Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સચિન પાયલોટ બનશે રાજસ્થાનના CM, તમામ ધારાસભ્યોનું સમર્થન

કોંગ્રેસ (Congress)માં પ્રમુખપદની ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે અને ત્રણ નેતાઓ ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે તે વિશે ભારે ચર્ચા જોવા મળી રહી છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણી લડવાના છે. મંત્રી રાજેન્દ્રએ કહ્યું કે બસપા છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યો પણ સચિન પાયલટના સમર્થનમાં છે અને સચિન પાયલટ રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી
 સચિન પાયલોટ બનશે રાજસ્થાનના cm  તમામ ધારાસભ્યોનું સમર્થન
કોંગ્રેસ (Congress)માં પ્રમુખપદની ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે અને ત્રણ નેતાઓ ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે તે વિશે ભારે ચર્ચા જોવા મળી રહી છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણી લડવાના છે. મંત્રી રાજેન્દ્રએ કહ્યું કે બસપા છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યો પણ સચિન પાયલટના સમર્થનમાં છે અને સચિન પાયલટ રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી હશે. જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંકેત આપ્યા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે તેઓ પ્રમુખ પદની રેસમાં નહીં હોય, તેથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને પ્રમુખ પદ માટે દાવો રજૂ કરશે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ પણ છોડી દેશે. હવે એવું લાગી રહ્યું છે કે લગભગ અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ બની શકે છે.

ત્રણ નેતાઓ વચ્ચે સ્પર્ધા થઇ શકે
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉત્સાહ તેજ થઈ રહ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ ચૂંટણી લડી શકે છે. સંભવિત ઉમેદવારોમાં ત્રણ નામો આગળ છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) કોંગ્રેસના નેતા શશિ થરૂર (Shashi Tharoor) અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ (Digvijaya Singh)નો સમાવેશ થાય છે. અશોક ગેહલોત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની પહેલી પસંદ હોવાનું મનાઇ રહ્યું છે. અશોક ગેહલોતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવશે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી
મંત્રી રાજેન્દ્રએ કહ્યું કે બસપા છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યો પણ સચિન પાયલટના સમર્થનમાં છે અને સચિન પાયલટ રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી હશે. જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંકેત આપ્યા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. 

તમામ ધારાસભ્યો સચિન પાયલટની સાથે 
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ આજતક સાથેની વાતચીતમાં મોટો દાવો કર્યો છે. રાજેન્દ્રએ કહ્યું છે કે સચિન પાયલટ રાજ્યના આગામી સીએમ બનશે. તમામ ધારાસભ્યો સચિન પાયલટની સાથે છે. તેમણે કહ્યું કે ગેહલોતને સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યો પણ પાયલટને સમર્થન કરશે.
 
એક વ્યક્તિ એક પદના નિયમ હેઠળ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે
મંત્રી રાજેન્દ્રએ એમ પણ કહ્યું કે બસપા છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યો પણ સચિન પાયલટના સમર્થનમાં છે. જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગહેલોતે એક વ્યક્તિ એક પદના નિયમ હેઠળ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડી શકે છે. 
કોંગ્રેસનો આગામી બોસ કોણ હશે
હાલમાં તો કોંગ્રેસનો આગામી બોસ કોણ હશે તેના પર સૌની નજર ટકેલી છે. ક્યાંક અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવાની સંભાવના છે તો ક્યાંક શશિ થરૂરના નામની ચર્ચા તેજ થઈ છે. આ સિવાય દિગ્વિજય સિંહ અને મનીષ તિવારીના નામ પણ સામે આવી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે અશોક ગેહલોતે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ સીએમ પદ અને રાષ્ટ્રપતિ પદ બંને સારી રીતે સંભાળી શકે છે. તો હવે જોવાનું રહેશે કે કોંગ્રેસના આગામી બોસ કોણ બનશે. 
 
Advertisement
Tags :
Advertisement

.