા સંજય રાઉતે શિવસેનાની બેઠક બાદ બળવાખોરો વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરીશું. રાઉતે કડક સ્વરમાં કહ્યું કે બળવાખોરોનો હિસાબ લેવામાં આવશે. સાંજ સુધીમાં તેની હાલત લોકોને ખબર પડી જશે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકોએ બાળાસાહેબના નામનો ઉપયોગ પોતાના સ્વાર્થની રાજનીતિ માટે કર્યો છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેઓ અમને છોડી ગયા છે તેઓ અમારા પૂર્વજોના નામનો ઉપયોગ કરી શકતા નથી. સંજય રાઉતે કહ્યું કે તમે વોટ માટે તમારા બાપના નામનો ઉપયોગ કરો. અમારા બાપનો નહીં.


ડેપ્યુટી સ્પીકરે બળવાખોરોને નોટિસ પાઠવી
ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. જેમાં એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. તેમને સોમવારે એટલે કે 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શિવસેનાએ 16 બળવાખોરોની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી.
શિવસેના ચૂંટણી પંચ પાસે જશે
શિવસેનાએ ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે. જેમાં તે બાળાસાહેબના નામનો ઉપયોગ ન કરવાની અપીલ કરશે. તમને જણાવી દઈએ કે શિંદે જૂથે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરતી વખતે તેનું નામ શિવસેના બાળાસાહેબ રાખ્યું છે.
ગુવાહાટીમાં શિંદે જૂથની બેઠક
ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ શિંદે જૂથમાં નારાજગી છે. બળવાખોર ધારાસભ્યો ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે ગુવાહાટીની રેડિયેશન બ્લુ હોટેલમાં શિંદે સાથે બેઠક કરી રહ્યા છે.
Tags :
BalasahebThackerayDeputySpeakerGujaratFirstGuwahatiMaharashtraMeetingMUMBAInoticePoliticsShindegroupUdhhavThackeray
Next Article