Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સલમાન ખાનને મારી નાખીશ', જ્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પોલીસ કસ્ટડીમાં ધમકી આપી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગેંગસ્ટરે બોલિવૂડના દબંગ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયોમાં લોરેન્સે કહ્યું હતું કે તે સલમાનને જોધપુરમાં મારી નાખશે. લોરેન્સના સાથી ગેંગસ્ટરે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી પણ કરી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં સમાચા
 સલમાન ખાનને મારી નાખીશ   જ્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પોલીસ કસ્ટડીમાં ધમકી આપી
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગેંગસ્ટરે બોલિવૂડના દબંગ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયોમાં લોરેન્સે કહ્યું હતું કે તે સલમાનને જોધપુરમાં મારી નાખશે. લોરેન્સના સાથી ગેંગસ્ટરે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી પણ કરી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં સમાચારોમાં છે. વર્ષો પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ફોન કર્યો હતો. ત્યારે લોરેન્સ બિશ્નોઈએ દબંગ ખાનની હત્યા વિશે વાત કરી હતી. સલમાનને મારી નાખવાની ધમકી આપતા લોરેન્સ બિશ્નોઈનો વીડિયો હવે સામે આવ્યો છે આ વીડિયો 2021નો છે. 
લોરેન્સ બિશ્નોઈનો વીડિયો વાયરલ
આ એક્સક્લુઝિવ વીડિયો વર્ષ 2021નો છે. જ્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મકોકાના કેસમાં લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના વિવિધ રાજ્યોના ગેંગસ્ટરોને રિમાન્ડ પર લીધાં હતાં. તેની ગેંગના જુદા જુદા રાજ્યોના ગેંગસ્ટરોને મકોકાના કેસમાં રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. વીડિયોમાં તેની સાથે લોરેન્સ અને સંપત નેહરા જોવા મળે છે. જે લોરેન્સની નજીકનો ગણાય છે આજ રાજસ્થાનના ગેંગસ્ટરે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી. પરંતુ ઘટના પહેલા હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.
'સલમાનને જોધપુરમાં મારી નાખશે'
વીડિયોમાં લૉરેન્સ બિશ્નોઈ કહી રહ્યો છે - સલમાન ખાનને મારીશ. અહીં જોધપુરમાં જ મારીશ, કરીશ ત્યારે ખબર પડશે. મેં હજુ સુધી કંઈ કર્યું નથી, મને કોઇ પણ આધાર પુરાવા વગર કેસમાં ખેંચવામાં આવી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈએ વર્ષ 2018માં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. તે જ વર્ષે તેના મિત્ર સંપત નેહરાએ પણ સલમાનના ઘરની રેકી કરી હતી. દબંગ ખાનને ટાર્ગેટ બનાવવાનું સંપૂર્ણ આયોજન હતું. આ માટેનું કારણ એવું છે કે જ્યારથી સલમાન ખાન પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો તે દિવસથી લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનની પાછળ પડ્યો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સમાજનો હોવાથી તે કાળા હરણને પવિત્ર પ્રાણી માને છે. એટલા માટે જ્યારે સલમાન ખાન પર કાળા હરણનો શિકાર અંગેના સમાચાર આવ્યાં ત્યારે તે ગુસ્સે થયો હતો. મૂવી રેડીના શૂટિંગ પછી ગેંગસ્ટરે સલમાન ખાન પર હુમલો કરવાની યોજના બનાવી હતી. જો કે તે નિષ્ફળ રહ્યો હતો. તેનું કારણ એવું હતું કે લોરેન્સ બિશ્નોઈને સલમાનને મારવા માટે  પસંદગીનું હથિયાર નહોતું મળ્યું. 
સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું પ્લાનિંગ જેલમાં બેસીને કર્યું
પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોની પોલીસ માટે આ કુખ્યાત ગેંગ માથાનો દુખાવો બની છે.ગેંગનું નેટવર્ક એટલું મજબૂત છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં રહીને હત્યાને અંજામ આપી રહ્યો છે.  ગાયક સિદ્ધુ મૂસેવાલાના કિસ્સામાં જોઇએ તો લોરેન્સ બિશ્નોઈ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. જેલમાં જ તે તેના પાર્ટનર ગોલ્ડી બ્રારને મળ્યો અને બંનેએ મળીને પંજાબી ગાયક સિંદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં સફળતા પણ મળી હતી. લૉરેન્સ બિશ્નોઈ ગેંગે સિંગરના મૃત્યુ પછી ફેસબુક પોસ્ટ પર આ ઘટનાની જવાબદારી પણ સ્વીકારી છે. 
Advertisement
Tags :
Advertisement

.