Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુપીના રસ્તાઓ પર રાતે રોડવેઝની બસો નહીં દોડે, ગાઢ ધુમ્મસમાં અકસ્માતો રોકવા સરકારનો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં રાત્રે રોડવેઝની બસ નહીં દોડેગાઢ ધુમ્મસમાં અકસ્માતો રોકવા સરકારનો નિર્ણય ઑનલાઇન રિઝર્વેશન આગામી એક મહિના માટે મોકૂફધુમ્મસ (Fog)ના કારણે અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે મંગળવારે નિર્ણય કર્યો કે રોડવેઝની બસો (Roadways Bus) રાત્રિના સમયે દોડશે નહીં અને મુસાફરોની સુરક્ષા માટે રાત્રિ સેવાઓ માટે ઑનલાઇન રિઝર્વેશન (Online Reservation)આગામી એક મહિના મ
યુપીના રસ્તાઓ પર રાતે રોડવેઝની બસો નહીં દોડે  ગાઢ ધુમ્મસમાં અકસ્માતો રોકવા સરકારનો નિર્ણય
  • ઉત્તર પ્રદેશમાં રાત્રે રોડવેઝની બસ નહીં દોડે
  • ગાઢ ધુમ્મસમાં અકસ્માતો રોકવા સરકારનો નિર્ણય 
  • ઑનલાઇન રિઝર્વેશન આગામી એક મહિના માટે મોકૂફ
ધુમ્મસ (Fog)ના કારણે અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે મંગળવારે નિર્ણય કર્યો કે રોડવેઝની બસો (Roadways Bus) રાત્રિના સમયે દોડશે નહીં અને મુસાફરોની સુરક્ષા માટે રાત્રિ સેવાઓ માટે ઑનલાઇન રિઝર્વેશન (Online Reservation)આગામી એક મહિના માટે મોકૂફ રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 39 ઘાયલ થયા હતા. પરિવહન મંત્રી દયાશંકર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. તે જોતાં પ્રાદેશિક સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે ગાઢ ધુમ્મસ હોય ત્યારે રાત્રે રોડવેઝની બસો ચલાવવી નહીં.

ઓનલાઈન રિઝર્વેશન આગામી એક મહિના માટે મુલતવી
લખનૌમાં, યુપીએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર સંજય કુમારે જણાવ્યું હતું કે રાત્રે બસો ન દોડે તે સુનિશ્ચિત કરવા માટે, તમામ પ્રાદેશિક પ્રબંધકો, સેવા પ્રબંધકો, સહાયક પ્રાદેશિક પ્રબંધકો સવારે 8 વાગ્યાથી મધ્યરાત્રિ 12 સુધી બસ સ્ટેન્ડ પર રહેશે, જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. તેમણે કહ્યું કે, જો કામગીરી દરમિયાન ધુમ્મસ જોવા મળશે તો બસને નજીકના બસ સ્ટેન્ડ પર પાર્ક કરવામાં આવશે. ધુમ્મસને કારણે રાત્રિ સેવાઓ માટેનું ઓનલાઈન રિઝર્વેશન આગામી એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.